પ્રિવ્યૂ : ખરેખર આગ લગાડશે ધૂમ 3?
મુંબઈ, 19 ડિસેમ્બર : આમિર ખાન, અભિષેક બચ્ચન, કૅટરીના કૈફ અને ઉદય ચોપરા જેવા મોટા સ્ટાર્સ ધરાવતી ફિલ્મ ધૂમ 3 આવતીકાલે રૂપેરી પડદે આવી રહી છે. ધૂમ 3 ધૂમ ફ્રેંચાઇઝીની ત્રીજી ફિલ્મ છે અને કહે છે કે હવે ધૂમ 4 નહીં બનાવવામાં આવે. ધૂમ ફિલ્મ 2003માં રિલીઝ થઈ હતી કે જેમાં જ્હૉન અબ્રાહમ, અભિષેક બચ્ચન, ઉદય ચોપરા અને એશા દેઓલ હતાં, જ્યારે ધૂમ 2માં જ્હૉન-એશા આઉટ થઈ ગયા હતાં અને હૃતિક રોશન તેમજ ઐશ્વર્યા રાય જોડાયા હતાં.

ધૂમ 3ના તમામ પોસ્ટર્સમાં એક્ટર્સ ઉપર આગ પણ દર્શાવાઈ છે કે જેનો અર્થ એમ કરાઈ રહ્યો છે કે આ વખતે પોલીસ માટે વિલનને પકડવાં પડકારજનક રહેવાનું છે. ધૂમ 3 અંગે લોકોને બહુ અપેક્ષાઓ છે, કારણ કે આમિર ખાન પહેલી વખત નેગેટિવ રોલ કરી રહ્યાં છે અને તેમનો સાથ આપી રહ્યાં છે કૅટરીના કૈફ.












Click it and Unblock the Notifications
