Box Office: જાણો 12 દિવસમાં બજરંગી ભાઇજાને કેટલી અધધધ કમાણી કરી

કબીર ખાનની ફિલ્મ બજરંગી ભાઇજાનને બે અઠવાડિયામાં બોક્સ ઓફિસ પર ધમાલ મચાવી છે. આ ફિલ્મ જ્યારથી આવી છે ત્યારથી એક પછી એક રેકોર્ડ જ તોડી રહી છે. સલમાન ખાન, કરીના કપૂર, નવાજુદ્દીન સિદ્દીકી અને હર્ષલી મલ્હોત્રાની આ ફિલ્મ ઇદના પહેલા 17 જુલાઇના દિવસે રિલિઝ થઇ હતી. અને આ ફિલ્મ 12 દિવસમાં 259.12 કરોડ રૂપિયાનું કલેક્શન કરી ચૂકી છે.

આ તો થઇ કલેક્શનની વાત. પણ શું તમને ખબર છે કે બજરંગી ભાઇજાને કેટલો નફો કમાયો છે. આ ફિલ્મનું બજેટ 90 કરોડનું હતું. એટલે કે આ ફિલ્મે અત્યાર સુધીમાં 169.12 કરોડ રૂપિયાનો પ્રોફિટ કમાયો છે.

ત્યારે બજરંગી ભાઇજાને કેવા કેવા રેકોર્ડ તોડ્યા છે અને તેના બોક્સ ઓફિસમાં તેણે કેટલા રૂપિયાનો મુનાફો કમાયો છે તે વિષે જાણો આ ફોટોસ્લાઇડરમાં...

પ્રોફિટ

પ્રોફિટ

બજરંગી ભાઇજાને અત્યાર સુધીમાં બોક્સ ઓફિસમાં 188 ટકાનો પ્રોફિટ કમાયો છે. ફિલ્મનું કુલ બજેટ 90 કરોડ હતું. અને આ ફિલ્મ માત્ર 12 દિવસમાં 259.12 કરોડનું કલેક્શન કરી ચૂકી છે.

બોક્સ ઓફિસ

બોક્સ ઓફિસ

ફિલ્મે 9 દિવસમાં જ 217.82 રૂપિયાની જબરદસ્ત કમાણી કરે છે. જે 9 દિવસોમાં કમાયેલી સૌથી વધુ કમાણી છે.

200 કરોડની કલ્બ

200 કરોડની કલ્બ

ફિલ્મે 200 કરોડની કલ્બમાં પણ એન્ટ્રી લઇ લીધી છે. જો કે આ પહેલા સલમાન ખાનની ફિલ્મ કિક પણ આ 200 કરોડની કલ્બમાં પોતાનું નામ નોંધાવી ચૂકી છે. જો કે આ પહેલા પણ કેટલીક ફિલ્મો છે જેણે 200 કરોડની કલ્બમાં એન્ટ્રી કરેલી છે.

3 ઇડિયટ્સ

3 ઇડિયટ્સ

આમિર ખાનની પહેલી સૌથી વધુ કલેક્શન કરનાર ફિલ્મ હતી 3 ઇડિયટ. જેણે 202 કરોડ રૂપિયાની કમાણી કરી હતી. જો કે સલમાન ખાનની બજરંગી ભાઇજાને આ ફિલ્મને પણ પછાડી મૂકી છે.

ચેન્નઇ એક્સપ્રેસ

ચેન્નઇ એક્સપ્રેસ

શાહરૂખ ખાનની ચેન્નઇ એક્સપ્રેસ પણ 226 કરોડ રૂપિયાની કમાણી કરી ચૂકી છે. જો કે બજરંગી ભાઇજાને તેને પણ પછાડી દીધી છે.

2015ની સૌથી મોટી ફિલ્મ

2015ની સૌથી મોટી ફિલ્મ

કબીર ખાનની ફિલ્મ બજરંગી ભાઇજાન આ વર્ષની અત્યાર સુધીની સૌથી મોટી ઓપનર સાબિત થઇ છે. બજરંગી ભાઇજાને વરુણ ધવનની ફિલ્મ એબીસીડી 2ના પણ રેકોર્ડ તોડ્યા છે. એબીસીડી-2એ પહેલા દિવસે 14.3 કરોડની કમાણી કરી હતી. જ્યારે બજરંગી ભાઇજાને 27.25 કરોડની કમાણી કરી છે.

પાકિસ્તાનમાં પણ નંબર 1

પાકિસ્તાનમાં પણ નંબર 1

બજરંગી ભાઇજાને પાકિસ્તાનમાં પણ ઓપનિંગ દિવસે 6.5 કરોડની ધમાકેદાર એન્ટ્રી કરી હતી. બોલીવૂડ સિનેમામાં આટલી કમાણી અત્યાર સુધી કોઇ ફિલ્મે નથી કરી.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
loader
X