સુશાંતના દિમાગનુ પોસ્ટમોર્ટમ કરશે CBI, આ પહેલા બે વાર અપનાવાઈ છે આ રીત
સીબીઆઈ સુશાંત સિંહ રાજપૂતના દિમાગની પણ ઑટોપ્સી કરશે.
નવી દિલ્લીઃ સુશાંત સિંહ રાજપૂતના મોત કેસમાં સીબીઆઈ પોતાની તપાસને ઘણી ઝડપથઈ આગળ વધારી રહી છે. આ કેસમાં એક પછી એક ઘણા લોકોની સીબીઆઈ પૂછપરછ કરી ચૂકી છે અને તેમના નિવેદન નોંધવામાં આવી ચૂક્યા છે. પરંતુ હજુ સુધી આ સમગ્ર મામલે ગુત્થી ઉકેલાતી નથી દેખાઈ રહી. આ દરમિયાન સમાચાર સામે આવ્યા છે કે સીબીઆઈ સુશાંત સિંહ રાજપૂતના દિમાગની પણ ઑટોપ્સી કરશે. એટલે કે સુશાંત સિંહ રાજપૂતની જિંદગી સાથે જોડાયેલી દરેક વાત, જેમાં તેમનુ સોશિયલ મીડિયા અકાઉન્ટ, વૉટ્સએપ ચેટ, પરિવાર અને દોસ્તો સાથે તેમની વાતોને પણ સીબીઆઈ વિશ્લેષણ કરશે. આના માટે સેન્ટ્રલ ફોરેન્સિક સાયન્સ લેબોરેટરીની મદદ લેવામાં આવશે.

બે વાર અપનાવાઈ છે આ રીત
આ સાથે જ સીબીઆઈ સુશાંતના મૂડ સ્વિંગ, વર્તનમાં આવનાર ફેરફાર, વ્યક્તિગત ઓળખને પણ સમજવાની કોશિશ કરશે જેથી તેમને સુશાંતની માનસિક સ્થિતિ વિશે સાચી માહિતી મળી શકે જેના કારણે સુશાંતે આત્મહત્યા જેવુ મોટુ પગલુ લીધુ. સૂત્રોએ જણાવ્યુ કે સુશાંત સિંહ રાજપૂતના દિમાગનુ પોસ્ટમોર્ટમ કરવામાં આવશે. તમને જણાવી દઈએ કે આ પહેલા આ રીતની તપાસ માત્ર બે વાર થઈ છે અને હવે ત્રીજી વાર સીબીઆઈ સુશાંત મામલે કરવા જઈ રહી છે. સુશાંત સિંહ રાજપૂતથી પહેલા આ રીતની તપાસ સુનંદા પુષ્કર અને બુરાડી નરસંહાર કેસમાં કરવામાં આવી હતી.

માનસિક સ્થિતિ જાણવામાં લાગી છે સીબીઆઈ
આ સાથે જ સુશાંત સિંહ રાજપૂતનો પોસ્ટમોર્ટમ રિપોર્ટ પણ સીબીઆઈ બારીકાઈથી સમજવાની કોશિશ કરી રહી છે. આના માટે એઈમ્સની ચાર સભ્યોન ફોરેન્સિક ટીમની મદદ લેવામાં આવી રહી છે કે જે સુશાંત સિંહ રાજપૂતનો ઑટોપ્સી રિપોર્ટ તૈયાર કરશે. સુશાંત સિંહ રાજપૂત કેસની તપાસ હાથમાં આવ્યા બાદથી જ સીબીઆઈ શુક્રવારથી મુંબઈમાં છે. તમને જણાવી દઈએ કે સુશાંત કેસની તપાસ સીબીઆઈની ક્રેક ટીમની એ જ યુનિટ કરી રહી છે જેની પાસે વિજય માલ્યાનો પણ કેસ છે.

પૂર્વ ગર્લફ્રેન્ડ્ઝને પણ કરવામાં આવી શકે છે સમન
માનવામાં આવી રહ્યુ છે કે સીબીઆઈ જલ્દીથી જલ્દી પરિણામ પહોંચવા માટે સુશાંત સિંહ રાજપૂતની પૂર્વ ગર્લફ્રેન્ડ રહેલી અંકિતા લોખંડે અને રિયા ચક્રવર્તી સાથે કથિત ગર્લફ્રેન્ડ રહેલી અભિનેત્રીઓને પણ કેસની સઘન તપાસ માટે પૂછપરછ કરી શકે છે. સુશાંત સિંહ રાજપૂતની છેલ્લી ફિલ્મની હિરોઈન રહેલી સંજના સાંઘીને પણ પૂછપરછ માટે સમન કર્યુ હતુ અને તેની લગભગ 7 કલાક સુધી પૂછપરછ કરી હતી. સંજના સાંઘીને સુશાંત સિંહ રાજપૂત સાથે લિંક અપ્સ વિશે ઉડી રહેલ અફવાઓના કારણે મુંબઈ પોલિસે સંજના સાંઘીને પૂછપરછ માટે બોલાવી હતી.












Click it and Unblock the Notifications
