માત્ર માધુરીને ધ્યાનમાં રાખીને લખી ડેઢ ઇશ્કિયા
મુંબઈ, 5 ઑક્ટોબર : બૉલીવુડ દિવા માધુરી દીક્ષિતની ફિલ્મ ડેઢ ઇશ્કિયા આવતા પહેલા જ ચર્ચામાં છે. ફિલ્મમાં માધુરી દીક્ષિત લીજેન્ડ એક્ટર નસીરુદ્દીન શાહ સાથે કામ કરી રહ્યાં છે. દિગ્દર્શક અભિષેક ચૌબે કહે છે કે ડેઢ ઇશ્કિયા માત્ર માધુરી દીક્ષિત માટે જ લખવામાં આવી છે. ફિલ્મમાં માધુરી સિવાય કોઈ ન હોઈ શકે. તેતી તો ફિલ્મ અંગે ત્યારે વિચારાયું કે જ્યારે માધુરી દીક્ષિત સમ્પૂર્ણપણે ભારત આવી વસ્યાં.

ડેઢ ઇશ્કિયાની વાર્તા અને માધુરી દીક્ષિતના વખાણ કરતાં અભિષેક ચૌબેએ જણાવ્યું - હું નથી જણાવી શકતો કે ફિલ્મમાં માધુરીએ કેટલું શ્રેષ્ઠ કામ કર્યું છે. આ તો લોકો પોતે ફિલ્મ જોયા બાદ અનુભવ કરી શકશે. એમ તો કહેવાય છે કે માધુરીની આ ફિલ્મ સેક્સ તથા બોલ્ડ દૃશ્યોથી ભરપૂર છે. ફિલ્મના વધુ એક નાયિકા હુમા કુરૈશી તથા નાયક અરશદ વારસીએ એક બાજુ ઇંટીમેટ સીન્સની વણઝાર કરી છે, તો માધુરી દીક્ષિત અને નસીરુદ્દીન શાહ વચ્ચે પણ અનેક બોલ્ડ સીન્સ છે.
આ અગાઉ અભિષેક ચૌબેએ જણાવ્યુ હતું કે ડેઢ ઇશ્કિયા ફિલ્મમાં તેમણે થોડાંક જ અંતરંગ દૃશ્યો ફિલ્માવ્યાં છે. ફિલ્મમાં હુમા કુરૈશી તથા અરશદ વારસી વચ્ચે તો સેક્સ રિલેશન દર્શાવાયાં છે, પણ માધુરી દીક્ષિત અને નસીરુદ્દીન શાહ વચ્ચે પણ ઘણાં ઉત્તેજક દૃશ્યો છે કે જે સ્ક્રિપ્ટની ડિમાંડ હતી. ફિલ્મ આવતા વર્ષે જાન્યુઆરીમાં રિલીઝ થશે.
-
લેન્સેટના અભ્યાસમાં ચોંકાવનારો ખુલાસો, 2023માં 1.3 અબજ લોકો લિવરની બીમારીના શિકાર બન્યા -
ભારતને મળ્યા તેના પ્રથમ 'વર્કપ્લેસ હેપ્પીનેસ એવોર્ડ્સ', ઉદ્યોગના દિગ્ગજો દ્વારા નેતૃત્વ -
ટ્રમ્પે પશ્ચિમ એશિયાના સંકટ અંગે પીએમ મોદીને અપડેટ કર્યા અને દ્વિપક્ષીય સંબંધોને મજબૂત બનાવ્યા -
Weather Update: દેશના 11 રાજ્યોમાં ભારે વરસાદ અને વાવાઝોડાની આગાહી -
દૂન લિટ ફેસ્ટ દેહરાદૂનમાં સાહિત્ય, સિનેમા, ઇતિહાસ, નેતૃત્વ અને ટેક્નોલોજીને એકસાથે લાવે છે -
ગુજરાત હાઈકોર્ટે AI ના દુરુપયોગ અને ડીપફેક નિયમન અંગે મેટા, ગૂગલ અને એક્સને નોટિસ ફટકારી -
અમેરિકા-ઈરાન તણાવ વચ્ચે પશ્ચિમ એશિયા સંકટ પર ઇઝરાયલી સમકક્ષ સાથે વિદેશ મંત્રી જયશંકરની વાતચીત -
અમદાવાદમાં ડ્રગ્સ સામે લાલ આંખ: ઘીકાંટા અને બોપલમાંથી 4 શખ્સો ઝડપાયા, ₹21 લાખનો મુદ્દામાલ જપ્ત





Click it and Unblock the Notifications
