નરકમાં પણ કીડા પડે કસાબને : બૉલીવુડ
મુંબઈ, 21 નવેમ્બર : કસાબને ફાંસીના મુદ્દે બૉલીવુડ જગતમાંથી પણ પ્રતિક્રિયાઓનો દોર ચાલુ છે. બૉલીવુડની હસ્તીઓએ પણ મન મૂકીને કસાબ ઉપર પોતાનો રોષ વ્યક્ત કર્યો છે. સૌને આ વાતની ખુશી છે કે માયાનગરી મુંબઈને રક્તરંજિત કરનાર આતંકવાદી કસાબનું મોત થઈ ગયું છે.
મુંબઈ હુમલામાં એકમાત્ર જીવતા પકડાયેલ આતંકવાદી અજમલ કસાબને આજે સવારે ફાંસી આપવામાં આવી છે. આ માહિતી મહારાષ્ટ્રના ગૃહ મંત્રી આર. આર. પાટિલે આપી હતી. આ હુમલામાં 166 લોકોના મોત થયા હતાં.
બૉલીવુડે કસાબને ફાંસી અંગે તીખી પ્રતિક્રિયાઓ આપી છે. આવો તસવીરો સાથે બતાવીએ બૉલીવુડની પ્રતિક્રિયાઓ.

મીડિયા પીએમની પાર્ટીમાં વ્યસ્ત હતું
બહુમુખી પ્રતિભાના માલિક પરેશ રાવલે ટ્વિટર પર લખ્યું છે કે કસાબને ફાંસીના માચડે લટકાવી દેવાયો, પરંતુ કોઈ પણ ટેલીવિઝન ન્યુઝ ચૅનલને આ વાત અગાઉથી ખબર નહોતી. તેથી એવું લાગે છે કે બધા વડાપ્રધાનના મફત ભોજન સમારંભમાં વ્યસ્ત હતાં.

સરકારે કરી ન્યુઝ બ્રેક
રીતેશ દેશમુખે ટ્વિટર પર લખ્યું છે કે મુબારક હો કસાબને ફાંસી થઈ. ખુશી થઈ આ ન્યુઝ સરકારે બ્રેક કરી, નહિં કે ન્યુઝ ચૅનલોએ.

હુમલાખોરોનો વારો નિકળ્યો
કુણાલ કોહલીએ ટ્વિટ કર્યું છે કે સારૂં થયું કે કસાબને ફાંસી અપાઈ. હવે મુંબઈ પર હુમલા કરનારાઓનો વારો આવી ચુક્યો છે.

શાંતિ આપનાર સમાચાર
ગીતા બસરાએ ટ્વિટર પર લખ્યં છે કે શાંતિ આપનાર સમાચાર છે કે કસાબ માર્યો ગયો.

નરકમાં જાઓ તમે કસાબ
સેલિના જેટલીએ ટ્વિટ કર્યું છે કે આજે હકીકતમાં મુંબઈ હુમલામાં શહીદી વહોરનારાઓને શ્રદ્ધાંજલિ નસીબ થઈ છે. ખુદા કરે કે તમે નરકમાં જાઓ કસાબ.

આજે દેશભક્તિની ફિલ્મ જોઇશ
ગાયિકા શ્રેયા ઘોષાલે ટ્વિટ કર્યું છે કે આખરે કસાબ મરી જ ગયો. આજે હું તેના મોતની ઉજવણી કોઈ દેશભક્તિ ધરાવતી ફિલ્મ જોઈ કરીશ.

નરકમાં પણ કીડા પડે કસાબને
શ્રેયસ તળપદેએ ટ્વિટર પર લખ્યું છે કે નરકમાં પણ કીડા પડે કસાબ તમને.

આવું જ મોત થવું જોઇતુ હતું
મહેશ ભટ્ટે ટ્વિટ કર્યું કે અનેક લોકોને મોતને ઘાટ ઉતારનારનું મોત એવું જ થવુ જોઇતુ હતું.












Click it and Unblock the Notifications
