બૉક્સ ઑફિસ: ધડકનાં 6 દિવસ પુરા- તાબડતોડ કલેક્શન, ટૂંક સમયમાં તૂટશે આ મોટો રેકોર્ડ

જાહન્વી કપૂર - ઇશાન ખટ્ટરની ફિલ્મ ધડક 2018 ની આગળની હિટ ફિલ્મ સાબિત થઈ છે. આ ફિલ્મએ 6 દિવસમાં લગભગ 48 કરોડ જેટલી કમાણી કરી છે.

જાહન્વી કપૂર - ઇશાન ખટ્ટરની ફિલ્મ ધડક 2018 ની આગળની હિટ ફિલ્મ સાબિત થઈ છે. આ ફિલ્મએ 6 દિવસમાં લગભગ 48 કરોડ જેટલી કમાણી કરી છે. શશાંક ખેતાનના નિર્દેશનમાં બનેલી આ ફિલ્મ પ્રેક્ષકોને ઘણી પસંદ આવી રહી છે. જેની અસર બોક્સ ઓફિસ પર પણ જોવા મળી રહી છે.

ધડકને પોઝિટિવ વર્ડ ઓફ માઉથનો ઘણો ફાયદો મળી રહ્યો છે. સૈરાટ સાથે તુલના નહિ કરવામાં આવે તો, આ ધર્મા પ્રોડક્શનની આ ફિલ્મ દરેક અર્થમાં હિટ છે. જાહન્વી-ઈશાનની કેમિસ્ટ્રી તમને ફિલ્મ સાથે ઇમોશનલી જોડી દે છે. ટ્રેડ પંડિતો માને છે કે આ ફિલ્મ 80 કરોડથી ઉપરનું લાઈફટાઈમ કલેક્શન આપશે.

ખાસ વાત એ છે કે ફિલ્મ સોલો રિલીઝ થઇ છે. અને હવે સંજૂનો ક્રેઝ પણ ઓછો થઇ ગયો છે. તેથી, ફિલ્મ પાસે કમાવવા માટે સંપૂર્ણ સમય છે. ધર્મા પ્રોડક્શન્સની આ ફિલ્મ ન્યુકમર્સ માટે મોટી ઓપનિંગ ફિલ્મ બની ગઈ છે. ખાસ વાત એ છે કે, તે ટૂંક સમયમાં સ્ટૂડેંટ ઑફ ધ યર (70 કરોડ) ની કમાણી પાર કરશે. તેથી તે ડેબ્યુ કલાકારો સાથે સૌથી વધુ કમાણી કરનાર ફિલ્મ બનશે.

અહીં જાણો 2018 માં સૌથી વધુ કમાણી કરનાર ફિલ્મો-

સંજૂ

સંજૂ

રણબીર કપૂર સ્ટારર ફિલ્મ સંજૂ આ વર્ષે સૌથી વધુ કમાણી કરનાર ફિલ્મ છે. સંજુએ હવે 335 કરોડનું કલેક્શન કરી લીધું છે.

પદ્માવતી

પદ્માવતી

સંજય લીલા ભણસાલીની ફિલ્મ પદ્માવતીએ 300 કરોડનું કલેક્શન કર્યું છે. આ ફિલ્મ 2018 ની બીજી સૌથી મોટી ફિલ્મ સાબિત થઇ છે. પરંતુ મોટા બજેટને લીધે ફિલ્મ સૌથી વધુ નફાકારક સાબિત થઈ શકી નથી.

રેસ 3

રેસ 3

173 કરોડની સાથે સલમાન ખાનની રેસ 3 આ વર્ષની ત્રીજી સૌથી વધુ કમાણી કરનાર બોલિવૂડની ફિલ્મ છે. 150 કરોડના બજેટ પર બનાવવામાં આવેલી આ ફિલ્મ એવરેજ રહી છે.

બાગી 2

બાગી 2

ટાઇગર શ્ર્રોફની બાગી 2 એ 165 કરોડની કમાણી કરી લીધી છે. ઉપરાંત, બીજી સૌથી વધુ નફો કમાનારી ફિલ્મ પણ બની છે.

રાજી

રાજી

રાજી આલિયા ભટ્ટ સ્ટારર ફિલ્મ રાજીએ 121 કરોડનું કલેક્શન કર્યું છે. ફિલ્મ બ્લોકબસ્ટર બની ગઈ છે.

સોનૂ કે ટીટૂ કી સ્વીટી

સોનૂ કે ટીટૂ કી સ્વીટી

લવ રંજનની આ રોમેન્ટિક-કૉમેડી ફિલ્મ સોનૂ કે ટીટૂ કી સ્વીટીએ 109 કરોડનો આંકડો પાર કરી લીધો છે. ફિલ્મ બ્લોકબસ્ટર રહી છે.

રેડ

રેડ

અજય દેવગણની ફિલ્મ રેડ માર્ચમાં રિલીઝ થઈ તેણે 101 કરોડનું કલેક્શન કર્યું. આ ફિલ્મ હિટ રહી છે.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
loader
X