શાહરૂખના ઘરમાં ઘુસનારા ગુજરાતથી પહોંચ્યા હતા, જાણો અત્યારસુધીના તમામ અપડેટ

શાહરૂખ ખાન અને તેના પરિવારની સુરક્ષામાં મોટી ચુક સામે આવ્યા બાદ પોલીસ એક્શનમાં છે. પોલીસની તપાસમાં આરોપીઓએ જણાવ્યુ છે કે તે શાહરૂખ ખાનને મળવા માંગતા હતા અને એટલા માટે તેના ઘરમાં ઘુસ્યા હતા

નવી દિલ્હી : બોલિવૂડના કિંગ ખાન શાહરૂખ ખાનના મન્નતમાં ઘુસેલા બે વ્યક્તિઓને લઈને એક મોટા સમાચાર સામે આવ્યા છે. હાલ પોલીસે આ બન્ને આરોપીની ધરપકડ કરી લીધી છે ત્યારે સામે આવ્યુ છે કે આ બન્ને ભરૂચથી મુંબઈ પહોંચ્યા હતા. બન્ને ભરૂચના છે અને મન્નતના સિક્યોરીટી ગાર્ડે તેને ઝડપ્યા હતા.

shahrukh khan

શાહરૂખ ખાન અને તેના પરિવારની સુરક્ષામાં મોટી ચુક સામે આવ્યા બાદ પોલીસ એક્શનમાં છે. પોલીસની તપાસમાં આરોપીઓએ જણાવ્યુ છે કે તે શાહરૂખ ખાનને મળવા માંગતા હતા અને એટલા માટે તેના ઘરમાં ઘુસ્યા હતા. હાલ પોલીસ અન્ય એંગલથી ઘટનાને તપાસી રહી છે.

મુંબઈ પોલીસે ધરપકડ બાદ બંને આરોપીઓને કોર્ટમાં રજૂ કર્યા હતા. પોલીસે જણાવ્યુ કે, તે તપાસ કરી રહ્યા છે કે આરોપીઓ મુંબઈ કેવી રીતે પહોંચ્યા, મુંબઈ આવ્યા પછી તેઓ કોને મળ્યા, ફોન પર કોની સાથે વાત કરી, તેનો ઈરાદો માત્ર શાહરૂખને મળવાનો હતો કે કેમ? તેમના સીડીઆર તપાસવામાં આવી રહ્યા છે. પોલીસે આરોપીના 2 દિવસના રિમાન્ડ માંગ્યા હતા, કોર્ટે એક દિવસના રિમાન્ડ મંજુર કર્યા છે.

અહીં તમને જણાવી દઈએ કે, બે લોકો સુરક્ષાને માત આપીને શાહરૂખ ખાનના બંગ્લો મન્નતમાં ઘુસી ગયા હતા. જે બાદ સિક્યોરિટીએ તેને ઝડપ્યા હતા.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
loader
X