દીપિકા પાદુકોણે સલમાન ખાન ને આપ્યો જોરદાર જવાબ

Posted By:
Subscribe to Oneindia News

થોડા દિવસ પહેલા જ સલમાન ખાને કમેન્ટ કરી હતી કે તેમને ક્યારેય પણ ડિપ્રેશનમાં જવાનો મોકો નથી મળ્યો. આ એક લકઝરી છે જે અમીર લોકોમાં હોય છે. સલમાન ખાનની કમેન્ટ પર દીપિકા પાદુકોણ ઘ્વારા જોરદાર પ્રહાર કરવામાં આવ્યો છે. દીપિકા પાદુકોણે જવાબ આપતા કહ્યું કે ડિપ્રેશન એક ગંભીર બીમારી છે જે કોઈનું બેકગ્રાઉન્ડ જોઈને નથી આવતી. આ કોઈ લક્ઝરી નથી.

Deepika padukone

દીપિકા પાદુકોણે જણાવ્યું કે લોકોને લાગે છે કે ડિપ્રેશન ખાલી અમીર લોકોમાં જ હોય છે જેમની પાસે વધારે પૈસા અથવા વધારે સમય છે. પરંતુ લોકોની આ સોચ આપણે તોડવાની છે. ડિપ્રેશન કોઈને પણ થઇ શકે છે પછી ભલે તે કોઈ પણ જોબ કરતો હોય, ગમે એટલો અમીર હોય કે ગરીબ હોય તેમને પણ થઇ શકે છે.

આપણે જણાવી દઈએ કે સલમાન ખાન ઘ્વારા આપવામાં આવેલા ડિપ્રેશન નિવેદન પર ઘણા લોકો ઘ્વારા પ્રતિક્રિયા આપવામાં આવી છે. કેટલાક લોકો ઘ્વારા સલમાન ખાનને અસંવેદનશીલ પણ ગણાવી દેવામાં આવ્યા છે. બોલિવૂડના ઘણા સ્ટાર ઘ્વારા આ મુદ્દા પર ખુલીને વાત કરવામાં આવી છે.

હવે આશા રાખીયે કે દીપિકા પાદુકોણ ના જવાબથી સલમાન ખાન પણ સંતુષ્ટ થઇ જાય. દીપિકા પાદુકોણ ઘ્વારા સલમાન ખાનની ઘણી ફિલ્મો રિજેક્ટ કરી દેવામાં આવી છે.

સલમાન ખાન હાલમાં તેમની આવનારી ફિલ્મ રેસ 3 શૂટિંગમાં વ્યસ્ત છે. રેસ 3 ફિલ્મ પછી સલમાન ખાનની દબંગ 3 પણ આવવા માટે તૈયાર છે. હાલમાં ફિલ્મની સ્ક્રિપ્ટ પર કામ ચાલી રહ્યું છે. હાલમાં જ ફિલ્મ નિર્માતા અરબાઝ ખાન ઘ્વારા જણાવવામાં આવ્યું છે કે દબંગ 3 મેં, જૂન મહિનામાં શરૂ થઇ શકશે.

English summary
After Salman Khan's luxury comment on depression, Deepika Padukone states that depression should not be considered as a luxury. It can happen to anyone irrespective of their background.

For Breaking News from Gujarati Oneindia
Get instant news updates throughout the day.