દિલીપ કુમારના વધુ એક ભાઈ અહેસાન ખાનનુ કોરોનાથી નિધન

બૉલિવુડના દિગ્ગજ અભિનેતા દિલીપ કુમારના નાના ભાઈનુ નિધન થઈ ગયુ છે.

મુંબઈઃ બૉલિવુડના દિગ્ગજ અભિનેતા દિલીપ કુમારના નાના ભાઈનુ નિધન થઈ ગયુ છે. દિલીપ કુમારના નાના ભાઈ અહેસાન ખાનનુ બુધવારે મોડી રાતે 11 વાગે મુંબઈની લીલાવતી હોસ્પિટલમાં નિધન થઈ ગયુ. હોસ્પિટલ તરફથી આ વિશે માહિતી આપવાાં આવી. અહેસાન ખાનનુ નિધન કોરોના વાયરસના સંક્રમણના કારણે થયુ છે. છેલ્લા ઘણા દિવસોથી તે હોસ્પિટલમાં ભરતી હતા.

dilip kumar

કોવિડ-19નો ઈલાજ કરાવી રહેલ દિલીપ કુમારના નાના ભાઈ, 90 વર્ષના અહેસાન ખાન હાર્ટ સંબંધી બિમારીઓ, હાઈપર ટેન્શન અને અલ્ઝાઈમર જેવી બિમારીઓથી પણ ગ્રસિત હતા. અહેસાન ખાન પહેલા દિલીપ કુમારના બીજા એક નાના ભાઈ અસલમ ખાનનુ પણ કોરોના સંક્રમણના કારણે નિધન થઈ ગયુ. આ પહેલા 99 વર્ષના અસલમ ખાનનુ નિધન પણ મુંબઈની હોસ્પિટલમાં કોરોના વાયરસના કારણે થઈ ગયુ. દિલીપ કુમારના બંને ભાઈ અહેસાન ખાન અને અસલમ ખાનને 15 ઓગસ્ટે કોરોના સંક્રમણના કારણે લીલાવતી હોસ્પિટલમાં ભરતી કરાવવામાં આવ્યા હતા. 21 ઓગસ્ટે અસલમ ખાનનુ નિધન થઈ ગયુ.

dilipkumar brother

દિલીપ કુમારના ભાઈઓનો ઈલાજ કરનાર ડૉક્ટર જલીલ પારકરના જણાવ્યા મુજબ કોરોના સંક્રમણના કારણે તેમના શરીરમાં ઑક્સિજન લેવલ ઘણુ ઓછુ થઈ ગયુ હતુ. દિલીપ કુમારના બંને ભાઈઓને બાય-પેપ વેન્ટીલેટર પર રાખવામાં આવ્યા હતા. ઉંમરની સાથે સાથે તેમના બંને ભાઈઓમાં બ્લડ પ્રેશર અને હ્રદય સંબંધિત બિમારીઓ હતી જેના કારણે મુશ્કેલી વધી ગઈ.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
loader
X