Vogueના આ ફોટોશૂટને કારણે કરણ જોહર થયા ટ્રોલ, જાણો કેમ?
વોગ મેગેઝિનની 10મી એનિવર્સરી પર મેગેઝિનના ત્રણ કવરપેજ બહાર પાડવામાં આવ્યા છે. આ કવરપેજ પર અલગ-અલગ ફીલ્ડની 10 સેલિબ્રિટીના ફોટા લેવામાં આવ્યા છે. ત્રણેય કવરપેજ હાલ સોશિયલ મીડિયા પર ખૂબ વાયરલ થઇ રહ્યાં
વોગ હાલ તેની 10મી એનિવર્સરીની ઉજવણીમાં વ્યસ્ત છે અને સોશિયલ મીડિયા પર લોકો વોગના લેટેસ્ટ કવરપેજના વખાણ કરવામાં વ્યસ્ત છે. તેના 10મી એનિવર્સરીની સ્પેશ્યલ એડિશનમાં જુદા-જુદા ક્ષેત્રની સેલિબ્રિટીનો સમાવેશ કરવામાં આવ્યો છે અને આ હેઠળ વોગના ત્રણ કવરપેજીસ હાલ સોશિયલ મીડિયા પર જોવા મળે છે. ત્રણેય કવરપેજીસ ખૂબ આકર્ષક છે.

10 સેલિબ્રિટિઝ
વોગના કવર પેજ પર શાહરૂખ ખાન, કરણ જોહર, પ્રિયંકા ચોપરા, અનુષ્કા શર્મા, ટ્વીંકલ ખન્ના, સોનમ કપૂર જેવી બોલિવૂડ સેલિબ્રિટીઝ ઉપરાંત નીતા અંબાણી, મિતાલી રાજ, પદ્મ લક્ષ્મી અને નતાલિયા વોડિઆનોવા જોવા મળે છે. ત્રણેય કવરપેજ પર દરેક સેલિબ્રિટી બ્લેક કલરના આઉટફિટમાં અને પોતાના અનોખા સ્ટાયલિશ અંદાજમાં જોવા મળે છે. અલગ-અલગ ક્ષેત્રોમાંથી આવતા આ સેલિબ્રિટીઝનું અમેઝિંગ કોમ્બિનેશન હાલ લોકોના આકર્ષણનું કેન્દ્ર બન્યું છે. આમાં સૌથી વધારે ચર્ચા કરણ જોહર અને મિતાલી રાજ અંગે થઇ રહી છે.

1st Cover
વોગના પ્રથમ કવરપેજ પર કરણ જોહર, અનુષ્કા શર્મા, સોનમ કપૂર અને ટ્વીંકલ ખન્ના જોવા મળે છે. આ કવરપેજ પર ચાર મહિલાઓ વચ્ચે આ રીતે પોઝ આપવા બદલ સોશિયલ મીડિયા પર કરણ જોહરને ટ્રોલ પણ કરવામાં આવ્યા હતા. બ્લેક એન્ડ વ્હાઇટ સૂટમાં સજ્જ કરણના હાથમાં એક વીંટી પણ જોવા મળે છે.

2nd Cover
વોગના બીજા કવરપેજ પર શાહરૂખ ખાન, નીતા અંબાણી અને ઇન્ડિયન વુમન ક્રિકેટ ટીમની કપ્તાન મિતાલી રાજ જોવા મળે છે. તદ્દન અલગ ફિલ્ડમાંથી આવતી આ ત્રણેય સેલિબ્રિટીઝનો લૂક શાનદાર છે. કપ્તાન મિતાલી રાજ પહેલી જ વાર આટલા સ્ટાલિશ અંદાજમાં જોવા મળી છે અને આ માટે લોકો તેના ખૂબ વખાણ કરી રહ્યાં છે. મિતાલી રાજનો આ ફોટો ઇન્ટરનેટ પર ખૂબ વાયરલ થઇ રહ્યો છે.

3rd cover
ત્રીજા કવરપેજ પર પ્રિયંકા ચોપરા, પદ્મ લક્ષ્મી અને નતાલિયા જોવા મળે છે. ત્રણેયનો આ અવતાર ખૂબ ક્લાસી અને સ્ટાયલિશ છે. પદ્મ લક્ષ્મી જાણીતી ઓથર, મોડેલ અને એક્ટ્રેસ છે. નતાલિયા રશિયન મોડલ છે.
-
Women Reservation Amendment Bill: નારી શક્તિ વંદન અધિનિયમ લોકસભામાં બોલશે પીએમ મોદી, 33% અનામત પર થશે ચર્ચા -
લેન્સેટના અભ્યાસમાં ચોંકાવનારો ખુલાસો, 2023માં 1.3 અબજ લોકો લિવરની બીમારીના શિકાર બન્યા -
ભારતને મળ્યા તેના પ્રથમ 'વર્કપ્લેસ હેપ્પીનેસ એવોર્ડ્સ', ઉદ્યોગના દિગ્ગજો દ્વારા નેતૃત્વ -
ટ્રમ્પે પશ્ચિમ એશિયાના સંકટ અંગે પીએમ મોદીને અપડેટ કર્યા અને દ્વિપક્ષીય સંબંધોને મજબૂત બનાવ્યા -
Samay Raina Caste: સ્ટેન્ડ-અપ કૉમેડિયન સમય રૈનાના જાતિ-ધર્મ શું છે? ખુદને 'મૃતદેહ' જેવો કેમ કહ્યો? -
લોકસભા સીટ 850 કરવાનો પ્લાનઃ પરિસીમન શું છે? North Vs South વિવાદ વકર્યો, વિપક્ષ કેમ વિરોધ કરે છે- Explain -
Weather Update: દેશના 11 રાજ્યોમાં ભારે વરસાદ અને વાવાઝોડાની આગાહી -
Putin India Visit: એક વર્ષમાં બીજીવાર ભારત આવી રહ્યા છે પુતિન, પશ્ચિમી દેશોની ઉંઘ ઉડી -
દૂન લિટ ફેસ્ટ દેહરાદૂનમાં સાહિત્ય, સિનેમા, ઇતિહાસ, નેતૃત્વ અને ટેક્નોલોજીને એકસાથે લાવે છે -
Weather Update: આસામ-બંગાળ સહિત 13 રાજ્યોમાં આંધી-તોફાનની આગાહી -
અમેરિકા-ઈરાન તણાવ વચ્ચે પશ્ચિમ એશિયા સંકટ પર ઇઝરાયલી સમકક્ષ સાથે વિદેશ મંત્રી જયશંકરની વાતચીત -
અમદાવાદમાં ડ્રગ્સ સામે લાલ આંખ: ઘીકાંટા અને બોપલમાંથી 4 શખ્સો ઝડપાયા, ₹21 લાખનો મુદ્દામાલ જપ્ત



Click it and Unblock the Notifications
