‘લિયોનાર્ડો-ડૅનિયલ મારા ફૅવરિટ હૉલીવુડ કલાકાર’
મુંબઈ, 13 મે : બૉલીવુડના મિસ્ટર પરફેક્શનિસ્ટ આમિર ખાને જણાવ્યું કે ટાઇટૅનિક ફિલ્મના હીરો લિયોનાર્ડો ડિકૅપ્રિયો તથા ડૅનિયલ ડે લુઇસ તેમના ફેવરિટ હૉલીવુડ સ્ટાર્સ છે.

આમિર ખાન પોતાના પત્ની કિરણ રાવ સાથે હૉલીવુડ ફિલ્મ સ્ટાર ટ્રેક ઇનટૂ ડાર્કનેસ જોવા આવ્યા હતાં. તેમની સાથે તેમના ભત્રીજા અને બૉલીવુડ અભિનેતા ઇમરાન ખાન પણ હાજર હતાં. આમિર ખાને જણાવ્યું - મને થોડાંક જ હૉલીવુડ કલાકારો ગમે છે. હું ઇંગ્લિશના નામો ભુલી જાઉ છું. મને લિયોનાર્ડો ડિકૅપ્રિયો તથા ડૅનિયલ ડે લુઇસ પસંદ છે.
આમિર ખાન આજકાલ ધૂમ 3 અને પીકે ફિલ્મના શૂટિંગમાં વ્યસ્ત છે. તેમનું કહેવું છે કે તેમને ફિલ્મ જોવાનો સમય જ નથી મળતો. તેમણે જણાવ્યું - હું માંડ ફિલ્મ જોવાનો સમય કાઢી શકુ છું. તેથી મને ખુશી છે કે આ ફિલ્મ જોવાની મને તક મળી.












Click it and Unblock the Notifications
