Chandrayaan 3ના સફળ લેંડિંગ બાદ પ્રકાશ રાજે ઈસરો માટે કર્યુ નવુ ટ્વિટ, હવે લખી આવી વાત
Chandrayaan 3: ઈસરોના 'ચંદ્રયાન-3' એ ચંદ્ર પર સફળ સૉફ્ટ લેન્ડિંગ કર્યું છે. સામાન્યથી લઈને બૉલિવુડ સેલેબ્સે ભારતની આ ગૌરવપૂર્ણ ક્ષણની ઉજવણી કરી. દરેક લોકો સોશિયલ મીડિયા પર ઈસરોને અભિનંદન સંદેશ મોકલ્યા અને પોતાની ખુશી વ્યક્ત કરી.
અભિનેતા પ્રકાશ રાજે 23 ઓગસ્ટ (બુધવાર) ની સાંજે ચંદ્ર પર 'ચંદ્રયાન 3' ના સફળ સૉફ્ટ લેન્ડિંગ માટે ISRO ને અભિનંદન પાઠવ્યા હતા. તેમણે પોતાના ટ્વિટર હેન્ડલ પર ભારતના સફળ ચંદ્રયાન-3 મિશનની ઉજવણી કરતી એક પોસ્ટ શેર કરી.

પ્રકાશ રાજે તેમના ટ્વીટ પર લખ્યું - આ ભારત અને માનવજાત માટે ગર્વની ક્ષણ છે... #ISRO #Chandrayaan #VikramLander આ શક્ય બનાવવા માટે યોગદાન આપનાર તમામનો આભાર. તે આપણને આપણા બ્રહ્માંડના રહસ્યની શોધ અને ઉજવણી કરવા માટે માર્ગદર્શન આપે.
તમને જણાવી દઈએ કે 20 ઓગસ્ટ 2023ની રાત્રે પ્રકાશ રાજે ટ્વિટર પર એક પોસ્ટ કરી હતી જે ખૂબ જ ઝડપથી વાયરલ થઈ હતી. આ પોસ્ટમાં તેમણે 'ચંદ્રયાન-3' અને વિક્રમ લેન્ડર વિશે એક કાર્ટૂન શેર કર્યું હતુ. આ ટ્વીટ બાદથી લોકો પ્રકાશ રાજની આકરી ટીકા કરી હતી. સોશિયલ મીડિયા પર તેમની ખૂબ મજાક ઉડાવવામાં આવી રહી હતી.
લોકોને પ્રકાશ રાજની મજાક બિલકુલ પસંદ ન આવી. પ્રકાશ રાજે ટ્વિટર પર એક કાર્ટૂન પોસ્ટ કર્યું છે, જેમાં એક પાત્ર ચા સાથે જોવા મળી રહ્યું છે. તેમણે તેની સાથે કેપ્શનમાં લખ્યું - બ્રેકિંગ ન્યૂઝ! આ છે વિક્રમ લેન્ડરથી ચંદ્રની પહેલી ઝલક. વાહ!... પ્રકાશ રાજે પોતાના ટ્વીટમાં કોઈનું નામ લીધું ન હતું, પરંતુ કાર્ટૂનમાં ચા વેચનારને જોઈને લોકો તેને વડાપ્રધાન નરેન્દ્ર મોદી સાથે જોડી રહ્યા હતા.
આ સાથે 'ચંદ્રયાન-3'ની મજાક ઉડાવવામાં આવી રહી છે તે જોઈને તેને રાષ્ટ્રનું અપમાન પણ માનવામાં આવી રહ્યું છે. લોકોએ પ્રકાશ રાજને દેશદ્રોહી પણ કહ્યા. જોકે બાદમાં તેમણે આ ટ્વીટ પર સ્પષ્ટતા પણ કરી હતી.
PROUD MOMENT for INDIA and to Humankind.. 🙏🏿🙏🏿🙏🏿Thank you #ISRO #Chandrayaan3 #VikramLander and to everyone who contributed to make this happen .. may this guide us to Explore and Celebrate the mystery of our UNIVERSE .. #justasking
— Prakash Raj (@prakashraaj) August 23, 2023
-
Gold Rate Today: ઈરાન યુદ્ધ વચ્ચે સોનાનો ભાવ વધ્યો કે ઘટ્યો? જાણો લેટેસ્ટ કિંમત -
Weather News: યુપી-એમપી સહિત 10 રાજ્યોમાં વરસાદનું એલર્ટ, જાણો IMDનું લેટેસ્ટ અપડેટ -
રિયાન પરાગ આઉટ, યશસ્વી જયસ્વાલ ઇન? RRના નવા માલિક આવતા જ બદલાઈ ગયો કેપ્ટન? સામે આવી અસલી સચ્ચાઈ -
નર્મદા નદી પર બનેલો ભારતનો પ્રથમ 8 લેન એક્સ્ટ્રાડોઝ રિવર બ્રિજ શરૂ થયો, જાણો ખાસિયત -
ગુજરાતમાં ફરી માવઠાની આફત: 29 અને 30 માર્ચે કમોસમી વરસાદની આગાહી, માછીમારોને દરિયો ન ખેડવા સૂચના -
Dhurandhar 2 BO Collection Day 8: 'ધુરંધર 2'એ બોક્સ ઓફિસ પર ધૂમ મચાવી, 8માં દિવસે કરી છપ્પરફાડ કમાણી -
કોરોનાના નવા વેરિયન્ટથી દુનિયામાં હંગામો, જાણો ખાસિયત -
Petrol Diesel Price: 27 માર્ચે બદલાયા પેટ્રોલ-ડીઝલના ભાવ, જાણો તમારા શહેરની લેટેસ્ટ કિંમત -
Gold Rate Today: 27 માર્ચના રોજ સોનાનો ભાવ વધ્યો કે ઘટ્યો? જાણો લેટેસ્ટ કિંમત -
અમદાવાદની સીએન વિદ્યાલયમાં વિદ્યાર્થિની સાથે છેડતી, અધ્યાપક વિરૂદ્ધ ફરિયાદ દાખલ -
આજથી 3 દિવસ ગુજરાતમાં માવઠાની આગાહી, આ જિલ્લાઓને વધુ અસર થશે -
RCB vs SRH: IPL 2026ની પહેલી મેચ માટે પ્લેઈંગ-11 ફાઈનલ! કોણ હશે પ્રથમ ઈમ્પેક્ટ પ્લેયર, કોણ મારશે બાજી?










Click it and Unblock the Notifications
