ખુલાસો : ચિત્રાંગદાના ‘Inkaar’એ કંગનાને બનાવી Gangster!
મુંબઈ, 26 જુલાઈ : ગૅંગસ્ટર ફિલ્મ યાદ છે? ચોક્કસ યાદ હશે. અનુરાગ બાસુની આ એક સુપરહિટ ફિલ્મ હતી. આ ફિલ્મની વધુ એક ખાસિયત એ હતી કે આ ફિલ્મ દ્વારા આજની બૉલીવુડની ક્વીન કંગના રાણાવતે પોતાનું બૉલીવુડ કૅરિયર શરૂ કર્યુ હતું. કંગનાએ પોતાની પહેલી જ ફિલ્મમાં પોતાના અભિનય કૌશલ્યનું શાનદાર પ્રદર્શન કર્યુ હતું.
કંગના રાણાવતે 2006માં ગૅંગસ્ટરથી શરુઆત કરી હતી અને 8 વર્ષના બૉલીવુડ કૅરિયરમાં કંગના આજે બૉલીવુડમાં ક્વીન તરીકે સ્થાપિત થઈ ગયાં છે. સૌ જાણે જ છે કે કંગનાની તાજેતરની ફિલ્મ ક્વીન હતી કે જેમાં તેમના અભિનયના ચારેબાજુ વખાણ થયા હતાં. અમિતાભ બચ્ચનથી લઈ આમિર ખાન સુધીના દિગ્ગજોએ કંગનાની ફિલ્મ ક્વીનની ભારોભાર પ્રશંસા કરી હતી.
ક્વીનમાં શાનદાર અભિનય બદલ ભલે આજે લોકો કંગનાના ખૂબ વખાણ કરી રહ્યા હોય, પણ જો કંગનાએ ગૅંગસ્ટર ફિલ્મમાં શાનદાર પ્રદર્શન ન કર્યુ હોત, તો કદાચ તેઓ આજે ક્વીન સુધીના મુકામે ન પહોંચ્યા હોત. એનાથી પણ એક ડગલુ પાછળ વિચારીએ, તો જો કંગનાને ગૅંગસ્ટર ફિલ્મ જ ન મળી હોત તો? હકીકતમાં કંગનાને આ ફિલ્મ મળી ચિત્રાંગદા સિંહના ઇનકારના કારણે. ખુલાસો કંગનાએ પોતે જ કર્યો છે.
ચાલો તસવીરો સાથે જાણીએ કંગના રાણાવતની ગૅંગસ્ટર સ્ટોરી :

ઍવૉર્ડ વિનિંગ ફિલ્મ ગૅંગસ્ટર
અભિનેત્રી કંગના રાણાવતને તેમની પહેલી ફિલ્મ ગૅંગસ્ટરે ઘણા ઍવૉર્ડ અપાવ્યા હતાં અને કંગનાએ પોતાની પહેલી જ ફિલ્મ વડે દર્શકો અને ટીકાકારોના દિલ જીતી લીધા હતાં.

આવી રીતે નહોતી મળી ગૅંગસ્ટર
કંગના રાણાવતે તેવી અફવાઓને ખોટી ગણાવી કે જેમાં કહેવાયુ હતું કે અનુરાગ બાસુએ તેમને એક કૉફી શોપમાં જોઈ અને તેમની સામે ફિલ્મની ઑફર મૂકી.

અનુપમ સામે ખુલાસો
કંગના રાણાવતે ફિલ્મોમાં આવવાના પોતાના અનુભવોનો ખુલાસો અનુપમ ખેરના ટીવી શો ધ અનુપમ ખેર શો કુછ ભી હો સકતા હૈમાં કર્યો.

યે લડકી તો બહુત છોટી હૈ
હિમાચલ પ્રદેશના નિવાસી કંગનાએ જણાવ્યું - જ્યારે ગૅંગસ્ટર માટે મારૂ ઑડિશન થયુ હતું, ત્યારે મહેશ ભટ્ટ સાહેબે જણાવ્યુ હતું કે યે લડકી તો બહુત છોટી હૈ, મુશ્કિલ સે 17-18 સાલ કી.

મૅચ્યોર સ્ત્રી જોઇએ
મહેશ ભટ્ટે જણાવ્યું - આપણને આગામી ફિલ્મ માટે એક મૅચ્યોર સ્ત્રી જોઇએ કે જે ઓછામાં ઓછી 28-29 વર્ષની હોય.

ચિત્રાંગદાની પસંદગી
કંગનાએ જણાવ્યું - મને પછીથી જાણ થઈ કે તે લોકોએ તે ફિલ્મ માટે શાઇની આહુજા અને ચિત્રાંગદા સિંહની પસંદગી કરી લીધી છે.

અચાનક ફોન આવ્યો
કંગનાએ આગળ જણાવ્યું - બે મહીના બાદ અચાનક મને અનુરાગનો ફોન આવ્યો.

ચિત્રાંગદા સમ્પર્ક વિહોણા
અનુરાગે કંગનાને કહ્યું - અમારે શૂટિંગ માટે મુંબઈથી બહાર જવુ છે અને ચિત્રાંગદાનો સમ્પર્ક નથી થઈ શકતો.

તમે જ કરી લો આ ફિલ્મ
અનુરાગે કંગનાને કહ્યું - ચાલો, ચાલો, હવે તમારૂ જ મેક-અપ કરી તમને મોટી વયના બતાવીશું, તમે જ કરી લો આ ફિલ્મ.

તુક્કાએ બનાવી ક્વીન?
કંગનાએ જણાવ્યું - આમ તુક્કાથી મને ગૅંગસ્ટર ફિલ્મમાં ભૂમિકા મળી ગઈ.












Click it and Unblock the Notifications
