દિલીપ કુમાર હજીય આઈસીયૂમાં, હાલત સ્થિર

મુંબઈ, 18 સપ્ટેમ્બર : જાણીતા અને પીઢ અભિનેતા દિલીપ કુમારને બુધવારે પણ હૉસ્પિટલના સઘન સારવાર કક્ષ એટલે કે આઈસીયૂમાં જ રાખવામાં આવ્યાં છે. જોકે હૃદય રોગના હળવા હુમલા બાદ લીલાવતી હૉસ્પિટલમાં દાખલ કરાયેલા દિલીપ કુમારની હાલત સ્થિર છે.

dilip-kumar

નેવુ વર્ષીય દિલીપ કુમારને ગત રવિવારે સાંજે લીલાવતી હૉસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતાં. દિલીપના પત્ની અભિનેત્રી સાયરાબાનુના મૅનેજર મુર્શિદ ખાને જણાવ્યું - તેઓ હજીય ઑબ્ઝર્વેશન હેઠળ છે. તેમની હાલત સ્થિર છે. જો બધુ ઠીક રહે, તો તેમને ત્રણથી ચાર દિવસમાં હૉસ્પિટલમાંથી રજા મળી શકે છે.

અગાઉ દિલીપ કુમારના કૌટુમ્બિક મિત્ર ઉદયા તારા નાયરે જણાવ્યું કે તેમની હાલત સ્થિર છે. તેઓ બિલ્કુલ ઠીક છે, પણ તેમને હૉસ્પિટલમાંથી રજા ક્યારે મળશે, તે નક્કી નથી. તેમની ઉંમર અને 1999માં થયેલ બાયપાસ સર્જરી પગલે તબીબો તેમને વધુ બે દિવસ ઑબ્ઝર્વેશનમાં રાખવા માંગે છે. દિલીપ કુમાર સાથે તેમના પત્ની સાયરાબાનુ સતત છે. હૉસ્પિટલના પ્રવક્તા મુજબ દિલીપને રવિવારે હૃદય રોગનો હુમલો થયો હતો. તેને તબીબી સાઇંસમાં માયોકાર્ડિયલ ઇનકાર્ફશન કહે છે. હાલ તેમની હાલત સ્થિર છે. હૃદય રોગ નિષ્ણાત ડૉ. નિતિન ગોખલે તેમની સારવાર કરી રહ્યાં છે.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
loader
X