• search
For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

ભૂલ, ભાવુક અને ભયઃ આંખોએ વ્યક્ત કરી સંજૂબાબાની વેદના

By Rakesh
|

એકતરફ દેશ રંગોના તહેવાર હોળીની રંગેચંગે ઉજવણી કરી રહ્યો હતો તો બીજી તરફ ભુલ, ભાવુકતા અને ભય રૂપી રંગોના ઝરણમાં એક જિંદગી ઝોલા ખાઇ રહી હતી અને એ જિંદગી એટલે બીજુ કોઇ નહીં, સંજય દત્ત. જી હાં, બોલિવૂડનો નામી ચહેરો અને યુવાનોમાં મુન્નાભાઇના નામથી લોકપ્રિય બની ગયેલા સંજય દત્તે કોર્ટ દ્વારા 20 વર્ષ પહેલાના ગેરકાયદે હથિયાર રાખવાના ગુન્હામાં પાંચ વર્ષની સજા સંભળાવ્યા બાદ આજે પહેલીવાર પોતાની જાતને મીડિયા સમક્ષ પ્રસ્તુત કરી હતી. મીડિયાને સંબોધન કરતી વખતે તેની આંખોમાં આપણે સ્પષ્ટપણે જોઇ શકીએ તેમ તેણે જે ભૂલ કરી હતી તે ભૂલની સ્વિકૃત્તિ, ભાવુકતા અને જેલમા ગયા પછી પરિવારનું કોણ? તેનો ભય આસું થકી છલકી રહ્યો હતો. તેની આંખોમાંથી વહી રહેલા આસું એ વાત જણાવી રહ્યાં હતા કે યુવાનીના જોશમાં વહીને તેણે જે ભૂલ 20 વર્ષ પહેલા કરી તે કેટલી ગંભીર હતી અને યુવાનીમાં કરેલી ભૂલ જીવનના આ પડાવમાં એ ભૂલના પડેલા પડઘાંથી તેના પરિવાર પર શુ વીતિ રહી છે તેની લાગણી આંખોએ આજે મીડિયાને સંબોધન કરતી વખતે બયાં કરી હતી.

સવારે 10.30થી 11ની વચ્ચે પોતાની આગામી ફિલ્મ 'પુલીસગીરી'ના શુટિંગ માટે સ્ટૂડિયો પર આવેલા સંજય દત્તે મીડિયાને સંબોધન કરતી વેળા કહ્યું કે, હું મારા દેશને ઘણો પ્રેમ કરે છે, સુપ્રિમ કોર્ટે જે નિર્ણય કર્યો છે તેનો હું સ્વિકાર કરું છું અને હું માફી માટે કોઇપણ પ્રકારની અરજી નહીં કરું, મારા પરિવાર આફત આવી ગઇ છે, પરિવાર ભાંગી પડ્યો છે અને હું મારા પરિવાર સાથે સમય વિતાવવા માંગુ છું. આટલું કહેતાં-કહેતાં બોલિવૂડ અભિનેતા પોતાની ભાવના અને ભયને રોકી શક્યો નહતો અને મીડિયા સમક્ષ જ રડી પડ્યો હતો. મીડિયા સમક્ષ સંજયની જે સ્થિતિ હતી તેને જોઇને આપણે સહજતાથી સમજી શકીએ છીએ કે નાદાનીમાં તેણે જે કર્યું હતું તેનો પસ્તવો તેને થઇ રહ્યો છે અને તેણે જે ખોટું કર્યું છે, તેની સજા પામવા તે તૈયાર છે. આજે જ્યારે તે પત્રકારો સમક્ષ આવ્યો ત્યારે કોઇ બોલિવૂડ અભિનેતા, સ્ટાર કે સેલિબ્રિટી તરીકે નહીં પરંતુ એક સામાન્ય વ્યક્તિ તરીકે આવ્યો, મીડિયાને સંબોધન કરતી વખતે તેના અવાજ અને શબ્દોમાં એક ભારણ જણાતું હતું, જે સંજય દત્તની દાસ્તાં રજૂ કરવા અને આપણે ને સમજવા માટે પુરતું હતું કે સંજય દત્ત કોર્ટના ચૂકાદાથી કેટલી હદે તૂટી ગયો છે.

શું કહ્યું પત્રકારોને સંબોધિત કરતી વખતે સંજય દત્તે

આજે સવારે શુટીંગ પર જતાં પહેલાં સંજય દત્તે પોતાના ઘરે પત્રકાર પરિષદને સંબંધી હતી. પત્રકાર પરિષદને સંબોધતાં સંબોધતાં તેમની આંખો ભરાઇ આવી હતી અને પોતાની બહેન પ્રિયા દત્તને ગળે વળગી રડવા લાગ્યો હતો. સંજય દત્તે જણાવ્યું હતું કે હું મારા દેશને ખૂબ પ્રેમ કરું છું, હું આત્મસમર્પણ કરીશ. હું માફી માંગીશ નહી. હું મારા પરિવાર સાથે સમય વિતાવવા માંગું છું. હું અને પરિવાર ભાંગી પડ્યો છે. મારો પરિવાર તૂટી ગયો છે,મને સાથ આપવા બદલ હું સૌ કોઇનો આભાર માનું છું.હાલ મારી પાસે ઘણું કામ છે જે મારે પૂર્ણ પણ કરવાનું છે. જે લોકો મારા માટે માફીની માંગણી કરી રહ્યાં છે તેમનો આભાર વ્યક્ત કરું છું.

ફરી ભાંગી પડ્યો સંજૂનો પરિવાર

સંજય દત્તે તેના જીવનમાં જેટલી ખુશી જોઇને તેના કરતા તેણે વધારે દુઃખ જોયા છે. માતાનું નિધન, પત્નીનું નિધન, ડ્રગ્સની લત અને 1993માં થયેલા વિસ્ફોટ સમયે ગેરકાયદે રીતે હથિયાર રાખવાનો કેસ. પોતાના આ તમામ દુઃખ અને કપરા સમયને ભૂલાવીને સંજય દત્તે એક સારી જિંદગી જીવવાની શરૂઆત જ કરી હતી અને ફરી લોકોના દીલમાં એક એવા વ્યક્તિ તરીકેનું સ્થાન પામવા મથમાણ કરી કે જેના પ્રત્યે લોકોમાં પ્રેમની લાગણી જન્મે. તેણે આ હાંસલ પણ કર્યું પરંતુ, જીવનની ગાડી એજ રફતારથી આગળ વધે તે પહેલા જ 1993ના ભૂતે જે ભૂંકપ સર્જ્યો તેનાથી તેની જિંદગી ટ્રેક પરથી ઉતરી ગઇ. સુપ્રીમ કોર્ટે 21 માર્ચે જે ચૂકાદો સંભળાવ્યો તેનાથી સંજય દત્તનો પરિવાર ધડમૂળથી હલી ગયો. સંજય દત્તને હરકદમ સાથ આપતી તેની બહેન પ્રિયા દત્તને પણ ના સમજાયું કે હવે તેણે શું કરવું? પિતાના નિધન બાદ સંજય દત્તને સંભાળનાર બહેન જ આ વખતે તૂટી પડી? સુખના સાગરમાંથી અચાનક દત્ત પરિવાર દુઃખના દલદલમાં ફસાઇ ગયો. ફરી એકવાર તેનો પરિવાર ભાંગી પડ્યો અને એ જ વાતનું દુઃખ, પરિવારની સુરક્ષા, તેના ગયા પછી પરિવારનું કોણ? કેવી રીતે પરિવાર તેના જેલ કાળ દરમિયાન રહેશે એ વાતનો ભય તેની આંખોમાં ઝળકી રહ્યો હતો.

21મી માર્ચે કોર્ટે સંભળાવી સજા

સુપ્રિમ કોર્ટે વધુ એક મહત્વપુર્ણ ચુકાદો સંભળાવતાં સંજય દત્તની સજાને ઘટાડીને પાંચ વર્ષની સજા કરી દિધી છે. આ ચુકાદાને ધ્યાનમાં રાખતાં સંજય દત્તને જેલની હવા ખાવી પડશે. કારણ કે સંજય દત્તને અત્યારસુધી 18 મહિનાની સજા કાપી છે. અત્રે ઉલ્લેખનીય છે કે મુંબઇની ટાડા કોર્ટે સંજય દત્તને આર્મ્સ એક્ટ હેઠળ છ વર્ષની સજા સંભળાવી છે. જેની વિરૂદ્ધ સંજય દત્તે સુપ્રિમ કોર્ટમાં અપીલ કરી હતી. જ્યારે બોલિવુડ સ્ટાર સંજય દત્તની સજા 6 વર્ષથી ઘટાડીને 5 વર્ષની કરી દિધી છે. આ સાથે જ સ્પષ્ટ થઇ ગયું છે કે સંજય દત્તને જેલની સજા ભોગવવી પડશે. આર્મ્સ એક્ટ હેઠળ સંજય દત્ત 18 મહિનાની સજા ગુજારી ચુક્યા હતા, તો તેમને હવે વધુ 42 મહિના જેલમાં પસાર કરવા પડશે.

શું થયું હતું 20 વર્ષ પહેલાં

1993માં ડી કંપની દ્વારા મુંબઇમાં શ્રેણીબદ્ધ વિસ્ફોટ કરવામાં આવ્યા હતા. એ દરમિયાન બોલિવૂડ અભિનેતા સંજય દત્ત પાસેથી 9 એમએમની પિસ્તોલ અને એક-56 મળી આવી હતી. ટાડા કોર્ટ દ્વારા સંજય દત્ત વિરુદ્ધ ચુકાદો આપતા તેને છ વર્ષની સજા ફટકારી હતી. સંજય દત્તે 16 મહિના જેલમાં વિતાવ્યા. તેણે ટાડા કોર્ટ દ્વારા સંભળાવવામાં આવેલા ચુકાદાને સુપ્રિમમાં પડકાર્યો જ્યાં તેને 21 માર્ચના રોજ પાંચ વર્ષની સજા ફટકારવામાં આવી હતી. 1993માં થયેલા વિસ્ફોટમાં 257 લોકોના મોત નિપજ્યાં હતા અને 713 લોકોને ઇજા પહોંચી હતી.

26 એપ્રીલ 1993થી 21 માર્ચ 2013 સુધીનો ઘટનાક્રમ

26 એપ્રીલ, 1993: સંજય દત્તે પોતાનો ગુન્હો કબુલ્યો, પરંતુ બાદમાં તેણે ફેરવી તોળ્યું

3 મે, 1993: સંજય દત્ત જામીન પર છૂટ્યો

4 જુલાઇ, 1994: જામીન રદ કરવામાં આવ્યા અને તેની ફરીથી જેલમાં મોકલવામાં આવ્યો

16 ઓક્ટોબર, 1995: 18 મહિના જેલમાં ગુજાર્યા બાદ સંજય દત્તને ફરીથી જામીન મળ્યા.

27 નવેમ્બર, 2006: 1993 મુંબઇ વિસ્ફોટ કેસમાં ટાડા કોર્ટે ચૂકાદો સંભળાવ્યો અને સંજય દત્તને સમન્સ પાઠવ્યું.

28 નવેમ્બર, 2006: આર્મ્સ એક્ટ હેઠળ સંજય દત્તને દોષી જાહેર કરાયો પરંતુ અન્ય કેસોમાંથી તેને મુક્તિ આપવામાં આવી.

જુલાઇ 2007: સંજય દત્તને એકે 56 અને 9એમએમ પિસ્તોલને ગેરકાયદે રીતે રાખવાના ગુન્હા સબબ 2006માં દોષી જાહેર કરવામાં આવ્યો હતો, પરંતુ અન્ય ગંભીર ગુન્હામાંથી તેને મુક્તિ આપવામાં આવી હતી.

2 ઓગસ્ટ, 2007: સંજય દત્તની ફરીથી ધરપકડ કરવામાં આવી અને તેને યરવાડા જેલમાં મોકલવામાં આવ્યો.

20 ઓગસ્ટ, 2007: સુપ્રિમ કોર્ટ દ્વારા સંજય દત્તને જામીન આપવામાં આવ્યા.

21 માર્ચ, 2013: સુપ્રિમ કોર્ટ દ્વારા સંજય દત્તને પાંચ વર્ષની સજા સંભળાવી અને ચાર અઠવાડિયાની અંદર આત્મસમર્પણ કરવા જણાવ્યું.

ભૂલ, ભાવુક અને ભયઃ આંખોએ વ્યક્ત કરી સંજૂબાબાની વેદના

ભૂલ, ભાવુક અને ભયઃ આંખોએ વ્યક્ત કરી સંજૂબાબાની વેદના

ભૂલ, ભાવુક અને ભયઃ આંખોએ વ્યક્ત કરી સંજૂબાબાની વેદના

ભૂલ, ભાવુક અને ભયઃ આંખોએ વ્યક્ત કરી સંજૂબાબાની વેદના

ભૂલ, ભાવુક અને ભયઃ આંખોએ વ્યક્ત કરી સંજૂબાબાની વેદના

ભૂલ, ભાવુક અને ભયઃ આંખોએ વ્યક્ત કરી સંજૂબાબાની વેદના

ભૂલ, ભાવુક અને ભયઃ આંખોએ વ્યક્ત કરી સંજૂબાબાની વેદના

ભૂલ, ભાવુક અને ભયઃ આંખોએ વ્યક્ત કરી સંજૂબાબાની વેદના

ભૂલ, ભાવુક અને ભયઃ આંખોએ વ્યક્ત કરી સંજૂબાબાની વેદના

ભૂલ, ભાવુક અને ભયઃ આંખોએ વ્યક્ત કરી સંજૂબાબાની વેદના

ભૂલ, ભાવુક અને ભયઃ આંખોએ વ્યક્ત કરી સંજૂબાબાની વેદના

ભૂલ, ભાવુક અને ભયઃ આંખોએ વ્યક્ત કરી સંજૂબાબાની વેદના

ભૂલ, ભાવુક અને ભયઃ આંખોએ વ્યક્ત કરી સંજૂબાબાની વેદના

ભૂલ, ભાવુક અને ભયઃ આંખોએ વ્યક્ત કરી સંજૂબાબાની વેદના

ભૂલ, ભાવુક અને ભયઃ આંખોએ વ્યક્ત કરી સંજૂબાબાની વેદના

ભૂલ, ભાવુક અને ભયઃ આંખોએ વ્યક્ત કરી સંજૂબાબાની વેદના

ભૂલ, ભાવુક અને ભયઃ આંખોએ વ્યક્ત કરી સંજૂબાબાની વેદના

ભૂલ, ભાવુક અને ભયઃ આંખોએ વ્યક્ત કરી સંજૂબાબાની વેદના

ભૂલ, ભાવુક અને ભયઃ આંખોએ વ્યક્ત કરી સંજૂબાબાની વેદના

ભૂલ, ભાવુક અને ભયઃ આંખોએ વ્યક્ત કરી સંજૂબાબાની વેદના

lok-sabha-home

English summary
break down in front of media sanjay saw his scare., Sanjay Dutt will start shooting from today. He will go on kamalistan studio for shooting of Zanzeer film. He will also go for dubbing of policegiri film.

For Breaking News from Gujarati Oneindia
Get instant news updates throughout the day.

Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X

Loksabha Results

PartyLWT
BJP+3400340
CONG+88088
OTH1100110

Arunachal Pradesh

PartyLWT
BJP13013
CONG000
OTH202

Sikkim

PartyLWT
SDF606
SKM505
OTH000

Odisha

PartyLWT
BJD74074
BJP22022
OTH909

Andhra Pradesh

PartyLWT
YSRCP1500150
TDP24024
OTH101

-
We use cookies to ensure that we give you the best experience on our website. This includes cookies from third party social media websites and ad networks. Such third party cookies may track your use on Oneindia sites for better rendering. Our partners use cookies to ensure we show you advertising that is relevant to you. If you continue without changing your settings, we'll assume that you are happy to receive all cookies on Oneindia website. However, you can change your cookie settings at any time. Learn more