વિવાદોનું ઘર છે અરમાન મલિક, હવે એક સાથે પ્રેગનન્ટ બે પત્નીઓ ત્રણ બાળકોને જન્મ આપશે
અરમાન મલિકનો વિવાદો સાથે જૂનો નાતો છે. આ પહેલા તે બીજા લગ્ન કરીને ચર્ચામાં આવ્યો હતો. તે બે પત્નીઓ સાથે રહે છે.
અરમાન મલિકે હવે નવો વિવાદ છેડ્યો છે. હાલમાં જ તેને જાહેરાત કરી છે કે તેની બન્ને પત્નીઓ એકસાથે પ્રેગનન્ટ છે અને બાળકોને જન્મ આપવા જઈ રહી છે. હવે તેની પત્નીઓના ફોટો સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યા છે અને કેટલાક ટ્રોલ્સને આ વાત પસંદ આવી નથી. આ વાતને લઈને સતત તેને ટ્રોલ કરવામાં આવી રહ્યો છે.

અરમાન મલિકે નવો વિવાદ છેડ્યો
અરમાન મલિક જાણીતા યુટ્યૂબર છે અને સોશિયલ મીડિયા પર તેની મોટી ફેન ફોલોઈંગ છે. તે સતત વિવાદોમાં રહે છે. પહેલા એકસાથે બે પત્નીઓ સાથે રહેવાને લઈને પણ ખુબ જ વિવાદમાં રહ્યો છે. તેને બે લગ્ન કરીને ચર્ચા ઉભી કરી હતી અને હવે બન્ને પ્રેગનન્ટ છે.

અરમાન મલિક યુટ્યૂબ લોકપ્રિય છે
અરમાન મલિક યુટ્યૂબ પર ખુબ જ લોકપ્રિય છે. તેની Family Fitness નામની ચેનલ છે. અરમાન મલિકને બે પત્નીઓ પાયલ અને કૃતિકા છે. અરમાન મલિકે સૌથી પહેલા 20211માં પાયલ સાથે લગ્ન કર્યા હતા. જે બાદ તેને 2018માં કૃતિકા સાથે લગ્ન કર્યા. બન્ને પત્નીઓ પહેલા એકબીજાની મિત્ર હતી અને પછી લગ્ન કરી લીધા.

એક સાથે બે પત્નીઓ સાથે રહે છે
અરમાન મલિકને કૃતિકા પસંદ આવતા બન્ને રિલેશનશીપમાં આવ્યા હતા. રિલેશનશીપના થોડા જ દિવસોમાં બન્નેએ લગ્ન કરી લીધા. તેની બન્ને પત્નિઓ સાથે અરમાને કોર્ટ મેરેજ કર્યા છે અને થોડા જ દિવસોમાં વાત લગ્ન સુધી પહોંચી દઈ હતી.

બીજા લગ્ન કરતા વિવાદ થયો હતો
અરમાને બીજા લગ્ન કરતા મોટો વિવાદ થયો હતો. તેની પહેલી પત્ની અને પુત્રને લઈને તેના પરિવારના સભ્યો જતા રહ્યા હતા. જો કે લગ્નના એક વર્ષ પછી પાયલ પાછી આવી ગઈ અને હવે બધા સાથે રહે છે. અરમાન તેના પુત્ર અને બે પત્નીઓ સાથે રહે છે.

અરમાનને બન્ને પત્નીઓ પ્રિય છે
અરમાન તેની પત્નીઓને તેની બે કિડની સમાન ગણાવે છે. તે કહે છે અહીં સુધી પહોંચવામાં તેને મોટી મુશ્કેલીઓમાંથી પસાર થવુ પડયુ, વાત આત્મહત્યા સુધી પહોંચી ગઈ હતી. જો કે તે હવે કહે છે કે તેમને કોઈ જુદા કરી શકશે નહી.

અરમાનને બે પત્નીઓને લઈને કોઈ શરમ નથી
અરમાન મલિક ખુદ જણાવે છે કે, તેને તેની બન્ને પત્નીઓ સાથે પ્રેમ થઈ ગયો હતો. તેને તેના આ નિર્ણય પણ કોઈ શરમ નથી. તે બન્ને પત્નીઓને સમાન ઈજ્જત અને પ્રેમ આપે છે.

અરમાન એક્ટિંગમાં પણ જોવા મળ્યો છે
અરમાન મલિક બ્લોગર સાથે સાથે એક્ટિંગમાં પણ એન્ટર થયો છે. તે હરિયાણવી ગીતોમાં જોવા મળ્યો છે. તેની બન્ને પત્નીઓ પણ કન્ટેન્ટ ક્રિએટર છે અને વીડિયો સોંગમાં જોવા મળે છે.
બન્ને પત્નીઓ પ્રેગનન્ટ હોવાની જાહેરાત કરી
હવે અરમાન મલિકે તેની આ બન્ને પત્નીઓ એકસાથે પ્રેગનન્ટ હોવાની જાહેરાત કરી છે. તેને બન્ને પત્નીઓ સાથે ફોટો શેર કરીને જાહેરાત કરી હતી. ફોટોમાં અરમાન અને તેની પત્નીઓ બેબી બમ્પ સાથે જોવા મળી રહી છે.

ફોટો શેર કરી જાહેરાત કરી
અરમાનનો આ અંદાજ કેટલાક ટ્રોલ્સને પંસદ આવ્યો નથી. ફોટો સામે આવ્યા બાદ સતત ટ્રોલ્સ તેને નિશાન બનાવી રહ્યા છે. કેટલાકને તેની બન્ને પત્નીઓ એકસાથે પ્રેગનન્ટ થવાથી વાંધો પડ્યો છે. ઘણા લોકો તેને ટ્રોલ કરી રહ્યા છે.

ટ્રોલ્સને આ વાત પસંદ ન આવી
જો કે અરમાન મલિકને આ વાતથી કોઈ ફરક પડતો નથી. તે તેની બન્ને પત્નીઓ પ્રેગનન્ટ હોવાથી ઘણો ખુશ છે. હવે તે એક સાથે ત્રણ બાળકોનો પિતા બનવાનો છે. હવે તેના ઘરમાં સેલિબ્રેશનનો માહોલ છે.












Click it and Unblock the Notifications
