બોલિવૂડની HOT ટ્રેન્ડ સેટર એક્ટ્રેસિસ, કોણ છે તમારી ફેવરિટ?

Written By:
Subscribe to Oneindia News

બોલિવૂડમાં રોજ કંઇને કંઇ નવું અને અનોખું જોવા મળે છે. બોલિવૂડ એક્ટર અને એક્ટ્રેસિસ એક રીતે ટ્રેન્ડ સેટર છે. તેઓ જે કંઇ પહેરે, જે સ્ટાયલ કે આઉટફિટ અપનાવે એ સ્ટાયલ સ્ટેટમેન્ટ બની જાય છે. કંઇક અલગ કરવામાં તેઓ ક્યારેક હાંસીપાત્ર પણ બની જતા હોય છે, તો ક્યારેક તેમની ખૂબ વાહવાહી પણ થાય છે. આ વર્ષે કેટલીક બોલિવૂડ એક્ટ્રેસિસ પોતાના આઉટફિટ એક્સપરિમેન્ટ સાથે ટ્રેન્ડ સેટ કરવામાં સફળ થઇ છે. વર્ષ 2017ના આવા કેટલાક નવા ટ્રેન્ડ્સ નીચે મુજબ છે.

તાપસી પન્નુ

તાપસી પન્નુ

‘બેબી', ‘પિંક' અને ‘નામ શબાના' જેવી ફિલ્મોમાં ગંભીર અને સાહસિક રોલ પ્લે કર્યા બાદ વર્ષ 2017માં તાપસી ‘જુડવા 2'માં હળવા અને હોટ અંદાજમાં જોવા મળી હતી. આ સાથે જ તેણે કેટલાક ટ્રેન્ડ્સ પણ સેટ કર્યા. સૌ પ્રથમ તો તેણે ‘જુડવા 2'ના પ્રમોશનથી સોક-હિલ્સનો ટ્રેન્ડ શરૂ કર્યો, જે હોલિવૂડમાં તો ઘણા સમયથી જોવા મળે છે. બીજો અમેઝિંગ ટ્રેન્ડ જે તાપસીએ શરૂ કર્યો એ છે સારી સાથે મેન્સ બૂટ પહેરવાનો ટ્રેન્ડ પણ તાપસીએ શરૂ કર્યો છે.

દીપિકા પાદુકોણ

દીપિકા પાદુકોણ

દીપિકા ઘણીવાર પોતાના આઉટફિટ્સ સાથે એક્સપરિમેન્ટ કરતી હોય છે. તેના ઘણા એક્સપરિમેન્ટ્સ ફેઇલ પણ ગયા છે અને લોકો તેને ફેશન ડિઝાસ્ટર પણ કહે છે. આમ છતાં તેણે એક્સપરિમેન્ટ કરવાનું છોડ્યું નથી. તેણે આ વર્ષે ફ્રિલ લેયર્ડ બ્લાઉઝનો ટ્રેન્ડ શરૂ કર્યો હતો. તે સૌ પ્રથમ કોશર વિકમાં આ સ્ટાયલના બ્લાઉઝ સાથે જોવા મળી હતી.

શિલ્પા શેટ્ટી

શિલ્પા શેટ્ટી

શિલ્પા ભલ ફિલ્મોમાં એક્ટિવ ના હોય,પરંતુ ફેશન ટ્રેન્ડ સેટ કરવામાં આજે પણ તેનું નામ મોખરે છે. તેણે વર્ષ 2017માં બે ટ્રેન્ડ શરૂ કર્યા હતા. પહેલો ટ્રેન્ડ છે કસ્ટામાઇઝ્ડ સારી ડ્રેપ્સ. શિલ્પાનું ફિગર આજે પણ અમેઝિંગ છે અને તે ઘણીવાર પોતાની સાડીઅલગ રીતે પહેરે છે. બીજો ટ્રેન્ડ છે કુર્તા ડ્રેસ. શિલ્પા ઘણીવાર લોન્ગ કુર્તાઝ ડ્રેસની જેમ પહેરે છે અને હવે તો સામાન્ય લોકો પણ આ ટ્રેન્ડ ફોલો કરતા થયા છે.

જ્હાનવી કપૂર

જ્હાનવી કપૂર

બોલિવૂડમાં પદાર્પણ કરવા થનગની રહેલી શ્રીદેવીની મોટી પુત્રી જ્હાનવી કપૂર હિટ એક્ટ્રેસ બનતા પહેલાં હિટ ટ્રેન્ડસેટર બની ગઇ છે. વર્ષ 2017માં ઘણીવાર તે આ પ્રકારના સિક્વિન અટાયરમાં જોવા મળી છે. આ ટ્રેન્ડ શરૂ કરનાર પહેલી બોલિવૂડ સેલિબ્રિટી કહી શકાય જ્હાનવી.

English summary
Bollywood actresses who had set style goals for you in the year 2017. Have a look.

For Breaking News from Gujarati Oneindia
Get instant news updates throughout the day.