બોલ્ડનેસ છોડી કત્થક શીખી રહ્યાં છે ચિત્રાંગદા સિંહ
મુંબઈ, 29 એપ્રિલ : ચારે બાજુ જય મહારાષ્ટ્રના લૉન્ચિંગ ઈવેંટમાં ચિત્રાંગદા સિંહના બોલ્ડ અવતારની જ ચર્ચા થઈ રહે છે, પરંતુ આ અવતાર સાથે-સાથે તેમણે એક દેશી અવતાર પણ ધર્યો છે કે જેમાં તેઓ ક્લાસિક નૃત્યોમાંનો એક કત્થક શીખી રહ્યાં છે.

ચિત્રાંગદા સિંહ છેલ્લે આઈ મી ઔર મૈં ફિલ્મમાં દેખાયા હતાં કે જેમાં તેમણે જ્હૉન અબ્રાહમ તથા પ્રાચી દેસાઈ સાથે બહેતરીન અભિનય કર્યુ હતું. તેમની આગામી ફિલ્મ ઉત્તર પ્રદેશના પાટનગર લખનઊ ખાતે રહેતા બે પ્રેમીઓની વાર્તા હશે. આ ફિલ્મમાં લખનવી ટચ આપવા માટે ચિત્રાંગદા હાલ કત્થક શીખવાની સાથે પોતાની હિન્દીમાં પણ સુધારો કરી રહ્યાં છે.
લખનવી હિન્દીમાં ઉર્દૂનો પણ ખાસ સમાવેશ હોય છે. તેથી ચિત્રાંગદા સિંહ ઉર્દૂના શબ્દો ઉપર પણ કમાંડ હાસલ કરી રહ્યાં છે. પોતાની આવનાર ફિલ્મ માટે ચિત્રાંદાએ કાયેદસર એક વર્કશોપમાં પણ ભાગ લીધો છે કે જેમાં તેમને લખનવી ટચ અપાઈ રહ્યું છે.












Click it and Unblock the Notifications
