Get Updates
Get notified of breaking news, exclusive insights, and must-see stories!

Pics/Trailer : ક્રાઇમ-સેક્સ-પૉલિટિક્સનો કૉકટેલ ‘ડેઢ ઇશ્કિયા’

મુંબઈ, 9 નવેમ્બર : માધુરી દીક્ષિત બૉલીવુડનું તે નામ છે કે જેને સમ્પૂર્ણ અભિનેત્રીનો દરજ્જો હાસલ છે. રૂપ, ગુણ, નઝાકત, અદાથી પરિપૂર્ણ માધુરીના વ્યક્તિત્વમાં ચાર-ચાંદ ત્યારે લાગી જાય છે કે જ્યારે માધુરીના ચહેરે કાતિલ સ્મિત પ્રસરી જાય. મધુબાલા બાદ પોતાના સ્મિત માટે જાણીતા માધુરીની ફિલ્મ ડેઢ ઇશ્કિયાનો આતુરતાપૂર્વક ઇંતેજાર થઈ રહ્યો છે.

વિશાલ ભારદ્વાજ નિર્મિત ડેઢ ઇશ્કિયા ફિલ્મની વાર્તા પેગમ પારા એટલે કે માધુરી દીક્ષિતને ધ્યાને રાખી લખાઈ છે કે જેથી અભિષેક ચૌબેના દિગ્દર્શન વાળી આ ફિલ્મ મોસ્ટ અવેટેડ ફિલ્મોમાંની એક છે. શુક્રવારે ફિલ્મના ફેસબુક પેજ ઉપર પ્રથમ ઑફિશિયલ ટ્રેલર રિલીઝ થયું કે જેને જોઈ લોકોની ઇંતેજારી વધી ગઈ છે. ફિલ્મના ફર્સ્ટ લુકમાં માધુરીનું સૌંદર્ય સૌને બેકરાર કરી ગઈ. તેમનો શાતિર લુક કોઈને પણ બેચેન કરી જાય, તો તેમની સાથે પડદા પર લીડ રોલ પ્લે કરતા દિગ્દજ અભિનેતા નસીરુદ્દીન શાહનો પણ લુક બહુ પ્રભાવશાલી છે. એટલું જ નહીં ફિલ્મના બીજા બે લીડ કલાકારો અરશદ વારસી તથા હુમા કુરૈશીની હાજરી પણ ફિલ્મની સારી વાર્તાનો અહેસાસ કરાવે છે.

સરવાળે ડેઢ ઇશ્કિયા ફિલ્મનું ટ્રેલર ખૂબ જ રોમાંચક અને પ્રભાવશાળી છે. આ ફિલ્મનું ટ્રેલર 35 કરોડ લોકોને સમર્પિત કરાયું છે. દિગ્દર્શક અભિષેક ચૌબેએ જણાવ્યું કે ડેઢ ઇશ્કિયા માત્ર માધુરી દીક્ષિત માટે જ લખવામાં આવી છે. ફિલ્મમાં માધુરી સિવાય કોઈ ન હોઈ શકે. તેતી તો ફિલ્મ અંગે ત્યારે વિચારાયું કે જ્યારે માધુરી દીક્ષિત સમ્પૂર્ણપણે ભારત આવી વસ્યાં. જેમણે ત્રણ વર્ષ અગાઉ અભિષેક ચૌબેની ઇશ્કિયા ફિલ્મ જોઈ હતી અને અરશદ તથા વિદ્યા બાલન વચ્ચે જે ઇંટીમેટ સીન્સ હતાં, તેના કરતાં એક ડગલુ આગળ ડેઢ ઇશ્કિયા હશે અને અરશદ વારસી તથા હુમા કુરૈશી કદાચ તમામ મર્યાદાઓ ઓળંકી જશે. ફિલ્મના ટીઝર તથા ટ્રેલર પણ કહે છે કે ફિલ્મમાં અરશદ-હુમા કઈ હદે ઇંટીમેટ થયાં છે.

જુઓ ડેઢ ઇશ્કિયા ફિલ્મ 36 તસવીરોમાં અને માણો ટ્રેલર પણ :

ઇશ્કિયાની સિક્વલ

ઇશ્કિયાની સિક્વલ

ઇશ્કિયા ફિલ્મની સિક્વલ છે ડેઢ ઇશ્કિયા.

નસીર-અરશદ રિપીટ

નસીર-અરશદ રિપીટ

ડેઢ ઇશ્કિયામાં નસીરુદ્દીન શાહ અને અરશદ વારસી રિપીટ કરાયાં છે.

માધુરી-નસીર

માધુરી-નસીર

ઇશ્કિયામાં વિદ્યા બાલન હતાં, જ્યારે ડેઢ ઇશ્કિયામાં નસીરુદ્દીન શાહ સાથે માધુરી દીક્ષિતે જોડી બનાવી છે.

પોસ્ટર

પોસ્ટર

ડેઢ ઇશ્કિયા ફિલ્મનું પોસ્ટર પણ ઘણુ બધુ કહી જાય છે.

પોસ્ટર

પોસ્ટર

ડેઢ ઇશ્કિયાના આ પોસ્ટરમાં અરશદ વારસી અને નસીરુદ્દીન શાહ જણાય છે.

પોસ્ટર

પોસ્ટર

ડેઢ ઇશ્કિયાના આ પોસ્ટરમાં માધુરી દીક્ષિત તથા હુમા કુરૈશી જણાય છે.

પોસ્ટર

પોસ્ટર

ડેઢ ઇશ્કિયાના આ પોસ્ટરમાં નસીરુદ્દીન શાહ, માધુરી દીક્ષિત, અરશદ વારસી તથા હુમા કુરૈશી જણાય છે.

માધુરીનું કમબૅક

માધુરીનું કમબૅક

ડેઢ ઇશ્કિયા ફિલ્મને માધુરી દીક્ષિતની કમબૅક બૉલીવુડ ફિલ્મ ગણાવાઈ રહી છે.

હુમા-અરશદ

હુમા-અરશદ

ફિલ્મના ટીઝર તથા ટ્રેલર પણ કહે છે કે ફિલ્મમાં અરશદ-હુમા કઈ હદે ઇંટીમેટ થયાં છે.

વિદ્યા કરતા આગળ હુમા

વિદ્યા કરતા આગળ હુમા

અરશદ તથા વિદ્યા બાલન વચ્ચે જે ઇંટીમેટ સીન્સ હતાં, તેના કરતાં એક ડગલુ આગળ ડેઢ ઇશ્કિયા હશે અને અરશદ વારસી તથા હુમા કુરૈશી કદાચ તમામ મર્યાદાઓ ઓળંગી જશે.

ઇંટીમેટ સીન્સની વણઝાર

ઇંટીમેટ સીન્સની વણઝાર

નાયિકા હુમા કુરૈશી તથા નાયક અરશદ વારસીએ એક બાજુ ઇંટીમેટ સીન્સની વણઝાર કરી છે.

માધુરી-નસીર પણ બોલ્ડ

માધુરી-નસીર પણ બોલ્ડ

માધુરી દીક્ષિત અને નસીરુદ્દીન શાહ વચ્ચે પણ અનેક બોલ્ડ સીન્સ છે.

નસીરની એક્શન

નસીરની એક્શન

ડેઢ ઇશ્કિયામાં નસીરુદ્દીન શાહ રોમાંસ જ નહીં, પણ એક્શન કરતાં પણ દેખાશે.

કૉકટેલ

કૉકટેલ

ડેઢ ઇશ્કિયાનું ટ્રેલર કહે છે કે ફિલ્મ ક્રાઇમ, સેક્સ અને પૉલિટિક્સનું કૉકટેલ છે.

હિટ હતી ઇશ્કિયા

હિટ હતી ઇશ્કિયા

ઇશ્કિયા ફિલ્મ હિટ રહી હતી અને તેથી ડેઢ ઇશ્કિયાને લઈને પણ આવી જ અપેક્ષાઓ સેવાય છે.

સ્ક્રિપ્ટની ડિમાંડ

સ્ક્રિપ્ટની ડિમાંડ

માધુરી દીક્ષિત અને નસીરુદ્દીન શાહ વચ્ચે પણ ઘણાં ઉત્તેજક દૃશ્યો છે કે જે સ્ક્રિપ્ટની ડિમાંડ હતી.

આવતા વર્ષે રિલીઝ

આવતા વર્ષે રિલીઝ

ફિલ્મ આવતા વર્ષે જાન્યુઆરીમાં રિલીઝ થશે.

સફળ જોડી

સફળ જોડી

અરશદ-નસીરની જોડીને સફળ જોડી કહેવાય છે. બંનેએ અગાઉ ઇશ્કિયામાં કામ કર્યુ હતું કે જે સફળ રહી હતી.

બધુ ડોઢુ હશે

બધુ ડોઢુ હશે

કહે છે કે ડેઢ ઇશ્કિયા ફિલ્મમાં ઇશ્કિયા કરતા બધુ જ ડોઢુ જોવા મળશે.

અરશદને ગૌરવ

અરશદને ગૌરવ

અરશદે જણાવ્યુ હતું કે તેમને નસીરુદ્દીન શાહ સાથે કામ કરી ગૌરવ થાય છે.

માધુરીના ફૅન નસીર

માધુરીના ફૅન નસીર

નસીરુદ્દીન શાહ માધુરીના બહુ મોટા ફૅન છે અને તેઓએ હવે માધુરીની આટલી નજીક થઈ ફિલ્મનું શૂટિંગ કર્યું છે.

નસીરને મજા પડી

નસીરને મજા પડી

નસીરુદ્દીન શાહે જણાવ્યુ હતું કે અરશદ વારસી સાથે કામ કરતા ખૂબ આનંદ થાય છે. તેઓ એક સારા કલાકાર છે.

માધુરી બેગમ

માધુરી બેગમ

માધુરી ફિલ્મમાં બેગમના રોલમાં છે કે જે લખનઉ ખાતે એક પૅલેસમાં રહે છે.

યુવાહૃદય કલાકાર

યુવાહૃદય કલાકાર

નસીરુદ્દીન શાહ ભલે ઉંમરમાં મોટા થઈ ગયા હોય, પણ તેઓ આજેય યુવાહૃદય કલાકાર છે અને યુવાવયની યુવતીઓ સાથે ઇંટીમેટ થાય છે.

માધુરી-નસીર યૂએસપી

માધુરી-નસીર યૂએસપી

માધુરી દીક્ષિત અને નસીરુદ્દીન શાહ વચ્ચે ઇંટીમેટ સીન્સ જોઈ આપને થોડુંક વિચિત્ર લાગશે, પણ એ વાત પણ સાચી જ છે કે કેટલાંક સીન્સ ડેઢ ઇશ્કિયા ફિલ્મની યૂએસપી બની જશે.

ઇનકાર બાદ તૈયાર

ઇનકાર બાદ તૈયાર

માધુરીએ પહેલાં તો ઇંટીમેટ સીન્સ માટે ઇનકાર કર્યો હતો, પણ પાછળથી તેઓ માની ગયા હતાં.

હુમા-અરશદ સેક્સ સંબંધ

હુમા-અરશદ સેક્સ સંબંધ

ફિલ્મમાં હુમા કુરૈશી તથા અરશદ વારસી વચ્ચે તો સેક્સ રિલેશન દર્શાવાયાં છે.

કસોટી

કસોટી

માધુરી દીક્ષિત અને નસીરુદ્દીન શાહ સામે અરશદ અને હુમા કુરૈશીના આ સીન્સ કેટલી પૉપ્યુલરિટી એકઠી કરે છે, તો જોવા જેવી વાત હશે.

હુમા ઉત્સાહિત

હુમા ઉત્સાહિત

ડેઢ ઇશ્કિયા ફિલ્મને લઈને હુમા કુરૈશી પણ ઉત્સાહિત છે.

માધુરીની મિત્ર

માધુરીની મિત્ર

હુમાએ ફિલ્મમાં માધુરીના મિત્રનો રોલ કર્યો છે.

અનુરાગની શોધ

અનુરાગની શોધ

હુમા કુરૈશીને બૉલીવુડમાં અનુરાગ કશ્યપની શોધ માનવામાં આવે છે.

ધક ધક ગર્લની કસોટી

ધક ધક ગર્લની કસોટી

ધક ધક ગર્લ માધુરી દીક્ષિત માટે ડેઢ ઇશ્કિયા કસોટી સમાન ગણાશે, કારણ કે ભારત પરત ફર્યા બાદ તેમની પ્રથમ ફિલ્મ આ જા નચલે ફ્લૉપ નિવડી હતી.

શ્રેષ્ઠ કાર્ય

શ્રેષ્ઠ કાર્ય

ડેઢ ઇશ્કિયાની વાર્તા અને માધુરી દીક્ષિતના વખાણ કરતાં અભિષેક ચૌબેએ જણાવ્યું - હું નથી જણાવી શકતો કે ફિલ્મમાં માધુરીએ કેટલું શ્રેષ્ઠ કામ કર્યું છે.

માણો ડેઢ ઇશ્કિયાનું ટ્રેલર

માણો ડેઢ ઇશ્કિયાનું ટ્રેલર.

More From
Prev
Next
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
loader
X