Breaking News : મનીષા હૉસ્પિટલમાં, કૅંસરની શંકા !
મુંબઈ : 29 નવેમ્બર. બૉલીવુડમાંથી એક મોટા અને માઠા સમાચાર આવી રહ્યાં છે. સમાચાર છે કે અભિનેત્રી મનીષા કોઈરાલાને બેભાન અવસ્થામાં મુંબઈની જસલોક હૉસ્પિટલમાં દાખલ કરવામાં આવી છે. જોકે હૉસ્પિટલ સૂત્રોની માનીએ તો મનીષાને ચુપચાપ બુધવારે જ હૉસ્પિટલમાં દાખલ કરવામાં આવી હતી. આ વાત મીડિયા સામે જાહેર થવા દેવામાં નહોતી આવી.

મનીષાના પરિવારજનો તરફથી કહેવાઈ રહ્યું છે કે મનીષાને રેગ્યુલર ચેકઅપ માટે હૉસ્પિટલમાં દાખલ કરાયાં છે, પરંતુ ટાઇમ્સ ઑફ ઇન્ડિયાના સૂત્રો તરફથી જાણવા મળે છે કે મનીષાને કૅંસર થઈ ગયું છે. તેથી તેમને હૉસ્પિટલમાં દાખલ કરાયાં છે.
મનીષા કોઈરાલાને દારૂ પીવાની ટેવ છે. તેથી તેઓ સામાન્ય રીતે પાર્ટીઓમાં વધુ દારૂ પીધા પછી તેઓ બેભાન થઈ જાય છે. કહેવાય છે કે મનીષાના અંગત જીવનમાં ખૂબ જ મુશ્કેલીઓ છે. તેથી તેઓ વધુ પ્રમાણમાં દારૂ પી લે છે. એમ પણ કહેવાય છે કે તેમની અને તેમના પતિ વચ્ચે અણબનાવ છે. બંને છુટાછેડા પણ લેવાનાં છે.
સુંદર અને ગંભીર અભિનેત્રી ગણાતા મનીષા કોઈરાલાનો 90ના દશકામાં બૉલીવુડની ટોચની અભિનેત્રીઓનો સમાવેશ થતો હતો. મનીષાએ 1990માં ફિલ્મ સૌદાગર દ્વારા બૉલીવુડમાં એન્ટ્રી કરી હતી. પછી તેમણે બૉમ્બે, 1942 ઍ લવ સ્ટોરી, અગ્નિસાક્ષી, ગુપ્ત, અકેલે હમ અકેલે તુમ, દિલ સે, મન અને લજ્જા જેવી શ્રેષ્ઠ ફિલ્મોમાં કામ કર્યું. તાજેતરમાં જ તેઓ રામ ગોપાલ વર્માની ભૂત રિટર્ન્સ ફિલ્મમાં દેખાયા હતાં.












Click it and Unblock the Notifications
