રણવીર સિંહે 'વૉટ ઝુમકા' ગીત પર દીપિકા પાદુકોણ સાથે કર્યો ડાંસ, Video થયો વાયરલ
Ranveer Deepika Viral Video: રણવીર સિંહ અને દીપિકા પાદુકોણ ઘણીવાર એકબીજા પર પ્રેમ વરસાવતા જોવા મળે છે. ઘણા પ્રસંગે તે ખુલ્લેઆમ બધાની સામે પોતાનો પ્રેમ વ્યક્ત કરે છે. હાલમાં જ દીપિકા પતિ રણવીર સિંહની ફિલ્મ 'રૉકી ઓર રાનીકી પ્રેમ કહાની' ફિલ્મના ગીત પર ડાન્સ કરતી જોવા મળી હતી, જેનો વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યો છે.
રણવીર સિંહ અને આલિયા ભટ્ટની ફિલ્મ 'રૉકી ઓર રાનીકી પ્રેમ કહાની' 28 જુલાઈના રોજ સિનેમાઘરોમાં રિલીઝ થઈ ગઈ છે. ફિલ્મને ચાહકો તરફથી ખૂબ જ સારો પ્રતિસાદ મળી રહ્યો છે.

રણવીર સિંહની પત્ની દીપિકા પાદુકોણને પણ આ ફિલ્મ ખૂબ પસંદ આવી હતી. હવે રણવીર સિંહે તેના ઈન્સ્ટાગ્રામ પર એક વીડિયો શેર કર્યો છે. જેમાં દીપિકા 'ઝુમકા' ગીત પર ડાન્સ કરતી જોવા મળી હતી.
આ વીડિયોમાં રણવીર સિંહ અને દીપિકા પાદુકોણ એકસાથે ડાન્સ કરતા જોવા મળે છે. આ કપલે 'ઝુમકા' ગીત માટે હૂક-અપ સ્ટેપ કર્યું હતું. આ વીડિયોના અંતમાં પોતાના પતિના વખાણ કરતા દીપિકાએ ફિલ્મનો ડાયલોગ બોલ્યો, 'મારા પતિથી સારું કોઈ કરી શકે નહીં'. સોશિયલ મીડિયા પર આ વીડિયો શેર કરતા રણવીર સિંહે એ પણ જણાવ્યું કે દીપિકા પાદુકોણને તેની ફિલ્મ કેવી લાગી.
રણવીર સિંહે આ વિડિયો ઈન્સ્ટાગ્રામ પર શેર કર્યો અને કેપ્શન પર લખ્યું કે, એને આ ફિલ્મ ગમી. હાલમાં આ કપલનો આ વીડિયો સોશિયલ મીડિયા પર ઝડપથી વાયરલ થઈ રહ્યો છે અને ફેન્સ બંનેના વખાણ કરતા થાકતા નથી. એક યુઝરે લખ્યું, વાહ, તેણે આલિયા કરતાં વધુ સારું કર્યું. વળી, અન્ય એક યુઝરે લખ્યું, 'રણવીરથી સારું કોઈ કરી શકે નહીં'. આ સિવાય આલિયા ભટ્ટે હાર્ટ ઇમોજી લગાવી છે.
તમને જણાવી દઈએ કે કરણ જોહર દ્વારા નિર્દેશિત ફિલ્મ રૉકી ઓર રાની કી પ્રેમ કહાની 28 જુલાઈ, 2023ના રોજ રીલિઝ થઈ છે. ફિલ્મે બે દિવસમાં 27 કરોડથી વધુની કમાણી કરી લીધી છે. ફિલ્મમાં રણવીર સિંહ અને આલિયા ભટ્ટ ઉપરાંત જયા બચ્ચન, શબાના આઝમી અને ધર્મેન્દ્ર મુખ્ય ભૂમિકામાં છે.












Click it and Unblock the Notifications
