વર્ષો બાદ ફેન્સની આતુરતાનો આવ્યો અંત, દિશા વાકાણી 'દયાબેન' તારક મહેતામાં કરશે વાપસી

Disha Vakani: ટીવી જગતના સૌથી લોકપ્રિય શો 'તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા'ના ચાહકો માટે મોટા સમાચાર આવી રહ્યા છે, સીરિયલની દયાબેન એટલે કે દિશા વાકાણી ટૂંક સમયમાં શોમાં પરત ફરી રહી છે. વિશેષ કાર્યક્રમમાં શોની સુંદર સફરની રીકેપ બતાવવામાં આવી હતી, જે દરમિયાન અસિત મોદીએ દિશા વાકાણીના કમબેકની જાહેરાત કરી હતી.

ટીવી પર શો 'તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા' સિટકૉમે તાજેતરમાં 15 વર્ષ પૂર્ણ કર્યા છે. આ સીરિયલનું દરેક પાત્ર દર્શકોના હૃદયમાં વસે છે, ખાસ કરીને 'દયાબેન' અથવા 'દયા ભાભી'નું પાત્ર આ શોનું સૌથી લોકપ્રિય પાત્ર રહ્યું છે.

disha vakani

આ પાત્ર ઘણા વર્ષોથી શોમાંથી ગાયબ છે. તારક મહેતામાં 'દયાબેન'નું પાત્ર ભજવનાર ટીવી અભિનેત્રી દિશા વાકાણીએ સિટકોમમાંથી મેટરનિટી બ્રેક લીધો હતો. ત્યારથી ચાહકો શોમાં તેની વાપસીની રાહ જોઈ રહ્યા છે.

તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા સ્ટારડમની નવી ઊંચાઈએ પહોંચે છે અને શોના 15 વર્ષ પૂરા થતાં શોના નિર્માતા અસિત મોદીએ ચાહકોને ભેટ આપી હતી. હકીકતમાં, અસીલ મોદીએ શોમાં દરેકની ફેવરિટ દિશા વાકાણીની વાપસીની પુષ્ટિ કરી છે.

એક ખાસ કાર્યક્રમમાં, શોની સુંદર સફરની રીકેપ બતાવવામાં આવી હતી, જે દરમિયાન અસિત મોદીએ દિશા વાકાણીના કમબેકની જાહેરાત કરી હતી. આ દરમિયાન અસિત મોદીએ કહ્યું કે એક કલાકાર જેને કોઈ ભૂલી શકતું નથી તે છે 'દયાબેન', જેનું પાત્ર દિશા વાકાણીએ ભજવ્યું છે.

તેમણે ખુલાસો કર્યો કે ચાહકો દિશાના શોમાં પાછા ફરવાની આતુરતાથી રાહ જોઈ રહ્યા છે. ત્યારબાદ તેમણે વચન આપ્યું હતું કે તે ટૂંક સમયમાં શોમાં પરત ફરશે. જો કે દિશા વાકાણીના ટેલિવિઝન પર કમબેકના સમાચાર અને દાવા છ વર્ષથી ચાલી રહ્યા છે, પરંતુ આ વખતે ખુદ અસિત મોદીએ તેની પુષ્ટિ કરી છે.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
loader
X