Get Updates
Get notified of breaking news, exclusive insights, and must-see stories!

ફિલ્મ પઠાણ પર ચાલી સેંસર બોર્ડની કાતર, દીપિકાની બિકિની સહિત 10થી વધુ કટ

શાહરૂખ ખાન અને દીપિકા પાદુકોણની ફિલ્મ 'પઠાણ' સેન્સર બોર્ડમાંથી પસાર થઈ ગઈ છે. અને તમને જણાવી દઈએ કે, ફિલ્મમાં 'બેશરમ રંગ' ગીત સહિત ઘણા ફેરફારો સૂચવવામાં આવ્યા છે.

શાહરૂખ ખાન અને દીપિકા પાદુકોણની ફિલ્મ 'પઠાણ' સેન્સર બોર્ડમાંથી પસાર થઈ ગઈ છે. અને તમને જણાવી દઈએ કે, ફિલ્મમાં 'બેશરમ રંગ' ગીત સહિત ઘણા ફેરફારો સૂચવવામાં આવ્યા છે. સેન્સર બોર્ડે ફિલ્મમાં સંવાદો અને કેટલાક શોટ્સ સહિત 10 થી વધુ કટની માંગણી કરી છે. રિપોર્ટ અનુસાર, 13 જગ્યાએ 'રો' શબ્દને 'હમારા', 'લંગડા લુલા'ની જગ્યાએ 'તુટેલ ફુટેલ', 'પ્રેસિડેન્ટ કે મિનિસ્ટર'ને 'પીએમ' અને 'પીએમઓ' દ્વારા 13 જગ્યાએ બદલવામાં આવ્યો છે. 'અશોક ચક્ર'ને 'વીર એવોર્ડ', અને 'Ex-KGB'ને 'Ex-SBU', 'શ્રીમતી ભારતમાતા'ને 'આપણી ભારતમાતા'માં બદલવામાં આવ્યું છે.

Pathan

તેમજ સ્કોચ શબ્દને 'ડ્રિંક' સાથે બદલવામાં આવ્યો છે, જ્યારે 'બ્લેક પ્રિઝન રશિયા'ને 'બ્લેક પ્રિઝન' સાથે બદલવામાં આવ્યો છે. 'બેશરમ રંગ' ગીતમાં દીપિકાના નિતંબના ક્લોઝ-અપ શૉટ્સ, 'બહુત તંગ કિયા' ગીત દરમિયાન સ્વિમસૂટમાં સાઇડ પોઝ (આંશિક નગ્નતા) શૉટ અને કામુક નૃત્યના દ્રશ્યો સેન્સર કરવામાં આવ્યા છે. જોકે દીપિકા પાદુકોણની વિવાદાસ્પદ કેસરી બિકીનીને સેન્સર કરવામાં આવી છે કે નહીં તે હજુ સુધી કન્ફર્મ થયું નથી.

Pathan

તમામ ફેરફારો પછી પઠાણને U/A પ્રમાણપત્ર સાથે પાસ કરવામાં આવ્યા છે. 2 કલાક 26 મિનિટ લાંબી આ ફિલ્મ હિન્દી, તમિલ અને તેલુગુમાં 25 જાન્યુઆરીએ થિયેટરોમાં રિલીઝ થશે. તે પહેલા આ ફિલ્મનું ટ્રેલર 10 જાન્યુઆરીએ આવવાનું છે. પઠાણમાં શાહરૂખ ખાન, દીપિકા પાદુકોણ અને જોન અબ્રાહમ મુખ્ય ભૂમિકામાં છે. જ્યારે સલમાન ખાનનો વિસ્તૃત કેમિયો પણ જોવા મળવાનો છે, જ્યાં તે તેના ફેમસ ટાઈગરના પાત્રમાં જોવા મળશે.

Pathan

શાહરૂખ ખાનની ફિલ્મ 2018માં આવેલી ફિલ્મ 'ઝીરો'ના ચાર વર્ષ બાદ સિનેમાઘરોમાં આવી રહી છે. તેથી, એમાં કોઈ શંકા નથી કે શાહરૂખના ચાહકો આ ફિલ્મને લઈને ખૂબ જ ઉત્સાહિત છે.

More From
Prev
Next
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
loader
X