ચિત્રાંગદા સિંહે છુટાછેડા માટે અરજી દાખલ કરી
મુંબઈ, 11 મે : બૉલીવુડ અભિનેત્રી ચિત્રાંગદા સિંહ છુટાછેડા લેવા જઈ રહ્યાં છે. ગોલ્ફ પ્લેયર જ્યોતિ રંધાવાના પત્ની ચિત્રાંગદા સિંહે પતિથી છુટાછેડા લેવા માટે મુંબઈની કોર્ટમાં અરજી દાખલ કરી છે.

સુધીર મિશ્રાની યહ સાલી ઝિંદગી ફિલ્મમાં કામ કર્યાં બાદથી ચિત્રાંગદા દ્વારા છુટાછેડા લેવાની અટકળો ચાલતી હતી. ફેબ્રુઆરીમાં આ અટકળોએ જોર પકડ્યુ હતું, પરંતુ ચિત્રાંગદા સિંહે તમામ અટકળો ફગાવી દેતા જણાવ્યુ હતું કે તેમની અને જ્યોતિ વચ્ચે મતભેદો છે, પરંતુ અમે છુટાછેડા નથી લઈ રહ્યાં.
હવે ચિત્રાંગદા સિંહે મુંબઈ કોર્ટમાં અરજી દાખલ કરી દીધી છે. ચિત્રાંગદા-જ્યોતિનો એક પાંચ વર્ષનો પુત્ર પણ છે. ચિત્રાંગદા સિંહ છેલ્લા કેટલાંક વર્ષોથી ફિલ્મોમાં ખૂબ સક્રિય છે. ફિલ્મ નિર્માતા સુધીર મિશ્રાની અનેક ફિલ્મોનો ભાગ રહેલાં ચિત્રાંગદા સિંહ છેલ્લે આઈ મી ઔર મૈં ફિલ્મમાં જ્હૉન અબ્રાહમ સાથે દેખાયા હતાં. તે અગાઉ તેઓ ઇનકાર ફિલ્મમાં પણ હતાં.












Click it and Unblock the Notifications
