દીપિકાનો વાયરલ Video જોઈ ભડકી કંગના કહ્યુ - માફી માંગે અભિનેત્રી

આ વખતે કંગનાએ દીપિકા પર હુમલો જેએનયુ વિરોધમાં શામેલ થવા માટે નથી કર્યો પરંતુ આ વખતે કંગનાએ દીપિકાની ટીકા તેના એક વીડિયો માટે કરી છે.

વિવાદો છતાં બોલિવુડ અભિનેત્રી દીપિકા પાદુકોણની બહુચર્ચિત ફિલ્મ છપાકે બૉક્સ ઑફિસ પર સરેરાશ પ્રદર્શન કર્યુ છે પરંતુ આ ફિલ્મ માટે ઉપજેલો વિવાદ શમવાનુ નામ નથી લઈ રહ્યો. દીપિકાના જેએનયુ જવાથી નારાજ અમુક લોકો સતત તેના પર આરોપ લગાવી રહ્યા છે, તેની ટીકા કરનારામાં હવે બોલિવુડ ક્વીન કંગના રનોતનુ નામ પણ જોડાઈ ગયુ છે. જો કે આ વખતે કંગનાએ દીપિકા પર હુમલો જેએનયુ વિરોધમાં શામેલ થવા માટે નથી કર્યો પરંતુ આ વખતે કંગનાએ દીપિકાની ટીકા તેના એક વીડિયો માટે કરી છે.

દીપિકાનો વીડિયો જોઈ નારાજ થઈ કંગના

દીપિકાનો વીડિયો જોઈ નારાજ થઈ કંગના

વાસ્તવમાં દીપિકાનો એક વીડિયો હાલમાં સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યો છે જેમાં તે પોતાના મેકઅપ આર્ટિસ્ટને 'છપાક'નો લુક આપવા માટે કહી રહી છે. આ વીડિયો વિશે એક મીડિયા ચેનલ સાથે વાત કરતા કંગનાએ કહ્યુ કે આ એકદમ અતિ સંવેદનશીલ વ્યવહાર છે જેના માટે દીપિકાએ તરત જ માફી માંગવી જોઈએ.

કંગનાએ કહ્યુ - મને ખબર છે કે એસિડથી બળવુ શું હોય છે...

કંગનાએ કહ્યુ કે મારી બહેન એક એસિડ પીડિતા છે, મને ખબર છે કે આ પીડા શું હોય છે, આ કોઈ લુક નથી પરંતુ આ એક સજા છે, આવો લુક મેળવવો કોઈ નથી ઈચ્છતુ, કંગનાએ કહ્યુ કે દીપિકાનો આ વીડિયો જોઈને મને અને મારી બહેનને ઘણુ દુઃખ થયુ છે.

કંગનાએ કહ્યુ - દીપિકા પોતાની આ હરકત માટે માફી માંગે

કંગનાએ કહ્યુ - દીપિકા પોતાની આ હરકત માટે માફી માંગે

જો કે કંગનાએ કહ્યુ કે હું આશા રાખુ છુ કે દીપિકા પાસે આને બનાવવાનુ કોઈ કારણ નહિ હોય, ઘણી વાર એવુ થાય છે કે તમારી માર્કેટિંગ ટીમ સતત ફિલ્મના પ્રમોશન માટે કંઈક કંઈક બનાવી રહી હોય છે અને ઘણી વાર તમે અનિચ્છાઓ કંઈક અસંવેદનશીલ કરી દો છો, માટે મને લાગે છે કે આ અસંવેદનશીલતા માટે તેણે માફી માંગવી જોઈએ કારણકે ભૂલો માનવીથી જ થાય છે.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
loader
X