કૅન્સ ફિલ્મ ફેસ્ટિવલમાં રજૂ થશે બૉમ્બે ટૉકીઝ
મુંબઈ, 14 મે : બૉલીવુડ ફિલ્મ બૉમ્બે ટૉકીઝની 66મા કૅન્સ ફિલ્મ ફેસ્ટિવલમાં ખાસ રજુઆત માટે પસંદગી કરવામાં આવી છે તથા ફિલ્મકાર કરણ જૌહર તેનાથી ખૂબ જ ખુશ છે.

ભારતીય સિનેમાના 100 વર્ષ પૂર્ણ થવાના ઉપલક્ષ્યે નિર્મિત બૉમ્બે ટૉકીઝ ચાર જુદી-જુદી વાર્તાઓનું સંકલન છે કે જેને ચાર દિગ્દર્શકો અનુરાગ કશ્યપ, દિબાકર બૅનર્જી, ઝોયા અખ્તર તેમજ કરણ જૌહરે દિગ્દર્શિત કરી છે.
કરણ જૌહરે ટ્વિટર પર લખ્યું - બૉમ્બે ટૉકીઝ માટે સમાચારો હજીય આવી જ રહ્યાં છે. હું તેના માટે કૅન્સમાં હાજરી આપવા અંગે ખૂબ જ ઉત્સાહિત છું. મારી સાથે અનુરાગ, ઝોયા તથા દિબાકર પણ હાજર રહેશે.
બૉમ્બે ટૉકીઝ, મૉનસૂન શૂટઆઉટ સાથે બે જુદી શ્રેણીમાં પસંદ કરાઈ છે. મૉનસૂન શૂટઆઉટ મધ્યરાત્રિએ દર્શાવાશે, જ્યારે બૉમ્બે ટૉકીઝ ગાલા સ્ક્રીનિંગ હેઠળ રજૂ કરાશે.












Click it and Unblock the Notifications
