Box Office : આ વીકએન્ડમાં સચિન સાથે આ ફિલ્મોએ કરી કમાણી
બોક્સ ઓફિસ રિપોર્ટ : જાણો આ વીકએન્ડ કંઇ ફિલ્મ ચાલી અને કેમ.
બોક્સ ઓફિસ પર આ વીકએન્ડમાં ક્રિકેટના ભગવાન ગણાતા સચિન તેંડુલકર છવાયેલા રહ્યા. સચિનની ડોક્યૂમેન્ટ્રી ડ્રામ ફિલ્મ સચિન: અ બિલિયન ડ્રિમ્સ ગત શુક્રવારે દેશભરના સિનેમાઘરોમાં રિલિઝ થઇ હતી. તે પછી સોમવાર સુધી ભારતના તમામ ક્રિકેટ રસિયાઓ આ ફિલ્મને જોવા માટે થિયેટરમાં પહોંચ્યા હતા. વળી લોકોને રહેમાનનું મ્યૂઝિક પણ બહુ જ પસંદ આવી રહ્યું છે. ઉલ્લેખનીય છે કે હાલ કોઇ મોટી બોલીવૂડ રિલિઝ નથી ત્યારે આ વીકએન્ડ પર નીચેની ફિલ્મોએ કરી છે જોરદાર કમાણી....

સચિનની ફિલ્મની કમાણી
સચિન તેંડુલકરની ફિલ્મ સચિન અ બિલિયન ડ્રિમ્સ શુક્રવારે રિલિઝ થઇ. આ ફિલ્મે ઓપનિંગ વીકએન્ડમાં જ 25 કરોડ જેટલી કમાણી કરી લીધી. કોઇ પણ ડોક્યૂમેન્ટ્રી ડ્રામા ફિલ્મ માટે આ આંકડો ખરેખરમાં મોટો છે. ક્રિકેટ રસિયાઓ મોટી સંખ્યામાં આજે પણ આ ફિલ્મ જોવા જઇ રહ્યા છે. જો કે ધોનીની ફિલ્મ સાથે આ ફિલ્મની કમાણીની કમ્પેર ના કરી શકાય.

હિન્દી મિડિયમ
તો ઇરફાન ખાન સ્ટારર ફિલ્મ હિંદી મીડિયમ પણ સારી કમાણી કરી રહી છે. રોમાન્સ અને એક્શનથી દૂર તેવી આ ફિલ્મને લોકો ખૂબ જ પસંદ કરી રહ્યા છે. એટલું જ નહીં આ ફિલ્મની રિલિઝના સેકન્ડ વીક હોવા છતાં તેણે અત્યાર સુધીમાં 35 કરોડ રૂપિયાની કમાણી કરી લીધી છે. ઉલ્લેખનીય છે કે આ ફિલ્મ જ 22 કરોડના બજેટમાં બની છે. અને હજી પણ થિયેટરમાં ચાલી રહી છે.

બાહુબલી 2
બાહુબલી 2 ના રિલિઝને લાંબો સમય થઇ ગયો પણ આ એક તેવી ફિલ્મ છે જે હજી પણ થિયેટરના પોસ્ટરમાંથી હટવાનું નામ નથી લઇ રહી. હજી પણ મોટી સંખ્યામાં લોકો બાહુબલી 2 જોવા આવી રહ્યા છે. અને આ ફિલ્મ કમાણીના બીજા રેકોર્ડ એક પછી એક તોડી રહી છે.

બોક્સ ઓફિસ
ઉલ્લેખનીય છે કે આ વીકએન્ડ પર બોલીવૂડની કોઇ મોટી ફિલ્મ રિલિઝ નથી થઇ. જે વાતનો ફાયદો આ તમામ ફિલ્મોને થઇ રહ્યો છે. શાળાઓ ખુલી રહી છે અને વેકેશન પૂર્ણ થઇ રહ્યા છે ત્યારે બોક્સ ઓફિસ પર લોકો આ ફિલ્મો જોઇ રહ્યા છે. અને મનોરંજન મેળવી રહ્યા છે.
-
ગુજરાતમાં ફરી આફતનુ માવઠું, 28 થી 30 માર્ચ દરમિયાન કમોસમી વરસાદની આગાહી -
ગુજરાતમાં ગરમીનો પારો વધ્યો, સૌથી વધુ ગરમી વડોદરા અને અમરેલીમાં નોંધાઈ, જાણો હવામાન વિભાગની આગાહી -
ભારતને ઈરાનનો મોટો પ્રસ્તાવ, ક્રૂડ ઓઈલ અને ગેસ સપ્લાયની ઓફર -
સોના-ચાંદીના ભાવમાં ફરી મોટો ઘટાડો, જાણો આજના લેટેસ્ટ રેટ -
અમેરિકાના ટેક્સાસમાં વેલેરો રિફાઇનરીમાં વિસ્ફોટ થતા હંગામાનો માહોલ -
ગુજરાતમાં આજથી ચણા-રાયડાની ટેકાના ભાવે ખરીદી શરૂ, 2.96 લાખ ખેડૂતોને ફાયદો થશે -
સોના-ચાંદીના ભાવમાં મોટો કડાકો, જાણો આજના તાજા ભાવ -
ગુજરાતમાં પેટ્રોલની અછત હોવાની વાત ફેલાતા હંગામો, જાણો સરકારે શું કહ્યું? -
પીએમ નરેન્દ્ર મોદીએ ગેસ સંકટ મુદ્દે મૌન તોડ્યુ, જાણો શું કહ્યું? -
સ્થાનિક સ્વરાજની ચૂંટણી માંટે AAP એ 460 ઉમેદવારોની પ્રથમ યાદી જાહેર કરી -
ગુજરાતમાં બીજા દિવસે પણ પેટ્રોલ-ડીઝલને લઈને હંગામો યથાવત, લાંબી લાઈનો લાગી -
VerSe Innovation : નફાકારકતા અને AI તરફ મજબૂત ડગલુ, ભવિષ્યમાં IPO લાવવાની યોજના










Click it and Unblock the Notifications
