પ્રિયંકા ચોપડાને પછાડીને દીપિકા પાદુકોણ બની એશિયાની સૌથી સેક્સી મહિલા

દીપિકા પાદુકોણે પ્રિયંકા ચોપડાને પછાડીને Sexiest Asian Women 2018 નો ખિતાબ જીતી લીધો છે.

બોલિવુડની બે બ્યુટી ક્વીન દીપિકા પાદુકોણ અને પ્રિયંકા ચોપડાએ પોત પોતાના જીવનની નવી શરૂઆત કરી છે. બંને લગ્નના બંધનમાં બંધાઈ ચૂક્યા છે. દીપિકા-રણવીરના લગ્ન અને પ્રિયંકા-નિકના લગ્ન મીડિયામાં ખૂબ છવાયેલા રહ્યા. લગ્ન બાદ દીપિકા માટે વધુ એક સારા સમાચાર આવ્યા છે. દીપિકા પાદુકોણે પ્રિયંકા ચોપડાને પછાડીને Sexiest Asian Women 2018 નો ખિતાબ જીતી લીધો છે. હા, લગ્નના થોડા દિવસો બાદ જ દીપિકા એશિયાની સૌથી સેક્સી મહિલા બની ગઈ છે.

પ્રિયંકાને પછાડીને દીપિકા બની સૌથી સેક્સી મહિલા

પ્રિયંકાને પછાડીને દીપિકા બની સૌથી સેક્સી મહિલા

બુધવારે જાહેર થયેલા ફોર્બ્ઝની કમાણીની લિસ્ટમાં જ્યાં દીપિકા પાદુકોણ ચોથો નંબર મેળવીને પહેલી ફિમેલ એક્ટર બની તો બુધવારે જાહેર થયેલી એક લિસ્ટમાં તેને સેક્સીએસ્ટ એશિયન વુમનનો ખિતાબ મળ્યો. 50 મોસ્ટ સેક્સિએસ્ટ એશિયન વુમન 2018નો ખિતાબ દીપિકા પાદુકોણે જીતી લીધો. તમને જણાવી દઈએ કે ગયા વર્ષે આ ખિતાબ પ્રિયંકા ચોપડાને મળ્યો હતો.

પ્રિયંકા નંબર 2ના સ્થાન પર

પ્રિયંકા નંબર 2ના સ્થાન પર

50 Sexiest Asian Women 2018ની લિસ્ટમાં જ્યાં દીપિકાને નંબર 1નો ખિતાબ મળ્યો છે ત્યાં પ્રિયંકા ચોપડાને નંબર 2નું સ્થાન મળ્યુ છે. લિસ્ટ મુજબ દીપિકાને વર્ક ઈમ્પેક્ટ, મીડિયા કવરેજ અને વોટિંગના હિસાબે એશિયાની પહેલી સેક્સિસ્ટ મહિલા બની, જ્યારે પ્રિયંકા ચોપડા આ લિસ્ટમાં બીજા નંબર પર રહી.

સેક્સિએસ્ટ વુમનની ટોપ 5 લિસ્ટ

સેક્સિએસ્ટ વુમનની ટોપ 5 લિસ્ટ

સેક્સિસ્ટ એશિયન વુમનની ટોપ-5 લિસ્ટમાં દીપિકા પાદુકોણ અને પ્રિયંકા ચોપડા સાથે ટીવી એક્ટ્રેસ નિયા શર્મા અને શિવાંગી જોશી પણ શામેલ છે. વળી, પાકિસ્તાની એક્ટ્રેસ માહિરા ખા પણ ટોપ 5ની લિસ્ટમાં સ્થાન મેળવ્યુ છે. એક્ટ્રેસ નિયા શર્માને સેક્સિસ્ટ એશિયન વુમન લિસ્ટમાં ત્રીજુ સ્થાન મળ્યુ છે. જ્યારે ચોથા સ્થાન પર પાકિસ્તાની એક્ટ્રેસ માહિરા ખાને મેળવ્યુ છે. પાંચમાં નંબર પર ટીવી એક્ટ્રેસ શિવાંગી જોશી છે.

ફોર્બ્ઝની લિસ્ટમાં દીપિકા

ફોર્બ્ઝની લિસ્ટમાં દીપિકા

32 વર્ષની દીપિકાએ હાલમાં જ રણવીર સાથે લગ્ન કર્યા છે. લગ્ન બાદ એક પછી એક ખુશીઓ દીપિકા સામે આવી રહી છે. પહેલા દીપિકા ફોર્બ્ઝ ઈન્ડિયા 2018એ સૌથી અમીર સેલિબ્રિટિઝની લિસ્ટમાં પહેલી વાર ટોપ 5માં શામેલ થઈ. વળી, હવે એશિયાની સૌથી સેક્સી મહિલાનો ખિતાબ જીતી લીધો. તમને જણાવી દઈએ કે ફોર્બ્ઝની લિસ્ટમાં ટોપ 5માં પહેલી વાર કોઈ એક્ટ્રેસ શામેલ થઈ છે. દીપિકાને ચોથુ સ્થાન મળ્યુ છે. વર્ષ 2018માં દીપિકા પાદુકોણની કુલ કમાણી 112.8 કરોડ થઈ છે. વળી, વર્ષ 2017માં દીપિકા પાદુકોણે 70 કરોડની કમાણી કરી હતી અને આ લિસ્ટમાં તે છઠ્ઠા નંબરે હતી.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
loader
X