સેલિના જેટલીના ચરિત્ર પર અભદ્ર કમેન્ટ કરીને મુસીબતમાં ફસાયા પાક ફિલ્મ ક્રિટિક, વિદેશ મંત્રાલય પહોંચ્યો મામલો

Celina Jaitley: અભિનેત્રી સેલિના જેટલી ઘણા સમયથી ફિલ્મ ઈન્ડસ્ટ્રીથી દૂર છે પરંતુ તે લાઈમ લાઈટથી દૂર નથી. સેલિના જેટલી હંમેશા હેડલાઈન્સમાં રહે છે. હાલમાં, પાકિસ્તાનના એક સ્વ-ઘોષિત ફિલ્મ વિવેચકે સોશિયલ મીડિયા પર સેલિના જેટલીના કેરેક્ટર પર પ્રશ્ન ઉઠાવ્યો હતો. હવે અભિનેત્રી આ મામલો કોર્ટમાં લઈ ગઈ છે. આ મામલે ઘણી બાબતો સામે આવી છે.

એ વાતથી કોઈ અજાણ નથી કે સેલિના જેટલીની ફરદીન ખાન સાથેની જોડી ફિલ્મોમાં ખૂબ જ લોકપ્રિય હતી. તેમનો ઑનસ્ક્રીન રોમાંસ જોઈને, પાકિસ્તાનના એક સ્વ-ઘોષિત ફિલ્મ વિવેચકે સેલિના માટે ફરદીન ખાન અને ફિરોઝ ખાન વિશે સોશિયલ મીડિયા પર અભદ્ર ટિપ્પણીઓ કરી.

Celina Jaitley

અભિનેત્રી સેલિના જેટલીએ તેના ટ્વિટર અને ઇન્સ્ટાગ્રામ પોસ્ટમાં ખુલાસો કર્યો છે કે તેને જે ઉત્પીડનનો સામનો કરવો પડ્યો હતો તે હવે નવી દિલ્હીના પાકિસ્તાન હાઈ કમિશન સુધી પહોંચી ગયો છે. તમને જણાવી દઈએ કે પત્રકારે કહ્યું હતું કે સેલિના ફરદીન ખાન અને ફિરોઝ ખાન સાથે સુતી હતી.

અભિનેત્રીએ કહ્યું, "મારા માટે તે ફક્ત મારા કેરેક્ટર પર ખુલ્લા હુમલાની લડાઈ નહોતી, પરંતુ તે મારી વફાદારી, મારા માતૃત્વ, મારા કુટુંબ અને સૌથી ઉપર મારા ગોડફાધર અને મારા પ્રિય ગુરુ શ્રીમાન ફિરોઝ ખાન પર પણ હુમલો હતો કે જેઓ હવે આ દુનિયામાં પોતાનો બચાવ કરવા માટે નથી.

પત્રકારના આ આરોપનો ઉલ્લેખ કરતા તેમણે કહ્યું કે લોકોને તેમના કૃત્યોની સજા મળવી જ જોઈએ. અભિનેત્રીએ વ્યક્તિ વિરુદ્ધ લખ્યું, "થોડા મહિના પહેલા એક વ્યક્તિ જે પોતાને હિન્દી ફિલ્મોના વિવેચક અને પત્રકાર કહે છે, ઉમર સંધુએ એક ભયાનક દાવો કર્યો હતો અને આરોપ લગાવ્યો હતો કે મારા માર્ગદર્શક ફિરોઝ ખાન અને તેના પુત્ર સાથે મારા સંબંધ છે. આમ કહીને તેણે મને અને મારા પરિવારને નિશાન બનાવ્યો હતો.

જ્યારે સંપર્ક કરવામાં આવ્યો ત્યારે NCW અધિકારીએ જણાવ્યું હતું કે, "અમને ફરિયાદ મળી હતી અને વિદેશ મંત્રાલયને હસ્તક્ષેપ કરવા કહ્યું હતું અને પછી મામલો ઉકેલાયો હતો." ઉલ્લેખનીય છે કે, સોશિયલ મીડિયા પર પણ આ મામલાને લઈને ઘણો વિવાદ જોવા મળી રહ્યો છે, ઘણા લોકો અભિનેત્રીના સમર્થનમાં આવ્યા હતા અને તેને સાથ આપ્યો હતો.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
loader
X