બૉલિવુડને વધુ એક ઝટકો, જાણીતા કોરિયોગ્રાફર સરોજ ખાનનુ નિધન
જાણીતા કોરિયોગ્રાફર સરોજ ખાનનુ શુક્રવારે મોડી રાતે નિધન થઈ ગયુ. મોડી રાતે કાર્ડિયાક અરેસ્ટના કારણે મુંબઈમાં તેમનુ નિધન થઈ ગયુ.
બૉલિવુડને વધુ એક મોટો ઝટકો લાગ્યો છે. જાણીતા કોરિયોગ્રાફર સરોજ ખાનનુ શુક્રવારે મોડી રાતે નિધન થઈ ગયુ. મોડી રાતે કાર્ડિયાક અરેસ્ટના કારણે મુંબઈમાં તેમનુ નિધન થઈ ગયુ. સરોજ ખાન છેલ્લા ઘણા દિવસોથી બિમાર હતા. 20 જૂને જ તેમને હોસ્પિટલમાં ભરતી કરવામાં આવ્યા હતા. શ્વાસ લેવામાં તકલીફની ફરિયાદ બાદ તેમને બાંદ્રાની ગુરુ નાનક હોસ્પિટલમાં ભરતી કરવામાં આવ્યા હતા પરંતુ શુક્રવારે મોડી રાતે લગભગ 1 વાગીને 52 મિનિટે કાર્ડિયાક અરેસ્ટના કારણે તેમનુ મોત થઈ ગયુ.

નથી રહ્યા જાણીતા કોરિયોગ્રાફર સરોજ ખાન
71 વર્ષની ઉંમરમાં જ બૉલિવુડના જાણીતા કોરિયાગ્રાફર સરોજ ખાને દુનિયાને અલવિદા કહી દીધી. શુક્રવારે મોડી રાતે તેમણે હોસ્પિટલમાં અંતિમ શ્વાસ લીધી. કાર્ડિયાક અરેસ્ટના કારણે તેમનુ મોત થઈ ગયુ. છેલ્લા ઘણા દિવસોથી તે હોસ્પિટલમાં ભરતી હતા. આજે મુંબઈના મલાડ કબ્રસ્તાનમાં તેમને સુપુર્દ એ ખાક કરવામમાં આવશે. બૉલિવુડ હસ્તીઓ સરોજ ખાનના નિધનથી દુખી છે. સરોજ ખાને માધુરી દીક્ષિત અને શ્રીદેવી સહિતક બૉલિવુડના ઘણા કલાકારોને ડાંસ શીખવ્યો પરંતુ હવે તે હંમેશા માટે બધાને છોડીને જતા રહ્યા.

2000થી વધુ ગીતો કર્ય કોરિયોગ્રાફ
તમને જણાવી દઈએ કે સરોજ ખાને 2000થી વધુ બૉલિવુડ ગીતોને કોરિયોગ્રાફ કર્યા છે. તે 4 દશકથી વધુ સમયથી બૉલિવુડમાં કામ કરી ચૂકી છે. 22 નવેમ્બર 1948ના રોજ જન્મેલા સરોજ ખાન બૉલિવુડના મોટા નામોમાં ગણાય છે. જો કે છેલ્લા અમુક વર્ષોથી પોતાની નાદુરસ્ત તબિયતનના કારણે તે બૉલિવુડથી દૂર રહ્યા હતા. વર્ષ 2019માં તેમણે એક વાર ફરીથી કમબેક કર્યુ હતુ અને માધુરી દીક્ષિતની ફિલ્મ કલંક અને કંગના રનોતની ફિલ્મ મણિકર્ણિકાઃ ધ ક્વીન ઑફ ઝાંસીના ગીતને કોરિયોગ્રાફ કર્યુ હતુ.

3 વાર મળ્યો નેશનલ અવૉર્ડ
સરોજ ખાને માત્ર ત્રણ વર્ષની ઉંમરથી જ ડાંસ કરવો શરૂ કરી દીધો. વર્ષ 1947માં તેમણે બૉલિવુડમાં કોરિયોગ્રાફર તરીકે એન્ટ્રી કરી. તેમણે બે હજારથી વધુ ગીતોમાં પોતાની કોરિયોગ્રાફીનુ હુનર બતાવ્યુ. તેમની કોરિયોગ્રાફી માટે તેમને ત્રણ વાર નેશનલ અવૉર્ડ મળી ચૂક્યો છે. તેમને ફિલ્મ 'એક-દો-તીન' ગીતની કોરિયોગ્રાફી માટે નેશનલ અવૉર્ડથી નવાઝવામાં આવ્યા. વર્ષ 2007માં આવેલી ફિલ્મ જબ વી મેટના ગીત 'યે ઈશ્ક હાયે' માટે પણ તેમને નેશનલ અવૉર્ડથી સમ્માનિત કરવામાં આવ્યા હતા.
સુશાંત સિંહ રાજપૂતને બહેને Rare તસવીર શર કરી, હાર્ટ ટચિંગ કેપ્શન લખ્યું












Click it and Unblock the Notifications
