Get Updates
Get notified of breaking news, exclusive insights, and must-see stories!

ભૂતકાળમાં પણ થઈ ચુક્યા છે ‘અનુષ્કા-વિરાટ’ જેવા પ્રેમી પંખીડા...

મુંબઈ, 23 નવેમ્બર : આજે ચારે બાજુ બૉલીવુડ અભિનેત્રી અનુષ્કા શર્મા તથા ક્રિકેટર વિરાટ કોહલીના અફૅર તથા લગ્નની વાતો થઈ રહી છે. એમ પણ કહે છે કે બંને ટુંક સમયમાં જ લગ્ન કરી લેવાના છે. બંનેનો પ્રેમ આજકાલ પૂરબહારમાં ખીલેલો છે.

તાજેતરમાં જ કરણ જૌહર દ્વારા યોજાયેલ પાર્ટીમાં પણ વિરાટ કોહલી અને અનુષ્કા શર્મા એક સાથે અને એક જ કારમાં પહોંચ્યા હતાં. વિરાટ-અનુષ્કા જે રીતે વિવિધ ઇવેન્ટ્સમાં સાથે દેખાય છે અને એક-બીજાના વખાણ પણ કરતા જોવા મળે છે, તેથી લોકોને આવી વાતો વહેતી કરવાની પ્રેરણા મળવી સ્વાભાવિક છે.

જોકે અનુષ્કા શર્મા એવાં પહેલા બૉલીવુડ અભિનેત્રી નથી કે જેમનું નામ ક્રિકેટ સાથે સંકળાયેલ કોઈ ખેલાડી સાથે જોડાયું છે. શર્મિલા ટાગોરથી લઈ રીના રૉય અને સંગીતા બિજલાણી સહિત અનેક એવી બૉલીવુડ અભિનેત્રીઓ છે કે જેઓ સમયાંતરે આવી રીતે કોઇક ક્રિકેટર સાથે સંકળાયાં અને કેટલાંકે તો ઘર પણ માંડ્યું, તો દીપિકા પાદુકોણે કે ઈશા શરવાણી જેવા અભિનેત્રીઓના સંબંધો અલ્પકાલિક જ રહ્યાં.

આવો તસવીરોમાં જોઇએ બૉલીવુડ-ક્રિકેટ કનેક્શન :

શર્મિલા-પટૌડી

શર્મિલા-પટૌડી

ક્રિકેટની દુનિયાના ટાઇગર મંસૂર અલી ખાન પટૌડનું દિલ બૉલીવુડના કળી શર્મિલા ટાગોર ઉપર એવું ફિદા થયું કે તેમણે શર્મિલાને પોતાના બેગમ બનાવી લીધાં. શર્મિલાએ પણ સ્મિત સાથે પોતાના પ્રેમ માટે પોતાનો ધર્મ બદલી નાંખ્યો.

ઝીનત-ઇમરાન

ઝીનત-ઇમરાન

એક સમય હતો કે જ્યારે પાકિસ્તાની ક્રિકેટ સ્ટાર ઇમરાન ખાન અને બૉલીવુડ બેબ ઝીનત અમાનના પ્રેમની ચર્ચાઓ ગરમ હતી. કહે છે કે ઇમરાન ઝીનત સાથે લગ્ન નહોતા કરવા માંગતાં. તેથી ઝીનત અને ઇમરાન વચ્ચે બ્રેક-અપ થયુ હતું.

રીના-મોહસિન

રીના-મોહસિન

બૉલીવુડ અભિનેત્રી રીના રૉયે પણ પાકિસ્તાની ક્રિકેટર મોહસિન ખાન સાથે લગ્ન કરી લીધા હતાં. લાંબા અફૅર બાદ થયેલ આ લગ્ન જોકે લાંબુ ટકી શક્યું નહીં અને બંને વચ્ચે છુટાછેડાં થઈ ગયાં. રીનાના પગલે મોહસિને બૉલીવુડમાં પણ હાથ અજમાવ્યા હતાં.

નીના-રિચર્ડ્સ

નીના-રિચર્ડ્સ

એંસીના દાયકામાં નીના ગુપ્તા-વિવિયન રિચર્ડ્સના પ્રેમ-પ્રકરણની પણ જોરદાર ચર્ચાઓ હતી. નીના તો રિચર્ડ્સના બાળકના માતા પણ બન્યા હતાં. જોકે બંનેએ લગ્ન કર્યા નહીં અને નીના વેસ્ટઇંડીઝ છોડી કાયમ માટે ભારત પરત ફરી ગયાં.

સંગીતા-અઝહર

સંગીતા-અઝહર

મહોમ્મદ અઝહરુદ્દીને પણ પોતાના પત્ની સાથે છેડો ફાડી સંગીતા બિજલાણી સાથે લગ્ન કર્યા હતાં. લાંબાગાળા સુધી ચાલેલ તેમના અફૅરની પણ ખૂબ ચર્ચા રહી હતી. બંનેએ મોટા વિવાદ બાદ લગ્ન કર્યા હતાં. આજે પણ બંને વચ્ચે ખટપટના સમાચારો આવતાં જ રહે છે.

કિમ-યુવરાજ

કિમ-યુવરાજ

ભારતીય ક્રિકેટ ટીમાના કૅસેનોવા કહેવાતાં ક્રિકેટર યુવરાજ સિંહ તથા અભિનેત્રી કિમ શર્માનું પ્રેમ-પ્રકરણ પણ ખૂબ ચર્ચામાં રહ્યું, પરંતુ લાંબો વખત સુધી રિલેશનશિપમાં રહેવા છતાં બંને જુદાં પડી ગયાં. કહે છે કે યુવરાજના માતા શબનમને કિમ પસંદ પડ્યા નહોતાં.

દીપિકા-ધોની

દીપિકા-ધોની

ભારતીય ટીમના સૌથી સફળ કૅપ્ટન મહેન્દ્ર સિંહ ધોની પણ એક સમયે દીપિકા પાદુકોણેના પ્રેમમાં કેદ થઈ ગયા હતાં, પરંતુ પછી શું થયું કે તેમની વચ્ચે બ્રેક-અપ થઈ ગયું. પછી તો ધોનીએ સાક્ષી સાથે લગ્ન કરી લીધાં.

ગીતા-હરભજન

ગીતા-હરભજન

ભારતીય સ્પિનર હરભજન સિંહ અને અભિનેત્રી ગીતા બસરાનું પ્રેમ-પ્રકરણ પણ જગજાહેર છે. બંને ટુંકમાં જ લગ્ન કરવાનાં છે. ભજ્જી હાલ ક્રિકેટની દુનિયાથી દૂર ગીતાનું કૅરિયર શણગારવામાં જોતરાયાં છે. તેથી તેઓ પંજાબી ફિલ્મ પ્રોડ્યુસ કરી રહ્યાં છે.

ઈશા-ઝહીર

ઈશા-ઝહીર

ઝહીર ખાનની પણ પસંદ બૉલીવુડ સુંદરી ઈશા શરવાણી રહ્યાં છે. જોકે આજે બંને સાથે નથી, પરંતુ કહે છે કે બંને ઘણાં વખત સુધી લિવ ઇન રિલેશનમાં હતાં. બ્રેક-અપ થયા બાદ બંનેની જ લાઇફમાં હજી સુધી કોઈ આવ્યું નથી. તેમના ફૅન્સને આશા છે કે બંને એક થઈ શકે છે.

સુષ્મિતા-અક્રમ

સુષ્મિતા-અક્રમ

થોડાક દિવસ પહેલા સુષ્મિતા સેન અને વસીમ અક્રમના લગ્નની અફવા ચાલી હતી. જોકે એવું કંઈ થયુ નહીં.

વિરાટ-અનુષ્કા

વિરાટ-અનુષ્કા

હવે આજકાલ ક્રિકેટર વિરાટ કોહલી અને અભિનેત્રી અનુષ્કા શર્માનું અફૅર ચૌરે ને ચોટે ચર્ચામાં છે. બંનેના લગ્નની પણ શક્યતાઓ જોવાઈ રહી છે. જોઇએ, શું થાય છે?

More From
Prev
Next
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
loader
X