For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

Miss universe 2018: કૈટરિઓના ગ્રેએ જીત્યો ખિતાબ, ગુજરાતી નેહલે જીત્યું દિલ

કૈટરિઓના ગ્રેએ જીત્યો ખિતાબ, ગુજરાતી નેહલે જીત્યું દિલ

|
Google Oneindia Gujarati News

બેંકૉકઃ મિસ યૂનિવર્સ 2018નો તાજ ફિલિપાઈન્સની કૈટરિઓના ગ્રેએ જીત્યો છે, આ પ્રતિયોગિતામાં ભારતીય સુંદરી નેહલ ચુડાસમા ટૉપ-20માં પણ જગ્યા ન બનાવી શકી, આ પ્રતિયોગિતામાં દક્ષિણ આફ્રિકાની ટૈમરિન ગ્રીન ફર્સ્ટ રનર-અપ અને વેનેજુએલાની સ્થેફની ગુટરેજ સેકન્ડ રનરઅપ રહી. કૈટરિઓના ગ્રેને બ્રહ્માંડ સુંદરીનો તાજ મિસ યૂનિવર્સ 2017 ડેમી લે નેલ-પીટર્સે પહેરાવ્યો હતો.

ફિલિપાઈન્સની કૈટરિઓના ગ્રેએ જીત્યો ખિતાબ

ફિલિપાઈન્સની કૈટરિઓના ગ્રેએ જીત્યો ખિતાબ

જણાવી દઈએ કે ટૉપ 20માં ઓસ્ટ્રેલિયા, બ્રાઝીલ, કેનેડા, કોસ્ટા રિકા, કુરાકો, ગ્રેટ બ્રિટેન, હંગેરી, ઈન્ડોનેશિયા, આયરલેન્ડ, જમૈકા, નેપાળ, ફિલીપાઈન્સ, પોલેન્ડ, પ્યૂટરે રિકો, દક્ષિણ આફ્રિકા, થાઈલેન્ડ, અમેરિકા, વેનેજુએલા અને વિયેતનામની કન્ટેસ્ટન્ટ સામેલ ઈ, આ શોનું આયોજન 5 વખત એમની અવૉર્ડ જીતનાર સ્ટીવ હાર્વીએ કર્યું હતું, આ સમારોહનું ભવ્ય આયોજન થયું હતું.

ભારતની નેહલ

ભારતની નેહલને ટૉપ 20માં ભલે જગ્યા ન મળી શકી હોય પરંતુ તેમ છતાં નેહલનું પરફોર્મન્સ સૌનું દિલ જીતી લે તેવું રહ્યું. જણાવી દઈએ કે નેહલ ચુડાસમા ગુજરાતની રહેવાસી છે અને તે મોડેલિંગની સાથોસાથ ફિટનેસ કંસલ્ટેન્ટનું પણ કામ કરે છે.

મુંબઈના ઠાકુર કોલેજ ઑફ સાયન્સ એન્ડ કોમર્સ

મુંબઈના ઠાકુર કોલેજ ઑફ સાયન્સ એન્ડ કોમર્સ

જણાવી દઈએ કે નેહલ ચુડાસમા મિસ ડીવા 2018 અને મિસ યૂનિવર્સ ઈન્ડિયા 2018નો ખિતાબ જીતી ચૂકી છે, તેણે મુંબઈના ઠાકુર કોલેજ ઑફ સાયન્સ એન્ડ કોમર્સથી બેચલર ડિગ્રી મેળવી છે, આજે નેહલ આ પ્રતિયોગિતામાં ભલે ખાસ પ્રદર્શન ન કરી શકી હોય પરંતુ તેણે સૌંદર્ય અને હિંમતની એક નવી પરિભાષા આપી છે.

13 વર્ષની ઉંમરે જ માતાનું નિધન

13 વર્ષની ઉંમરે જ માતાનું નિધન

માત્ર 13 વર્ષની ઉંમરે જ નેહલે પોતાની માને કેન્સરને કારણે ગુમાવી દીધી અને નેહલે પોતાના સાવલા રંગને કારણે ભારે આલોચનાનો સામનો પણ કરવો પડ્યો હતો, છતાં નેહલ હિંમત ન હરી અને મોડેલિંગને પોતાનું કરિયર તરીકે પસંદ કર્યું અને એટલો લાંબો સફર ખેડ્યો આ કારણે જ નેહલ ભલે મિસ યૂનિવર્સનો ખિતાબ ન જીતી શકી પરંતુ તેણે લોકોનું દિલ જીતી લીધું છે.

Video: કપિલ શર્મા શોનું ટીઆરપી બ્લાસ્ટ કમબેક, સલમાન અને રણવીર, સુપરહિટ! Video: કપિલ શર્મા શોનું ટીઆરપી બ્લાસ્ટ કમબેક, સલમાન અને રણવીર, સુપરહિટ!

English summary
Catriona Elisa Gray from Philippines was crowned Miss Universe 2018 at a gala ceremony, India's Nehal Chudasama failed to make it to the Top 20.
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X