YUMMY PICS : ફૅનની દીવાનગી, દીપૂને આપી અનોખી Birthday Gift...

deepika-2
મુંબઈ, 8 જાન્યુઆરી : દીપિકા પાદુકોણે પોતાના ફૅન્સ માટે કેટલા સ્પેશિયલ છે, આ વાતનો અંદાજો તો તેમને પોતાના જન્મ દિવસે જ આવી ગયો હશે.

હકીકતમાં દીપિકા માટે તેમના ફૅન્સે આજ સુધી ઘણુ બધુ સ્પેશિયલ કર્યું હશે, પણ તેમના એક ફૅને કરી એવી દીવાનગી કે આપે અગાઉ ક્યારેય નહીં જોઈ હોય. આપના જન્મ દિવસ પ્રસંગે કોઇકે શું કર્યું હશે? સરપ્રાઇઝ બર્થ ડે ગિફ્ટ, કોઈ મનપસંદ વસ્તુ આપી હશે, પરંતુ દીપિકાના આ ફૅનનો આઇડિયા એકદમ જુદો અને ક્રિએટિવ હતો.

deepika-1
જન્મ દિવસે દીપિકાને પોતાના દેશ-વિદેશના ફૅન્સ તરફથી બહુ બધા સંદેશા મળ્યાં, પરંતુ તેમના એક ખાસ ફૅને તેમના માટે કંઇક ખાસ કરવાનું વિચાર્યું. આ ફૅને દીપિકા માટે તેમની આવનાર ફિલ્મ પીકૂની થીમ ધરાવતું કેક બનાવડાવ્યું. આ કેકમાં તેમણે અમિતાભને સાયકલ પર બેઠેલા અને દીપિકાને તેમની સાથે ઊભેલા દર્શાવ્યાં છે.

deepika
દીપિકા પાદુકોણે ફિલહાલ પીકૂ ફિલ્મના શૂટિંગમાં વ્યસ્ત છે. ફિલ્મમાં અમિતાભ બચ્ચન તેમના પિતાના રોલમાં છે. દીપિકા આ ઉપરાંત સંજય લીલા ભાનુશાળીની બાજીરાવ મસ્તાની તથા ઇમ્તિયાઝ અલીની તમાશામાં પણ કામ કરી રહ્યાં છે. બાજીરાવ મસ્તાનીમાં રણવીર સિંહ અને તમાશામાં રણબીર કપૂર તેમના હીરો છે.

દીપિકાનો 5મી જાન્યુઆરીએ જન્મ દિવસ હતો. આ પ્રસંગે દીપિકાએ પોતાના ટ્વીટમાં સૌને પ્રેમ, પોતાપણું અને વિશિસ માટે આભાર વ્યક્ત કર્યો.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
loader
X