For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

દીપિકા પાદુકોણે શેર કર્યો ન્યૂ યર વેકેશનનો ફોટો, જણાવ્યુ કેમ લીધો બ્રેક

બૉલિવુડ અભિનેત્રી દીપિકા પાદુકોણે ઈન્સ્ટાગ્રામ પર તેના વેકેશનના અમુક ફોટા શેર કર્યા છે.

|
Google Oneindia Gujarati News

નવી દિલ્લીઃ Deepika on Vacation: બૉલિવુડ અભિનેત્રી દીપિકા પાદુકોણ અત્યારે રાજસ્થાનના રણથંભોરમાં પતિ રણવીર સિંહ સાથે નવા વર્ષની રજાઓ માણી રહી છે. તેણે રવિવારે ઈન્સ્ટાગ્રામ પર આ વેકેશનના અમુક ફોટા શેર કર્યા છે. રાજસ્થાનમાં પોતાના 2021ની શરૂઆત કરનાર દીપિકાએ ઈન્સ્ટાગ્રામ પર બીજા ઘણા ફોટા અને વીડિયો પણ શેર કર્યા છે. આ પોસ્ટના કેપ્શનમાં તેણે લખ્યુ છે, 'મારુ નવુ વર્ષ કેવુ લાગી રહ્યુ છે.' આ સાથે દીપિકાએ આ વેકેશનને સૌથી જરૂરી બ્રેક પણ ગણાવ્યો છે.

હું ક્યાંથી આવી છુ અને હું કોણ છુ.

હું ક્યાંથી આવી છુ અને હું કોણ છુ.

તેણે પોતાના ફેન્સ માટે એક નાની નોટ લખી છે જેમાં તે કહે છે, 'તે ઑબ્ઝર્વેશન અને કૉમ્પ્લિમેન્ટ જે મને મારા પરિવાર અને નજીકના દોસ્તોથી સૌથી વધુ મળ્યા છે, તે એ છે કે કેવી રીતે મે પ્રોફેશનલી બધુ મેળવ્યા બાદ પણ વ્યક્તિગત રીતે પોતાનામાં કોઈ બદલાવ નથી કર્યો. પરંતુ તેને એ વસ્તુ વિશે ઓછી ખબર છે તે એ છે કે આમાં તેની કેટલી મોટી ભૂમિકા છે. મારા માટે, પરિવાર અને દોસ્તો સાથે અબાધિત ક્વૉલિટી સમય કેટલો જરૂરી છે. તે મને જમીન પર મારી જડો સાથે જોડી રાખે છે. તે મને યાદ અપાવે છે કે હું ક્યાંથી આવી છુ અને હું કોણ છુ. તો એ જ સૌથી જરૂરી બ્રેક લીધો છે.'

દીપિકાએ આવુ કેમ કર્યુ

આ પહેલા દીપિકા પાદુકોણે 31 ડિસેમ્બરે પોતાની ઈન્સ્ટાગ્રામ અને ટ્વિટરની બધી પોસ્ટ ડિલીટ કરી દીધી હતી. ત્યારબાદ તેના ફેન્સે આ વાતની અટકળો લગાવી કે છેવટે દીપિકાએ આવુ કેમ કર્યુ છે. ત્યારબાદ તેણે ઈન્સ્ટાગ્રામ પર પહેલી ઑડિયા ડાયરી પોસ્ટ કરી છે

અહેસાસો અને વિચારોનો રેકૉર્ડ

અહેસાસો અને વિચારોનો રેકૉર્ડ

દીપિકાએ ડાયરી પોસ્ટ કરી અને પોતાના ફેન્સને નવા વર્ષની શુભકામનાઓ આપી. પોતાની ઑડિયા નોટમાં દીપિકાએ કહ્યુ કે તે ઑડિયો ડાયરી તેના બધા અહેસાસો અને વિચારોનો રેકૉર્ડ છે. તમને જણાવી દઈએ કે દીપિકા પાદુકોણ, રણવીર સિંહ, રણબીર કપૂર, આલિયા ભટ્ટ, રિદ્ધિમા કપૂર સાહની અને શાહીન ભટ્ટ રણથંભોર નેશનલ પાર્કમાં નવા વર્ષનુ વેકેશન માણી રહ્યા છે.

સૌરવ ગાંગુલીની દીકરી સના, જે બનવા માંગે છે ક્લાસિકલ ડાંસરસૌરવ ગાંગુલીની દીકરી સના, જે બનવા માંગે છે ક્લાસિકલ ડાંસર

English summary
Deepika Padukone shares new year vacation picture on social media.
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X