ફરાહ ઇમ્પ્રેસ્ડ, કહ્યું : ધનુષ ઇઝ સ્ક્રીન ફેન્ડલી
મુંબઈ, 20 મે : બૉલીવુડ કોરિયોગ્રાફર-દિગ્દર્શિકા ફરાહ ખાન તામિળ ફિલ્મ અભિનેતા ધનુષના અભિનયથી ખૂબ જ પ્રભાવિત છે. ધનુષ રાંઝણા ફિલ્મ દ્વારા બૉલીવુડમાં પ્રવેશ કરી રહ્યાં છે.

ફરાહ કહે છે કે ધનુષ સ્ક્રીન ફ્રેન્ડલી અભિનેતા છે. ફરાહે ટ્વિટર પર લખ્યું - મને લાગે છે કે ધનુષ આજના સમયના સૌથી આકર્ષક, દિલકશ તથા સ્ક્રીન ઉપર એકદમ સહજ દેખાતાં અભિનેતા છે. ધનુષ પડદા ઉપર પણ એવાં જ લાગે છે કે જેવા તેઓ હકીકતમાં છે અને આ જ તો કમાલની વાત છે.
નોંધનીય છે કે થોડાક સમય પહેલા રાંઝણા ફિલ્મના અભિનેત્રી સોનમ કપૂર પણ કંઈક આવું જ બોલ્યા હતાં. તેમણે જણાવ્યું હતું કે તેમનો રીયલ હીરો પણ ધનુષ જેવો જ હોવો જોઇએ.
કોલાવેરી ડી સૉંગ દ્વારા સૌના હૃદયમાં સ્થાન બનાવનાર ધનુષની પ્રથમ હિન્દી ફિલ્મ રાંઝણા છે કે જે આવતા માસે રિલીઝ થવાની છે. ફિલ્મમાં ધનુષ સાથે અભય દેઓલ પણ છે.












Click it and Unblock the Notifications
