મુશ્કેલીમાં સલમાન, ચાલતી ગાડીમાંથી પત્રકારનો મોબાઈલ ઝૂંટવવા બદલ FIR
બોલિવુડ અભિનેતા સલમાન ખાન સામે એક પત્રકારે ફરિયાદ નોંધાવી છે. ફરિયાદકર્તાએ સલમાન પર તેમનો ફોન છીનવી લેવાનો આરોપ લગાવ્યો છે.
બોલિવુડ અભિનેતા સલમાન ખાન સામે એક પત્રકારે ફરિયાદ નોંધાવી છે. ફરિયાદકર્તાએ સલમાન પર તેમનો ફોન છીનવી લેવાનો આરોપ લગાવ્યો છે. વાસ્તવમાં પત્રકાર સલમાનનો વીડિયો બનાવવાની કોશિશ કરી રહ્યો હતો ત્યારે સલમાને તેનો ફોન છીનવી લીધો. ફરિયાદ કરનાર પત્રકારનું નામ અશોક શ્યામલાલ પાંડે છે.

‘સલમાનના બોડીગાર્ડને પૂછીને બનાવી રહ્યા હતા વીડિયો'
અશોકનું કહેવુ છે કે તે અને તેમના કેમેરામેન મુંબઈના જૂહુથી કાંદીવલી તરફ જઈ રહ્યા હતા ત્યારે જ તેમણે સલમાન ખાનને સાઈકલ ચલાવતા જોયા. તેમણે સલમાનના બોડીગાર્ડને પૂછ્યુ કે શું તે સલમાનનો વીડિયો બનાવી શકે છે તો તેણે હામી ભરી દીધી હતી. ત્યારબાદ જ એ લોકોએ સલમાનનો વીડિયો બનાવવો શરૂ કર્યો હતો.

‘સલમાને હાથમાંથી ફોન છીનવ્યો અને જતા રહ્યા'
અશોકે જણાવ્યુ કે અમે ફોન કાઢીને સલમાનનો વીડિયો શૂટ કરવા ઈચ્છયો. અચાનક સલમાન પોતાના બોડીગાર્ડ તરફ જોયુ કે જે મોટરસાઈકલ પર હતો. તે અમારી પાસે આવ્યો અને અમારા કેમેરામેનને ધક્કો મારી દીધો. અમારી વચ્ચે બોલાચાલી થવા લાગી. સલમાને પોતાની સાઈકલ ઘુમાવી અને અમારી પાસે આવ્યા. અમે કહ્યુ અમે પ્રેસમાંથી છીએ તો સલમાને કહ્યુ કે તેનાથી કોઈ ફરક નથી પડતો. આ બોલીને તેમણે અમારો ફોન છીનવી લીધો અને ત્યાંથી નીકળી ગયા.

પોલિસને ફોન મિલાવ્યો તો પાછો આપ્યો ફોન
પત્રકારના જણાવ્યા અનુસાર આ બધા છતાં જ્યારે તે પોલિસને ફોન મિલાવવા લાગ્યા તો સલમાનનો બોડીગાર્ડે તેમનો ફોન પાછો આપી દીધો. પત્રકારની ફરિયાદ બાદ એક ફરિયાદ આવી છે કે તે લોકો મંજૂરી વિના સલમાન ખાનનો ફોટો પાડી રહ્યા હતા. તમને જણાવી દઈએ કે વિવાદો સાથે હંમેશા સલમાનનો નાતો રહ્યો છે. એવામાં વધુ એક ફરિયાદ તેમના માટે મુસીબત જ છે.












Click it and Unblock the Notifications
