For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

દીપિકા છે કે ‘કૉપીકા’? : જુઓ હૉલીવુડથી કેટલી ઇંસ્પાયર છે રામલીલા ગર્લ!!

|
Google Oneindia Gujarati News

મુંબઈ, 15 જુલાઈ : દીપિકા પાદુકોણે બૉલીવુડમાં હાલમાં ટોચના અભિનેત્રી ગણાય છે. એક નહીં, પણ ચાર-ચાર અને પાછી સળંગ ચાર-ચાર સુપરહિટ ફિલ્મો આપ્યા બાદ દીપિકા પાદુકોણે બૉલીવુડની તમામ સમકાલીન અભિનેત્રીઓને આંબી ચુક્યાં છે, તો બીજી બાજુ દીપિકાની આંધીમાં કરીના કપૂર સહિત અનેક સારી અભિનેત્રીઓ ગોથા ખાતી નજરે પડે છે.

શાહરુખ ખાન સાથે ઓમ શાંતિ ઓમ ફિલ્મ દ્વારા બૉલીવુડ કૅરિયર શરૂ કરનાર દીપિકા પાદુકોણે તાજેતરમાં વિશ્વના સૌથી સેક્સી મહિલા પણ જાહેર થયાં અને તે બાબતમાં કદાચ કોઈને શંકા પણ નહીં હોય. દીપિકા છે જ આટલા સેક્સી કે કોઈ પણ તેમને જોઈને મોહી જાય. જોકે તેમને સેક્સી બનાવવામાં તેમના કપડાંનો મહત્વનો ફાળો હોય છે.

આજે અમે દીપિકા પાદુકોણેના પહેરવેશના રહસ્યો વિશે જણાવવા જઈ રહ્યાં છે કે જેના લીધે દીપિકા પાદુકોણે માત્ર ફિલ્મી પડદે જ નહીં, પરંતુ ઇવેંટ્સમાં પણ ઝળહળી ઉઠે છે. દીપિકાએ વિવિધ ઇવેંટ્સમાં પહેરેલા કપડાં જોઈ લોકો અંજાઈ જાય છે, પરંતુ બહુ ઓછા લોકોને ખબર હશે કે દીપિકા પાદુકોણે પહેરવેશની બાબતમાં વધુ પડતી કૉપી કરે છે અને નીચેની તસવીરો જોયા બાદ તો આપ જ પ્રશ્ન કરશો કે આ તો દીપિકા છે કે કૉપીકા?

તો ચાલો જુઓ દીપિકા પાદુકોણે દ્વારા પહેરવેશમાં ક્યારે અને કોની કૉપી કરાઈ ?

દીપિકા વર્સિ કેટ

દીપિકા વર્સિ કેટ

દીપિકાએ જે આ એલેક્ઝેન્ડર મૅક્ક્વીન બ્લૅક તથા ગોલ્ડન ગાઉન પહેર્યો છે, તેમાં કેટ હડસન અગાઉ દેખાઈ ચુક્યા હતાં.

દીપિકા વર્સિસ આશ્લે

દીપિકા વર્સિસ આશ્લે

મત્સ્યકન્યા જેવો બ્લૅક અને ગોલ્ડન ડ્રેસ બંને ઉપર ફબી રહ્યો છે. બંનેના ડ્રેસ સરખા છે, પરંતુ એક બાજુ દીપિકા પાદુકોણે છે, તો બીજી બાજુ આશ્લે બેન્સન.

દીપિકા વર્સિસ કૅટ

દીપિકા વર્સિસ કૅટ

માછલી જેવો બ્લૅક શર્ટ અને ગ્લિટ્ઝી ગોલ્ડન ટૉપમાં બંને અભિનેત્રીઓ બ્યુટીફુલ જણાય છે. આ વધુ એક ડ્રેસ છે કે જે દીપિકાએ કૅટરીના કૈફથી કૉપી કર્યો હતો.

દીપિકા વર્સિસ માઇલી

દીપિકા વર્સિસ માઇલી

દીપિકાએ હૉલીવુડ સિંગર માઇલી સાયરસના ડ્રેસની પણ કૉપી કરી હતી.

દીપિકા વર્સિસ ઐશ

દીપિકા વર્સિસ ઐશ

દીપિકાએ ઐશ્વર્યા રાયના ડ્રેસની પણ કૉપી કરી છે.

દીપિકા વર્સિસ સેલેના

દીપિકા વર્સિસ સેલેના

બિલબોર્ડ્સ 2013 દરમિયાન સેલેના ગોમ્ઝે પ્રબલ ગુરુંગ દ્વારા ડિઝાઇન્ડ ડિટ્ટો પ્લૅક શીર ગાઉન પહેર્યુ હતું અને દીપિકાએ ફિલ્મફૅર ઍવૉર્ડ્સ 2013 દરમિયાન આવો જ ડ્રેસ પહેર્યો હતો.

દીપિકા વર્સિસ ઝોએ

દીપિકા વર્સિસ ઝોએ

પ્રબલ ગુરુંગ એવા ડિઝાઇનર છે કે જેઓ બૉલીવુડ અને હૉલીવુડ બંને સાથે ઘરોબો ધરાવે છે. દીપિકાએ હૉલીવુડ અભિનેત્રી ઝોએ સલદાનાનો ડ્રેસ કૉપી કર્યો હતો.

દીપિકા વર્સિસ જૂલી

દીપિકા વર્સિસ જૂલી

ગૌરવ ગુપ્તા દ્વારા ડિઝાઇન કરાયેલ દીપિકાનો આ ડ્રેસ જૂલી મૅરી બરમનના ડ્રેસમાંથી કૉપી કરાયો છે.

દીપિકા વર્સિસ શકીરા

દીપિકા વર્સિસ શકીરા

અહીં અવળી ગંગા છે. શકીરાએ જે ડ્રેસ પહેર્યો છે, તે ડ્રેસ દીપિકા પાદુકોણે 2013માં કરાયેલ એક ફોટોશૂટ દરમિયાન પહેર્યો હતો.

દીપિકા વર્સિસ કરીના

દીપિકા વર્સિસ કરીના

દીપિકાએ ઐશ કે કૅટ જ નહીં, પણ પોતાના કટ્ટર હરીફ કરીના કપૂરના ડ્રેસની પણ કૉપી કરી છે. વિશ્વાસ ન થતો હોય તો ક્લિક કરો અને વાંચો.

English summary
Deepika Padukone is such Bollywood celebrity who has copied a lot of Hollywood dresses in the recent past. Deepika is seen in some dresses worn by Bollywood.
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X