1st Day 1st Show: જ્હાનવી-ઈશાનની ધડક, પહેલા સીનથી ફેન્સે કહી દીધી બ્લોકબસ્ટર
જ્હાનવી કપૂર - ઈશાન ખટ્ટરની ફિલ્મ ધડક દુનિયાભરમાં રિલીઝ થઈ ચૂકી છે અને તેને દર્શકોનો જબરદસ્ત રિસ્પોન્સ મળી રહ્યો છે.
જ્હાનવી કપૂર - ઈશાન ખટ્ટરની ફિલ્મ ધડક દુનિયાભરમાં રિલીઝ થઈ ચૂકી છે અને તેને દર્શકોનો જબરદસ્ત રિસ્પોન્સ મળી રહ્યો છે. દર્શકોની માનીએ તો પહેલા સીનતી ફિલ્મ તમને બાંધી દે છે. આ એક એવી મુસાફરી છે જ્યાં તમારિ આંખોમાં આંસુ પણ આવે છે અને તમે બધા કેરેક્ટરો સાથે આત્મીયતા પણ અનુભવો છો. શશાંક ખેતાનની આ ફિલ્મ પ્રશંસા મેળવી રહી છે.

મરાઠી ફિલ્મ સૈરાટની હિન્દી રિમેક
જો કે આ બ્લોક બસ્ટર મરાઠી ફિલ્મ સૈરાટની હિન્દી રિમેક છે. પરંતુ એક રીમેકનો ટેગ હટાવીને જોવામાં આવે કો ફિલ્મની વાર્તા અને પાત્રો ઘણા શાનદાર છે.

જ્હાનવી અને ઈશાનની માસૂમિયત
જ્હાનવી અને ઈશાનની માસૂમિયત દર્શકોના દિલમાં ઘર કરી રહ્યા છે. ચોક્કસપણે ફિલ્મને બોક્સ ઓફિસ પર પણ આનો ફાયદો જોવા મળશે.

7 કરોડ સુધીની ઓપનિંગ
ટ્રેડ પંડિતોની માનીએ તો ફિલ્મ 7 કરોડ સુધીની ઓપનિંગ આપવાની છે. આનુ કારણ એ પણ છે કે ફિલ્મ સોલો રિલીઝ થઈ છે અને સંજૂનો ક્રેઝ પણ થોડો ઓછો થઈ ગયો છે.

ફિલ્મનું પ્રમોશન
ફિલ્મનું પ્રમોશન પણ ખૂબ ધમાકેદાર કરવામાં આવ્યુ છે.












Click it and Unblock the Notifications
