શાહરુખ ખાનથી કેમ રિસાયાં છે દીપિકા પાદુકોણે ?

મુંબઈ, 8 માર્ચ : એક બાજુ વિશ્વ મહિલા દિવસે અભિનેતા શાહરુખ ખાને પોતાની આવનાર ફિલ્મ ચેન્નઈ એક્સપ્રેસની કાસ્ટિંગમાં પોતાના નામ પહેલાં દીપિકા પાદુકોણેનું નામ નાંખી મહિલાઓને ખાસ સન્માન આપ્યું છે, તો બીજી બાજુ સમાચાર મળે છે કે શાહરુખની આ ગિફ્ટ સૌપ્રથમ જેના નામે રહી છે, તેવાં દીપિકા પાદુકોણે જ શાહરુખ ખાનથી રિસાઈ ગયાં છે.

deepika-shahrukh

મળતી માહિતી પ્રમાણે પોતાના વધું પડતાં બોલકણાપણાંમાં શાહરુખ ખાને દીપિકા અને તેમના નવા મિત્ર રણવીર સિંહ અંગે કંઈક કહી નાંખ્યુ હતું કે જેથી દીપિકા પાદુકોણે શાહરુખ ખાનથી રિસાઈ ગયાં છે.

આ બધું થયું ચેન્નઈ એક્સપ્રેસ ફિલ્મના સેટ ઉપર. દીપિકાએ શાહરુખ સાથે અબોલા પણ લઈ લીધાં છે, પરંતુ દીપિકાની નારાજગી કિંગ ખાન સહન ન કરી શક્યાં અને તેમણે તરત જ તેમની માફી માંગી લીધી.

નોંધનીય છે કે ચેન્નઈ એક્સપ્રેસ રોહિત શેટ્ટીની ફિલ્મ છે કે જે ઈદ પ્રસંગે રિલીઝ થવાની શક્યતા છે. કહે છે કે દીપિકા અને રણવીર સિંહ વચ્ચે હાલ કંઈક રંધાઈ રહ્યું છે. રામલીલા ફિલ્મના સેટ ઉપર બંને સાથે કામ કરી રહ્યાં છે. થોડાંક દિવસ અગાઉ રણવીરે પણ ખુલ્લેઆમ જણાવ્યુ હતું કે તેમને દીપિકા ખૂબ સારા લાગે છે, પરંતુ હવે આ પ્રેમ છે કે કેમ? તે કળવું ઉતાવળિયું ગણાશે. દીપિકા આ અગાઉ રણબીર કપૂર અને સિદ્ધાર્થ માલ્યા સાથે લાંબી ડેટિંગ કરી ચુક્યાં છે.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
loader
X