બુલેટ રાજામાં પોતે જ એક્શન કરશે વિદ્યુત જામવાલ
મુંબઈ, 19 એપ્રિલ : તિગ્માંશુ ધુલિયાની બુલેટ રાજા ફિલ્મમાં અભિનેતા વિદ્યુત જામવાલ એક્શન દૃશ્યો પોતે જ કરશે. જોકે ફિલ્મમાં મારધાડના દૃશ્યોનું દિગ્દર્શન રા.વન, વિશ્વરૂપ તથા એજંટ વિનોદ જેવી ફિલ્મોમાં કામ કરનાર પરવેઝ ખાનને સોંપાયુ છે, પરંતુ વિદ્યુતે પોતાના એક્શન દૃશ્યોનું દિગ્દર્શન પોતે જ કરવાનો નિર્ણય કર્યો છે.

તાજેતરમાં જ કમાંડો ફિલ્મમાં જોરદાર એક્શન અને એક્ટિંગ કરનાર વિદ્યુત બુલેટ રાજા ફિલ્મમાં એક દિલદાર પોલીસ વાળાની ભૂમિકામાં છે કે જે એક મહત્વનું પાત્ર છે. અગાઉ આ ભૂમિકા ઇરફાન ખાન ભજવવાના હતાં. ફિલ્મમાં સૈફ અલી ખાન અને સોનાક્ષી સિન્હા મુખ્ય ભૂમિકામાં છે.
બૉલીવુડના પ્રસિદ્ધ નિર્માતા તિગ્માંશુ ધુલિયાએ જણાવ્યું - બુલેટ રાજામાં વિદ્યુત સાથે મારધાડના બે દૃશ્યો છે કે જેનું દિગ્દર્શન તેઓ પોતે કરશે. સૈફ માટે મારધાડના દૃશ્યોનું દિગ્દર્શન પરવેઝ કરી રહ્યાં છે.
ધુલિયાએ જણાવ્યું - વિદ્યુત જામવાલ પોતાના શરીર અને મગજને બીજા કરતાં વધુ બહેતર અને સારી રીતે સમજે છે. તેઓ 12 વરસની વયથી જ માર્શલ આર્ટ્સની તાલીમ લેતા રહ્યાં છે. તેમને સારી રીતે ખબર છે કે ફિલ્મમાં પોતાના પાત્ર સાથે કઈ રીતે વર્તવું છે. ફિલ્મમાં વિદ્યુત જામવાલ પોતાના પ્રથમ દૃશ્યમાં ચમ્બની ઘાટીઓમાં ડકૈતોના જૂથ સામે બાથ ભીડતા નજરે પડશે. તેમનું આગમન વાર્તાની વચ્ચે મધ્યાંતર બાદ થાય છે કે જ્યારે તેઓ ચમ્બલમાં ડાકુઓનો પીછો કરતા હોય છે. બીજું દૃશ્ય લખનઉ શહેરમાં ફિલ્માવાયું છે. હાલ ધુલિયા આખી ટીમ સાથે ઉત્તર પ્રદેશના ઇટાવા શહેરમાં ફિલ્મના શૂટિંગમાં વ્યસ્ત છે.












Click it and Unblock the Notifications
