બાલાજીના દર્શન બાદ ગોલ્ડન ટેમ્પલ પહોંચ્યા દીપિકા-રણવીર, ફોટા વાયરલ
બોલિવુડની મસ્તાની દીપિકા પાદુકોણ અને મિસ્ટર બાજીરાવ શુક્રવારે અમૃતસરના સ્વર્ણ મંદિર પહોંચ્યા.
બોલિવુડની મસ્તાની દીપિકા પાદુકોણ અને મિસ્ટર બાજીરાવ શુક્રવારે અમૃતસરના સ્વર્ણ મંદિર પહોંચ્યા. વાસ્તવમાં દીપિકા-રણવીરના લગ્નને એક વર્ષ પૂરુ થઈ ગયુ છે એટલા માટે પરિવાર સાથે આ કપલે ગુરુવારે તિરુપતિ બાલાજીના દર્શન કર્યા હતા. વળી, આજે બંનેએ હરમિંદર સાહિબના દરે માથુ ટેકવ્યુ છે. આ દરમિયાન દીપિકા-રણવીર બંને પારંપરિક અંદાજમાં જોવા મળ્યા.

ગોલ્ડન ટેમ્પલ પહોંચ્યા દીપિકા-રણવીર
બંનેના ફોટા અને વીડિયોહાલમાં સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યા છે. તમને જણાવી દઈએ કે રણવીર અને દીપિકા સાથે આખો ભવનાની પરિવાર અને આખો પાદુકોણ પરિવાર પણ તેમની આ ખુશીમાં તેમની સાથે શામેલ થવા પહોંચ્યો હતો.

ઈટલીના લેક કોમોમાં કર્યા લગ્ન
ઉલ્લેખનીય છે કે બોલિવુડના હૉટ લવર્સ દીપવીરે ગયા વર્ષે 14-15 તારીખે ઈટલીના લેક કોમોમાં લગ્ન કર્યા હતા અને ત્યારબાદ જ્યારે આ બંને ભારત પાછા આવ્યા ત્યારે તેમણે ત્રણ-ત્રણ ગ્રાન્ડ રિસેપ્શન આપ્યા હતા. તમને જણાવી દઈએ કે વર્ષ 2013માં દીપિકા અને રણવીર સિંહના સંબંધનો ખુલાસો થયો હતો. બંને એક સાથે આવતા પહેલા બંનેનુ બ્રેક અપ થઈ ચૂક્યુ હતુ. દીપિકા ફિલ્મ અભિનેતા રણબીર કપૂર સાથે પ્રેમમાં હતી જ્યારે રણવીર સિંહનુ નામ અભિનેત્રી અનુષ્કા શર્મા સાથે જોડાયુ હતુ પરંતુ બાદમાં અનુષ્કા-રણવીર અલગ થઈ ગયા અને દીપિકા-રણબીર પણ અલગ થઈ ગયા.
|
પડદા પર પણ હીટ છે આ જોડી
જો કે લગ્ન પહેલા રણવીર સિંહ અને દીપિકા પાદુકોણ ખુલીને પ્રેમની વાતો કોઈને કહેતા નહોતા પરંતુ બંને દરેક પાર્ટી, ઈવેન્ટમાં સાથે જ જોવા મળતા. બંનેએ સાથે ત્રણ હિટ ફિલ્મો, રામલીલા, બાજીરાવ મસ્તાની અને પદ્માવત આપી છે.












Click it and Unblock the Notifications
