ટક્કર: "સિંહ ઇઝ બ્લીંગ"ની સાથે રિલીઝ થશે આ ત્રણ ફિલ્મ
અક્ષય કુમારની ફિલ્મ "સિંહ ઇઝ બ્લીંગ" 2 ઓક્ટોબરના દિવસે રિલીઝ થવા માટે પૂરી રીતે તૈયાર છે. આ ફિલ્મમાં લાંબા સમય બાદ અક્ષય કુમાર ફરી એકવખત પોતાના કોમેડી પ્લસ એક્શન અવતારમાં જોવા મળશે. અને એટલે જ દર્શકો આ ફિલ્મની આતુરતાથી રાહ જોઇ રહ્યાં છે.
જો કે 2જી ઓક્ટોબરે બોલીવુડની કોઇ મોટી ફિલ્મો તો રિલીઝ નથી થઇ રહી પણ ત્રણ અન્ય બિલકુલ જુદી જુદી ફિલ્મો પણ અક્ષયની "સિંહ ઇઝ બ્લીંગ"ની સાથે રજૂ થઇ રહી છે જે "સિંહ ઇઝ બ્લીંગ"ની કમાઇ પર થોડી અસર કરશે જ. પરંતુ અક્ષય કુમારની ફેન ફોલોઇંગ જોતા વધુ ચિંતાની વાત નથી પણ આજકાલ દર્શકોની પસંદગી વિશે કંઇ પણ અનુમાન કરવુ ઘણું મુશ્કેલ છે.
આવો જાણીએ "સિંહ ઇઝ બ્લીંગ" સાથે કંઇ ફિલ્મો રિલીઝ થઇ રહી છે, અને શું ખાસ છે તે ફિલ્મોમાં....

તલવાર
મેઘના ગુલઝારની ફિલ્મ "તલવાર" નોઇડામાં થયેલા આરૂષિ હત્યાકાંડ પર આધારિત છે. ફિલ્મમાં ઘણાં દિગ્ગજ કલાકારો છે. જો કે સિંહ ઇઝ બ્લીંગ અને તલવારનો દર્શક વર્ગ અલગ છે. પરંતુ જો ફિલ્મ સારી હશે તો રિલીઝના બીજા દિવસથી જ તેને ઘણો ફાયદો મળશે.

પુલી
જી હા, દક્ષિણ ભારતની "પુલી"ને હિંદીમાં ડબ કરીને રિલીઝ કરવામાં આવી રહી છે. બાહુબલી બાદ એવી આશા રાખી શકાય કે આ ફિલ્મ "સિંહ ઇઝ બ્લીંગ"ની સામે મોટો પડકાર સાબિત થશે. ખાસ કરીને દક્ષિણ ભારતમાં.

પુલી
"પુલી"માં વિજય, શ્રુતિ હાસન, હંસિકા મોટવાની, અને શ્રીદેવી જેવા સુપરસ્ટાર્સ છે. જેની ફેન ફોલોઇંગ તગડી છે. તો ફિલ્મના પ્રમોશનને લઇને પણ કોઇ કસર નથી છોડવામાં આવી.

Martian
Matt Damonની "Martians" પણ 2 ઓક્ટોબરે ભારતમાં રિલીઝ થઇ રહી છે. અક્ષય કુમારની ફેન ફોલોઇંગને જોતા વધુ ચિંતાની વાત તો નથી, પરંતુ દેશમાં હોલીવુડ ફિલ્મો માટે યુવાનોમાં જે રીતે ઉત્સાહ વધી રહ્યો છે. તે ચિંતાનો વિષય છે.

The Martian
"The Martian" વિદેશોમાં રિલીઝ થઇ ચૂકી છે. અને ફિલ્મ દર્શકો ઘણી પસંદ પણ કરી રહ્યાં છે. જણાવી દઇએ કે ફિલ્મને સમીક્ષકોએ 4 સ્ટાર આપ્યાં છે.

સિંહ ઇઝ બ્લીંગ
વેલ કોણ જશે હીટ અને કોણ જશે ફ્લોપ તે તો રિલીઝ બાદ જ ખબર પડશે, જેનો બધો જ દારોદમાર દર્શકો પર છે.












Click it and Unblock the Notifications
