For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

ભારતમાં શોક, પાકમાં ઉજવાશે દિલીપ કુમારનો જન્મ દિવસ

|
Google Oneindia Gujarati News

મુંબઈ, 10 ડિસેમ્બર : બૉલીવુડના ટ્રેજેડી કિંગ દિલીપ કુમારનો 11મી ડિસેમ્બરે 90મો જન્મ દિવસ છે. દર વરસની જેમ આ વર્ષે પણ દિલીપ કુમારના પત્ની સાયરાબાનુએ તેમનો જન્મ દિવસ ખૂબ જ ધામધુમપૂર્વક ઉજવવાનો નિર્ણય કર્યો છે, પરંતુ દિલીપનું મન તૈયાર નથી. તેમનું કહેવું છે કે આ વર્ષે બૉલીવુડે અનેક જાણીતાં દિગ્ગજો ગુમાવ્યાં છે અને તેથી જ તેઓ મુંબઈમાં આ વર્ષે પોતાનો જન્મ દિવસ ઉજવવા નથી માંગતાં, પરંતુ પાકિસ્તાનના એક્ટિવિસ્ટ જતિન દેસાઈએ મીડિયા સાથે વાતચીતદરમિયાન જણાવ્યું કે દિલીપ કુમારનો જન્મ દિવસ આ વખતે પાકિસ્તાનમાં ખૈબર પખ્યુનખ્વાના પેશાવર ખાતે ઉજવાશે.

Dilip Kumar

ઉલ્લેખનીય છે કે દિલીપ કુમારનો જન્મ 1922માં પેશાવર ખાતે થયો હતો અને તેમનું આખું અને સાચું નામ છે મહોમ્મદ યુસુફ ખાન. ફિલ્મોમાં આવ્યા બાદ તેમણે પોતાનું નામ દિલીપ કુમાર રાખી લીધું. પરમ દિવસે તેમનો 90મો જન્મ દિવસ છે, પરંતુ દિલીપ કુમાર આ વખતે ફિલ્મી દનિયાની અનેક મોટી હસ્તીઓના નિધનના પગલે ખૂબ દુઃખી છે અને નથી ઇચ્છતાં કે પોતાનો જન્મ દિવસ મુંબઈમાં ઉજવાય.

બૉલીવુડના પ્રથમ સુપર સ્ટાર રાજેશ ખન્ના, રુસ્તમ-એ-હિન્દ દારા સિંહ, કિંગ ઑફ રોમાંસ યશ ચોપરા તેમજ મહારાષ્ટ્રના વાઘ બાલા સાહેબ ઠાકરેનું અવસાન. આ જ કારણ છે કે દિલીપ કુમાર આ વખતે પોતાનો જન્મ દિવસ ઉજવવાના મૂડમાં નથી.

જોકે દિલીપના સંબંધીઓ ઇચ્છે છે કે તેમનો જન્મ દિવસ ખૂબ જ ધામધૂમપૂર્વક ઉજવાય. તેથી તેમણે પેશાવરમાં જ દિલીપ કુમારનો જન્મ દિવસ ઉજજવાનું વિચાર્યું છે. પખ્યુનખ્વાની કલ્ચરલ હૅરિટેજ કાઉંસિલે દિલીપ કુમારના જન્મ દિવસની ઉજવણી ત્યાંજ કરવાની તૈયારી કરી છે. સાથે જ ત્યાં બૉલીવુડની કેટલીક જાણીતી હસ્તીઓને પણ બોલાવી છે. પેશાવર ખાતે પ્રથમ વાર આ જશ્ન યોજાશે.

આ માહિતી દિલીપ કુમારે પોતે ટ્વિટર પર જ આપી છે. દિલીપ કુમારે લખ્યું છે કે તેઓ અને તેમનાં પત્ની સાયરા આ વખતે ખૂબ આઘાતમાં છે. બંને આ આઘાતમાંથી બહાર નથી આવી શકતાં. તેથી તેઓ પોતાનો જન્મ દિવસ નહિં ઉજવે. દિલીપ કુમારે ઠાકરેના નિધન અંગે લખ્યું છે કે ઠાકરે સાહેબ એક વાઘ નહિં, એક બબ્બર શેર હતાં.

દિલીપ કુમાર લખે છે - રાજેશ ખન્નાએ ગત જન્મ દિવસે મારી સાથે કેક ખાધી હતી, તો યશ ચોપરાએ મારા માટે કૅંડલ પેઠવી હતી અને દારા સિંહે મને ગળે લગાડી મુબારકબાદી આપી હતી. આ સૌને આ વખતે હું ખૂબ મિસ કરીશ. તેથી હું પોતાનો જન્મ દિવસ નહિં ઉજવું.

આપને જણાવી દઇએ કે દિલીપ કુમારે ગત વર્ષે જ પોતાના જન્મ દિવસે ટ્વિટર ઍકાઉંટ ખોલ્યુ હતું. ટ્વિટર ઍકાઉંટ ખોલતાં દિલીપ સાહેબને સૌપ્રથમ અભિનંદન સદીના મહાનાયક અમિતાભ બચ્ચન તરફથી મળ્યા હતાં.

English summary
Dilip Kumar's 90th birthday will be celebrated in Pakistan says Peace activist Jatin Desai. Dilip Kumar do not want to celebrate his birthday in Mumbai as so many Bollywood celebrities died this year.
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X