કોની પ્રેમિકા બનવા માટે હરખપદુડી છે દીપિકા પાદુકોણ?
વર્ષ 2013ની નંબર વન અભિનેત્રી દીપિકા પાદુકોણનું નામ રીયલ લાઇફમાં કેટલાય લોકો સાથે જોડાયેલું છે. તે ઘણા લોકોની પ્રેમિકા કહેવાય છે પરંતુ દીપિકા પાદુકોણે ક્યારેય પણ દિલ ખોલીને આ વિષય વાત કરી નથી પરંતુ એક વાત તેમને સાચે જ રિયલમાં કહીને બધાને આશ્વર્યચકિત કરી દિધા. દીપિકા પાદુકોણની દિલથી ઇચ્છા છે કે તે પડદા પર એકવાર રિતિક-સલમાન અને આમિર ખાનની પ્રેમિકા બનવા માંગે છે.
અક્ષય કુમાર, સૈફ અલી ખાન, રણબીર કપૂર અને શાહરુખ ખાનની સાથે કામ કરી ચૂકેલી દીપિકા પાદુકોણ હવે સલમાન ખાન, આમિર ખાન અને રિતિક રોશન સાથે કામ કરવા માટે ઇચ્છુક છે.
દીપિકા પાદુકોણે કહ્યું હતું કે 'દર વર્ષે મને પ્રશ્ન કરવામાં આવે છે, પરંતુ મને આશા છે કે આગામી એક અથવા બે વર્ષમાં રિતિક, સલમાન અને આમિર ખાન સાથે કામ કરીશ. જો કે હું તેમની સાથે કામ કરી રહી નથી.'

સલમાન પણ દીપિકા સાથે કામ કરવા માંગે છે
ફક્ત દીપિકા પાદુકોણ જ સલમાન ખાન સાથે કામ કરવા માંગતી નથી પરંતુ સલમાન ખાન પણ તેમની સાથે કામ કરવા માટે ઇચ્છુક છે. દીપિકા પાદુકોણ આનાથી ખૂબ સારું અનુભવે છે.

સલમાને રજૂ કર્યો હતો પ્રસ્તાવ
દીપિકા પાદુકોણે કહ્યું હતું કે 'ખરેખર સલમાન ખાનના આ શબ્દોથી ખુશી થઇ કારણ કે તમને બધાને ખબર છે કે સૌથી પહેલાં તેમને મારી પ્રતિભાને સમજી છે. હું તેમના મિત્રની સાથે રાજસ્થાનમાં એક જાહેરાત કરી રહી હતી. તેમને મને પહેલી ફિલ્મનો પ્રસ્તાવ આપ્યો હતો.'

હાલમાં ચાર ફિલ્મોમાં કામ કરી રહી છે
દીપિકા પાદુકોણના મોડલિંગ દરમિયાન સલમાન ખાને તેમને પ્રસ્તાવ મૂક્યો હતો કે પરંતુ તે અભિનયને લઇને આશ્વત ન હતી અને તેમને આ પ્રસ્તાવ નકારી કાઢ્યો હતો અને અંતે શાહરુખ ખાનની ફિલ 'ઓમ શાંતિ ઓમ'થી બૉલીવુડમાં પગ પેસારો કર્યો. તે હાલમાં 'હેપ્પી ન્યૂર ઇયર' 'ફાઇડિંગ ફેની ફર્નાડીસ' અને ઇમ્તિયાઝ અલીની અનામ ફિલ્મમાં કામ કરી રહી છે.

2013નું વર્ષ દીપીકા માટે ખાસ
અત્રે ઉલ્લેખનીય છે કે વર્ષ 2013 દીપિકા પાદુકોણ માટે એકદમ ખાસ રહ્યું છે કારણ કે આ વર્ષે તેમની ચાર ફિલ્મો રેસ 2, યે જવાની હૈ દિવાની, ચેન્નઇ એક્સપ્રેસ અને રામલીલા રીલીઝ થઇ, ચારેય ફિલ્મો ના ફક્ત રીલીઝ થઇ પરંતુ ચારેય ફિલ્મોએ સો કરોડથી વધુ કમાણી કરી.












Click it and Unblock the Notifications
