For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

છિછોરે બાદ સુશાંત સિંહ પાસેથી છીનવી લેવાઈ હતી 7 ફિલ્મોઃ સંજય નિરુપમ

સુશાંતના મોત વિશે કોંગ્રેસ નેતા સંજય નિરુપમે મોટુ નિવેદન આપ્યુ છે.

|
Google Oneindia Gujarati News

સુશાંત સિંહ રાજપૂતે રવિવારે (14 જૂન)ના રોજ બાંદ્રા સ્થિત પોતાના અપાર્ટમેન્ટમાં ફાંસી લગાવીને આત્મહત્યા કરી લીધી. તેમના પોસ્ટમોર્ટમ રિપોર્ટમાં હેંગિંગથી જ મોત થવાનુ કારણ સામે આવ્યુ છે. જણાવવામાં આવી રહ્યુ છે કે તે ઘણા સમયથી ડિપ્રેશનમાં હતા. હવે તેમના મોત માટે કોંગ્રેસ નેતા સંજય નિરુપમે મોટુ નિવેદન આપ્યુ છે. તેમના મોત પાછળ નિરુપમે બૉલિવુડને જવાબદાર ગણાવ્યુ છે.

સંજય નિરુપમે બોલિવુડને ગણાવ્યુ નિષ્ઠુર

સંજય નિરુપમે બોલિવુડને ગણાવ્યુ નિષ્ઠુર

સંજય નિરુપમે ટ્વિટ કરીને દાવો કર્યો કે છિછોરે હિટ થયા બાદ સુશાંત સિંહ રાજપૂતે સાત ફિલ્મો સાઈન કરી હતી. છ મહિનામાં તેના હાથમાંથી બધી ફિલ્મો જતી રહી. કેમ? ફિલ્મ ઈન્ડસ્ટ્રીની નિષ્ઠુરતા એક અલગ લેવલ પર કામ કરે છે. આ નિષ્ઠુરતાએ એક પ્રતિભાવાન કલાકારને મારી નાખ્યો. સુશાંતને વિનમ્ર શ્રદ્ધાંજલિ. જો કે આવુ પહેલી વાર નથી થયુ. ઘણા અભિનેતા અને અભિનેત્રીઓ સાથે આવુ થાય છે કે ડાયરેટ્ર અને પ્રોડ્યુસર ફિલ્મો સાઈન કર્યા બાદ અભિનેતાને બહારનો રસ્તો બતાવી દે છે.

આ દોસ્તને કર્યો હતો છેલ્લો કૉલ

આ દોસ્તને કર્યો હતો છેલ્લો કૉલ

સુશાંત સિંહ રાજપૂતના મોત બાદથી તેમના પિતા સંપૂર્ણપણે તૂટી ગયા છે. પોતાના ઘરેથી મુંબઈ રવાના થતી વખતે પણ તેમની હાલત ઠીક નહોતી. સુશાંતના પિતા ખૂબ જ દુઃખી થઈ ગયા છે. મુંબઈ પોલિસના સૂત્રોનુ કહેવુ છે કે તેમના ફ્લેટમાંથી અમુક દવાઓ મળી છે જેનાથી લાગે છે કે તે છેલ્લા ઘણા મહિનાઓથી ડિપ્રેશનનો ઈલાજ કરાવી રહ્યા હતા. તમને જણાવી દઈએ કે સમાાચાર આવી રહ્યા છે કે સુશાંતે છેલ્લો કૉલ પોતાના દોસ્ત અને એક્ટર મહેશ શેટ્ટીના કર્યો હતો. મહેશ શેટ્ટી અને સુશાંત બંને ટીવી શો પવિત્ર રિશ્તામાં સાથે કામ કરી ચૂક્યા છે.

પ્રોડ્યુસર નિખિલ દ્વિવેદીએ બૉલિવુડ સેલેબ્ઝ પર ગુસ્સો વ્યક્ત કર્યો

પ્રોડ્યુસર નિખિલ દ્વિવેદીએ બૉલિવુડ સેલેબ્ઝ પર ગુસ્સો વ્યક્ત કર્યો

પ્રોડ્યુસર નિખિલ દ્વિવેદીએ બૉલિવુડ સેલેબ્ઝ પર ગુસ્સો વ્યક્ત કર્યો છે. નિખિલે ટ્વિટ કર્યુ, 'ક્યારેક-ક્યારેક અમારી ફિલ્મ ઈન્ડસ્ટ્રીનો દેખાડો મને શરમમાં મૂકી દે છે. બધી કહી રહ્યા છે કે તેમણે સુશાંતના ટચમાં રહેવુ જોઈતુ હતુ, પરંતુ સાચુ એ છે કે તમે સુશાંતના ટચમાં નહોતા કારણકે તેનુ કરિયર ઢળી રહ્યુ હતુ. શું તમે અત્યારે ઈમરાન ખાન, અભય દેઓલ અને બાકીનાઓના ટચમાં છો? પરંતુ તમે ત્યારે હતા જ્યારે તે સારુ કરી રહ્યા હતા.'

સુશાંત સિંહના શબના ફોટા શેર ન કરવાની મહારાષ્ટ્ર સાઈબરની ચેતવણી, ડિલીટ કરી દો નહિતર...

English summary
congress leader sanjay nirupam reaction over sushant singh rajput death.
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X