બ્રેકઅપની અફવાઓ પર રણવીર-દીપિકાએ મુક્યું પૂર્ણવિરામ, પરંતુ..

Written By:
Subscribe to Oneindia News

દીપિકા પાદુકોણ અને રણવીર સિંહ પણ બોલિવૂડન એવા કપલમાંના એક છે, જેઓ મીડિયા સામે ક્યારેય પોતાનું રિલેશન નથી સ્વીકારતાં, પરંતુ પબ્લિક પ્લેસ પર ઘણીવાર સાથે જોવા મળે છે. રણવીર સિંહના બર્થ ડે પછીથી આ બંન્નેનું બ્રેકઅપ થઇ ગયું હોવાની અફવાઓએ જોર પકડ્યું હતું, પરંતુ આ કપલે પોતાના બેક ટુ બેક પબ્લિક એપિરિયન્સથી તમામ અફવાઓ પર પૂર્ણવિરામ મુકી દીધું છે.

વીડિયો થયો વાયરલ

વીડિયો થયો વાયરલ

હાલ સોશિયલ મીડિયા પર રણવીર સિંહ અને દીપિકા પાદુકોણનો એક વીડિયો વાયરલ થઇ રહ્યો છે, જેમાં બંન્નેની ઇન્ટિમસિ આંખે ઉડીને વળગે એવી છે. રણવીર અને દીપિકાના ફેન્સ બંનેને ફરી એકવાર સાથે જોઇને ખૂબ ખુશ છે અને આથી જ આ વીડિયો ખૂબ વાયરલ થઇ રહ્યો છે.

રણવીર-દીપિકાનો પ્રેમ

રણવીર-દીપિકાનો પ્રેમ

ઇન્સ્ટાગ્રામ પરથી લેવામાં આવેલ પ્રથમ તસવીરમાં દીપિકા રણવીરના ખોળામાં બેઠેલી જોવા મળે છે. તેમના વર્તન પરથી એ વાત તો સ્પષ્ટ છે, કે રણવીર અને દીપિકા વચ્ચે જે પણ પ્રોબ્લેમ હતી, એ સોલ્વ કરીને તેઓ ફરી પાછા સાથે થઇ ગયા છે.

દીપિકાના ગળાડૂબ પ્રેમમાં રણવીર સિંહ

દીપિકાના ગળાડૂબ પ્રેમમાં રણવીર સિંહ

આ વીડિયોમાં દીપિકા અને રણવીર સિંહ વચ્ચેનો પ્રેમ સ્પષ્ટ દેખાઇ આવે છે. આ કોઇ ફિલ્મનો વીડિયો નથી, પરંતુ એક રેસ્ટોરન્ટમાં લેવામાં આવેલ વીડિયો છે. આ રેસ્ટોરન્ટમાં રણવીર સિંહ, દીપિકા પાદુકોણ ઉપરાંત યુવરાજ સિંહ પણ જોવા મળ્યા હતા. દીપિકા જ્યારે બોલિવૂડમાં નવી-નવી હતી ત્યારે એના અને યુવરાજના અફેરની વાતો પણ ઉડી હતી.

રિતેશની બર્થ ડે પાર્ટી

રિતેશની બર્થ ડે પાર્ટી

આ પહેલાં રિતેશ સિધવાનીની બર્થ ડે પાર્ટીમાં પણ રણવીર સિંહ અને દીપિકા પાદુકોણ સાથે પહોંચ્યા હતા. રણવીર પહેલાં દીપિકાને લેવા તેના ઘરે પહોંચ્યા હતા, જ્યાંથી બંને સાથે પાર્ટીના વેન્યૂ પર પહોંચ્યા હતા.

સંજય લીલા ભણસાલી છે નારાજ

સંજય લીલા ભણસાલી છે નારાજ

દીપિકા અને રણવીરના વધતા પબ્લિક એપિરિયન્સથી સંજય લીલા ભણસાલીને તકલીફ થાય એવું બની શકે છે. રિસન્ટલી જ્યારે દીપિકા અને રણવીરનો આ ફોટો વાયરલ થયો હતો, ત્યારે સંજય લીલા ભણસાલી ખાસા નારાજ થયા હતા. કેમ કે તેઓ પોતાની ફિલ્મ 'પદ્માવતી'માં હવે કોઇ અડચણ આવવા દેવા માંગતા નથી.

પદ્માવતી

પદ્માવતી

ફિલ્મ 'પદ્માવતી'ના સેટ પર બે વાર હોબાળો થયા બાદ હવે સંજય કોઇ રિસ્ક લેવા નથી માંગતા. આ કારણે જ તેમણે દીપિકા અને રણવીરને બને ત્યાં સુધી પબ્લિક પ્લેસ પર સાથે સ્પોટ ન થવાની સલાહ આપી છે. આ ફિલ્મમાં રણવીર અને દીપિકાનો સાથે કોઇ સિન નથી અને સંજય આ ફિલ્મ અંગે હવે કોઇ નવી કોન્ટ્રોવર્સિ ઊભી કરવા નથી માંગતા.

English summary
Did you see this viral video of Ranveer Singh and Deepika Padukone, in which the duo can be seen indulging in some major PDA.

For Breaking News from Gujarati Oneindia
Get instant news updates throughout the day.