અપના બૉમ્બે ટૉકીઝ : ‘આનાથી વધુ કંઈ નહોતું જોઇતું’
મુંબઈ, 30 એપ્રિલ : ફિલ્મ બૉમ્બે ટૉકીઝના ગીત અપના બૉમ્બે ટૉકીઝના કોરિયોગ્રાફર વૈભવી મર્ચંટ બહુ જ ખુશ છે કે ફિલ્મના ગીત માટે નૃત્ય દિગ્દર્શનના માધ્યમથી તેમને ભારતીય સિનેમા પ્રત્યે પોતાનું સન્માન વ્યક્ત કરવાની તક મળી.

બૉમ્બે ટૉકીઝ ફિલ્મના સ્પેશિયલ સ્ક્રીનિંગ પ્રસંગે 37 વર્ષીય વૈભવીએ જણાવ્યું - ભારતીય સિનેમાને સાથે મળી સન્માન આપવાનો આ શ્રેષ્ઠ મોકો છે. હકીકત તો એ છે કે મને ફિલ્મના ગીત માટે કોરિયોગ્રાફી કરવાનું કહેવાયું, તેના કરતું વધુ કંઈ જોઇતુ નહોતું મને. અપના બૉમ્બે ટૉકીઝ... ગીતમાં આમિર ખાન, શાહરુખ ખાન, સૈફ અલી ખાન, માધુરી દીક્ષિત, વિદ્યા બાલન, અનિલ કપૂર અને રાણી મુખર્જી સહિત 20 કલાકારો છે.
ચાર લઘુ ફિલ્મોનો સંગ્રહ ધરાવતી બૉમ્બે ટૉકીઝ ફિલ્મનું દિગ્દર્શકો કરણ જૌહર, દિબાકર બૅનર્જી, અનુરાગ કશ્યપ તથા ઝોયા અખ્તર છે. ફિલ્મ 3જી મેના રોજ રિલીઝ થઈ રહે છે. આગામી કૅન્સ ફિલ્મ ફેસ્ટિવલમાં પણ ફિલ્મનું પ્રદર્શન કરવામાં આવશે.












Click it and Unblock the Notifications
