For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

Pics : ચેન્નઈ એક્સપ્રેસ તો સુપરહિટ થશે : અમિતાભ

|
Google Oneindia Gujarati News

મુંબઈ, 2 જુલાઈ : આગામી 8મી ઑગસ્ટે રિલીઝ થતી ફિલ્મ ચેન્નઈ એક્સપ્રેસના ટ્રેલરને સારૂં રિસ્પૉન્સ મળ્યું છે, તો ફિલ્મના ...તિતલી... સૉંગ પણ લોકોને ગમી રહ્યું છે. તે અંગે ઘણાં બધા ટ્વિટર ઉપર લખાઈ રહ્યું છે. તે જ ક્રમે બિગ બી અમિતાભ બચ્ચને પણ ફિલ્મ અંગે ટ્વિટ કર્યું છે કે ફિલ્મ ચેન્નઈ એક્સપ્રેસનું ટ્રેલર જોયું કે જે બહુ જ અદ્ભુત છે.

અમિતાભે જણાવ્યું - દીપિકા પાદુકોણે તો પોતાના ચરિત્રમાં એકદમ સમાઈ ગઈ છે કે જે સાચે જ બહુ સુંદર છે. મને લાગે છે કે ફિલ્મ સુપરહિટ થશે. અમિતાભ બચ્ચન દ્વારા આમ ફિલ્મના વખાણ કરવા બહુ મોટી બાબત છે.

નોંધનીય છે કે ફિલ્મના દિગ્દર્શક ગોલમાલ ફૅમ રોહિત શેટ્ટી છે. હીરો અને નિર્માતા શાહરુખ ખાન છે, તો શાહરુખ સાથે બીજી ફિલ્મ કરી રહેલાં દીપિકા પાદુકોણે પહેલી વાર દક્ષિણ ભારતીય મહિલાના પાત્રમાં છે. ફિલ્મના બંને ગીતો ...ઘૂંઘટ... તથા ...તિતલી... ધૂમ મચાવી રહ્યાં છે. સૌને ફિલ્મનો ઇંતેજાર છે. પ્રમોશન શરૂ થઈ ગયું છે અને તાજેતરમાં જ ચેન્નઈ એક્સપ્રેસ ફિલ્મની ટીમ પહોંચી કલર્સના શો કૉમેડી નાઇટ વિથ કપિલના સેટ ઉપર.

આવો તસવીરો સાથે જાણીએ વધુ વિગતો :

કપિલ સાથે ચેન્નઈ એક્સપ્રેસ

કપિલ સાથે ચેન્નઈ એક્સપ્રેસ

શાહરુખ ખાનના ખભાની સર્જરી હવે ઠીક છે. તેથી ફિલ્મનું પ્રમોશન શરૂ થઈ ગયું છે. ફિલ્મની આખી ટીમ કલર્સના શો કૉમેડી નાઇટ વિથ કપિલના સેટ ઉપર પહોંચ્યાં.

ઉપાસના બન્યાં દીપિકા

ઉપાસના બન્યાં દીપિકા

સેટ ઉપર અભિનેત્રી ઉપાસના સિંહે દીપિકા પાદુકોણેનો રૂપ ધર્યો અને કંઇક આવા અંદાજે શાહરુખને ભેંટ્યા હતાં.

સૌએ કરી મસ્તી

સૌએ કરી મસ્તી

રોહિત શેટ્ટી તથા દીપિકા પાદુકોણેએ પણ સેટ ઉપર ખૂબ ધમાલ મચાવી.

શાહરુખે લગાવ્યાં ઠુમકાં

શાહરુખે લગાવ્યાં ઠુમકાં

શોમાં ચાર ચાંદ ત્યારે લાગી ગયાં કે જ્યારે અલી અસગર તથા કપિલ શર્માએ શાહરુખ સાથે ઠુમકાં લગાવ્યાં.

શોનું પ્રસારણ 5મીએ

શોનું પ્રસારણ 5મીએ

આ શોનું પ્રસારણ 5મી જુલાઈએ કરવામાં આવશે.

English summary
After watching the trailer of Chennai Express, veteran superstar Amitabh Bachchan too, gave thumbs up to the talented actor by tweeting, "Oh ! And saw the trailer of 'Chennai Express' ..simply amazing aa !! Deepika so in character.. and SRK doing some great stuff !!".
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X