Get Updates
Get notified of breaking news, exclusive insights, and must-see stories!

DDLJ to Chennai Express: મરાઠા મંદિરના આંગણે કિંગ ખાન

ચેન્નાઇ એક્સપ્રેસની સફળતાનો શ્રેય આમ તો બૉલીવુડ અભિનેતા શાહરૂખ ખાન અને રોહિત શેટ્ટીને જાય છે, પરંતુ રિલીઝ બાદ પણ સતત સારી કમાણી કરી રહેલી ચેન્નાઇ એક્સપ્રેસની સફળતા માટે તો શાહરૂખ ખાનનો સ્ટાર પાવર અને તેમની યુનિક પબ્લિસિટી જ છે. શાહરૂખ ખાન ફિલ્મની રીલીઝ બાદ પર સતત પોતાના ફેન્સને મળીને ચેન્નાઇ એક્સપ્રેસનું પ્રમોશન કરી રહ્યાં છે. ક્યારેક સિનેમાહોલમાં જઇને ફેન્સ સાથે બેસીને ફિલ્મ જુએ છે તો ક્યારેક તેમની સાથે જઇને ડાન્સ કરે છે.

ચેન્નાઇ એક્સપ્રેસને રીલીઝ થયે બે અઠવાડિયા સુધીનો સમય વીતિ ચૂક્યો છે, તેમ છતાં શાહરૂખ ખાન ફિલ્મની માર્કેટિંગ કરવાનું છોડી રહ્યાં નથી. શાહરૂખ ખાને ગત કાલે એટલે કે 15 ઑગસ્ટના દિવસે મુંબઇમાં નરિમન પોઇન્ટ પર જઇને પોતાના ફેન્સ સાથે વાતચીત કરી અને પોતાની ફિલ્મ ચેન્નાઇ એક્સપ્રેસને લઇને તેમની રાય પણ જાણી. ત્યારબાદ તેઓ મુંબઇમાં આવેલા મરાઠા મંદિર સિનેમા હોલમાં પણ ગયા, જ્યાં જઇને તેમણે ફેન્સ સાથે ફિલ્મ જોઇ. પરંતુ જેવા કિંગ ખાન મરાઠા મંદિર પહોંચ્યા કે તુરત જ એક તરફ ડીડીએલજે અને બીજી તરફ ચેન્નાઇ એક્સપ્રેસની ચર્ચા થવા લાગી.

બધાને મોઢે એક જ વાત હતી કે રાજ ટૂ રાહુલ અને ડીડીએલજે ટૂ ચેન્નાઇ એક્સપ્રેસ. જો તમે શાહરૂખ ખાનની આ ફિલ્મ જોઇ હશે તો તમને ફિલ્મના શરૂઆતના કેટલાક દ્રશ્યોમાં અને અંતમાં ડીડીએલજેનો ટચ જોવા મળે છે. શરૂઆતમાં શાહરૂખ ખાન જે રીતે દિપીકાને ટ્રેનમાં ચઢાવે છે, તે દ્રશ્ય વર્ષો પહેલા ડીડીએલજેમાં દર્શાવવામાં આવ્યું હતું, જ્યારે અંતમાં દીપિકા અને શાહરૂખના પ્રેમનો સ્વિકાર કરવામાં આવે છે, ત્યારે પણ શાહરૂખ દ્વારા એવું બોલવામાં આવે છે, ફાઇનલી દિલવાલે દૂલ્હનિયા લે ગયે. નોંધનીય છે કે, મરાઠા મંદિરમાં શાહરૂખ ખાન અને કાજોલ અભિનિત દિલવાલે દુલ્હનિયા લે જાયેંગે ફિલ્મે 900 એપીસોડ પૂરા કર્યાં છે.

બાળક પર ફિલ્મની સફળતાનું ભારણ ના નાંખો

બાળક પર ફિલ્મની સફળતાનું ભારણ ના નાંખો

બીજી તરફ ચેન્નાઇની સફળતાને શાહરૂખના પુત્ર અબરામ સાથે જોડવામાં આવી રહી છે. એવું પણ કહેવામાં આવી રહ્યું છે કે, અબરામ,શાહરૂખ માટે ઘણો જ લકી સાબિત થયો છે અને તેના કારણે ફિલ્મ સફળ નીવડી છે અને સતત કમાણી કરી રહી છે. જો કે, આ અંગે શાહરૂખ ખાને કહ્યું છે કે, 4 માસના બાળક પર ફિલ્મની સફળતાનું ભારણ નાંખવું ના જોઇએ.

 ફિલ્મ સફળ છતાં કિંગ ખાન કરી રહ્યો છે પ્રમોશન

ફિલ્મ સફળ છતાં કિંગ ખાન કરી રહ્યો છે પ્રમોશન

ચેન્નાઇ એક્સપ્રેસ 100 કરોડના ક્લબમાં સામેલ થઇ ગઇ છે અને હવે તેનો ટાર્ગેટ 200 કરોડના ક્લબ પર છે, ફિલ્મ બોક્સ ઓફિસ પર સફળ નીવડ્યાં પછી પણ કિંગ ખાન થીયેટર્સમાં જઇને ફિલ્મને પ્રમોટ કરી રહ્યાં છે.

ફેન્સની વચ્ચે કિંગ ખાન

ફેન્સની વચ્ચે કિંગ ખાન

મુંબઇમાં ફિલ્મને પ્રમોટ કરવા માટે ફેન્સની વચ્ચે પહોંચેલો શાહરૂખ ખાન

ફેન્સ સાથે કરી ચર્ચા માંગ્યા અભિપ્રાયો

ફેન્સ સાથે કરી ચર્ચા માંગ્યા અભિપ્રાયો

શાહરૂખ ખાને ફેન્સ સાથે ચર્ચા કરી હતી અને ફિલ્મ અંગે અભિપ્રાયો માંગ્યા હતા.

મરાઠા મંદિર ખાતે કિંગ ખાન

મરાઠા મંદિર ખાતે કિંગ ખાન

કિંગ ખાન શાહરૂખ ખાન ફિલ્મને પ્રમોટ કરવા માટે મરાઠા મંદિર ખાતે પહોંચ્યો હતો.

ડીડીએલજએ 900 વીક પૂરા કર્યાં

ડીડીએલજએ 900 વીક પૂરા કર્યાં

નોંધનીય છે કે, શાહરૂખ ખાન અને કાજોલ અભિનિત દિલવાલે દુલ્હનિયા લે જાયેંગે ફિલ્મે મરાઠા મંદિરમાં 900 વીક પૂરા કર્યા છે.

ડીડીએલજેના મંચ પર ચેન્નાઇ એક્સપ્રેસનું પ્રમોશન

ડીડીએલજેના મંચ પર ચેન્નાઇ એક્સપ્રેસનું પ્રમોશન

મરાઠા મંદિર ખાતે ડીડીએલજેના મંચ પર ચેન્નાઇ એક્સપ્રેસનું પ્રમોશન કરી રહેલો કિંગ ખાન.

ફેન્સ સાથે મસ્તી કરી રહેલો કિંગ ખાન

ફેન્સ સાથે મસ્તી કરી રહેલો કિંગ ખાન

આ તકે શાહરૂખ ખાને ફેન્સ સાથે મજાક મસ્તી પણ કરી હતી.

કિંગ ખાન સાથે રોહિત શેટ્ટી

કિંગ ખાન સાથે રોહિત શેટ્ટી

મરાઠા મંદિર ખાતે ચેન્નાઇ એક્સપ્રેસનું પ્રમોશન કરવા શાહરૂખ ખાન સાથે રોહિત શેટ્ટી પણ આવ્યો હતો.

ફેન્સ સાથે કરી ચર્ચા

ફેન્સ સાથે કરી ચર્ચા

શાહરૂખ ખાને મરાઠા મંદિર ખાતે આવેલા તેના ફેન્સ સાથે ફિલ્મ અંગે ચર્ચા કરી હતી.

માંગ્યા અભિપ્રાયો

માંગ્યા અભિપ્રાયો

આ તકે શાહરૂખ ખાને તેના ફેન્સ પાસે ચેન્નાઇ એક્સપ્રેસ અંગેના અભિપ્રાયો પણ માંગ્યા હતા.

More From
Prev
Next
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
loader
X