Video: કૉમેડિયન ભારતી અને હર્ષે ફેન્સને આપી મોટી ભેટ, પહેલી વાર બતાવ્યો દીકરા 'ગોલા'નો ચહેરો

લાંબા સમયથી લોકો બાળકનો સંપૂર્ણ ચહેરો બતાવવાની માંગ કરી રહ્યા હતા જે હવે ભારતી અને હર્ષે પૂરી કરી છે.

નવી દિલ્લીઃ એપ્રિલમાં કૉમેડિયન ભારતી સિંહના ઘરે ખુશીનો માહોલ હતો જ્યારે તેણે પુત્રને જન્મ આપ્યો હતો. આ પછી ભારતી અને તેના પતિ હર્ષ લિમ્બાચીયાએ તેમના બાળક સાથે ઘણી તસવીરો પોસ્ટ કરી પરંતુ તમામમાં પોતાના દીકરાનો ચહેરો છુપાવી રાખ્યો. આ સ્થિતિમાં તેમના ચાહકો લાંબા સમયથી બાળકનો સંપૂર્ણ ચહેરો બતાવવાની માંગ કરી રહ્યા હતા જે હવે આ ક્યૂટ કપલે પૂરી કરી છે.

ભારતીએ કહી હતી આ વાત

ભારતીએ કહી હતી આ વાત

ઘણી વખત ભારતીને મીડિયા દ્વારા બાળકનો ચહેરો બતાવવા માટે પણ કહેવામાં આવ્યુ હતુ. જેના જવાબમાં ભારતીએ કહ્યુ કે તેના પરિવારના સભ્યો કહે છે કે બાળકનો ચહેરો બતાવવાથી નજર લાગી જાય છે. જો કે તે આ બધી બાબતોમાં વિશ્વાસ નથી કરતી. આ કારણે હવે તેણે દુનિયાને પોતાના બાળકનો ચહેરો બતાવ્યો છે અને તેનો વીડિયો પણ પોસ્ટ કર્યો છે. તેના બાળકને જોયા બાદ ફેન્સ તેના ખૂબ વખાણ કરી રહ્યા છે.

બનાવ્યો સ્પેશિયલ બ્લૉગ

બનાવ્યો સ્પેશિયલ બ્લૉગ

11 જુલાઈના રોજ ભારતી અને હર્ષે તેમના યુટ્યુબ અકાઉન્ટ પર એક વીડિયો પોસ્ટ કર્યો હતો. 13 મિનિટના આ વીડિયોમાં કૉમેડિયને તેના બાળક વિશે તમામ વિગતો જણાવી હતી. જો કે તેમના પુત્રનુ નામ લક્ષ્ય છે પરંતુ પરિવારના સભ્યો તેને પ્રેમથી 'ગોલા' બોલાવે છે. ભારતીના કહેવા પ્રમાણે તે હવે તેના પુત્રનો ચહેરો દુનિયાને બતાવવા માટે તૈયાર છે. આ માટે તેણે ઘરને સારી રીતે સજાવ્યુ હતુ. સાથે જ તેમના પુત્રને પણ તૈયાર કર્યો હતો.

બૉક્સમાં રાખ્યો લક્ષ્યને

બૉક્સમાં રાખ્યો લક્ષ્યને

થોડા સમય બાદ વીડિયોમાં તેના પતિ હર્ષની એન્ટ્રી થઈ હતી. આ પછી બંને ત્યાં પહોંચ્યા જ્યાં તેમણે ખાસ તૈયારીઓ કરી હતી. એક બૉક્સ પણ હતુ જેમાં બંનેએ લક્ષ્યને રાખ્યુો હતો. પછી તેમણે એ બૉક્સ ખોલ્યુ અને દુનિયાને તેમના પુત્રનો ચહેરો બતાવ્યો. આ પછી તેમણે કેક કાપીને આ ક્ષણની ઉજવણી કરી. ભારતીનો આ વીડિયો ઘણો વાયરલ થઈ રહ્યો છે.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
loader
X